SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જ્ઞાની પુરુષ (ભાગ-૨) નીરુમા : અટામણ વગર કરતા ને ? દાદાશ્રી : હં. નીરુમા : તે હજુ દાદા જ્યાં જાય ને, ત્યાં ઢેબરું પીરસે ને, તો કહે કે મને અટામણ વગરનું ઢેબરું હોય તો ભાવે. તે તમે એવી ટેવ પાડી દીધી છે. હીરાબા : ના... નીરુમા : અટામણ વગરનું.... હીરાબા : અટામણનું નથી ભાવતું એમને. નીરુમા : હા, તે પણ તમે એવું ખવડાવો. અત્યારના બૈરાંઓને તો અટામણ વગરનું તો આવડે જ નહીં ઢેબરું. બૈરાંઓ આમ આમ કરે કપડાં ઉપર, પેલા પ્લાસ્ટિક પર અને પછી નાખે... એ મીઠાશ ના આવે, બા. અને તમારી દાળ તો દાદા હજુ વખાણે. હં... હીરાબા જેવી દાળ નથી થતી. હીરાબા જેવી દાળ ને કઢી તો કોઈનાથી ના થાય. હીરાબા : એવું કહે ? નીરુમા : હા, કહે ને બા, ઘણીવાર કહે. તમે દાળ, કઢી વધારો એની સુગંધ-સુગંધ આખા ઘરમાં થઈ જતી, ઠેઠ રસ્તા સુધી આવતી. હીરાબા : હા. વઘારની સુગંધ બહાર ના જાય તો તે વઘાર બરોબર થયો કહેવાય જ નહીં ને ! પૂજ્ય નીમાં સંપાદિત વાણીમાંથી) જૂતું તે સોનું એક વખત બાને પૂછયું. “બા, તમે ગેસ પર રસોઈ કેમ નથી કરતા ? હજીય સગડી ને સ્ટવ ને બંબો જ વાપરો છો ? બા કહે, “મને તો ગેસ વાપરવાનો ના ફાવે. મને તો મારી સગડી ને સ્ટવ જ ફાવે.”
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy