SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ [9] પતિ-પત્ની બેઉતા ડિવિઝન જુદા મતભેદ ટાળવા નક્કી કર્યા પોતપોતાના ડિપાર્ટમેન્ટ પ્રશ્નકર્તા : મતભેદ દૂર કરવા માટે હીરાબાને આપે કંઈ સમજાવ્યા હતા કે કોઈ સમજૂતી કરી હતી ? દાદાશ્રી : હું અઠ્યોતેર વર્ષનો છું ને એ છોત્તેર વર્ષના છે પણ પચાસ વર્ષથી મતભેદ નથી કોઈ જાતનો. એમના હાથે ઘી ઢળતું હોય તો હું બોલું નહીં, કારણ કે એ ડિપાર્ટમેન્ટ એમનું, મારે શું લેવાદેવા ? રસોડું ખાતું એ આખું ડિપાર્ટમેન્ટ એમનું, પછી એ ગમે તે એનો દુરુપયોગ કરે. અને હું છે તો સો-બસો કો'કને આપી દઉ તેમાં એ બોલે નહીં. પોતપોતાના ડિપાર્ટમેન્ટ નક્કી કરવા જોઈએ. મેં વિચારીને મતભેદ કાઢી નાખેલો. આ ઝઘડા કેમ થાય છે ? શું લોકોનું ઝઘડા વગરનું જીવન જ નહીં હોય ? એવું પછી વિચારેલું. પછી વિચારીને તારણ કાઢી નાખ્યું, કે આપણી ભૂલ થાય છે આ તો. મારું ખાતું બહારથી કમાઈ લાવવાનું. એટલે ફૉરેન ડિપાર્ટમેન્ટ મારું અને હોમ ડિપાર્ટમેન્ટ એમનું. સમજ પડીને ? એટલે મેં તો નિયમ જ કરેલો પહેલેથી, કે એમનામાં મારે હાથ ઘાલવો નહીં, એ મારામાં હાથ ઘાલે નહીં. પ્રશ્નકર્તા : આવું નક્કી કરવા પાછળનું કોઈ કારણ ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy