SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જ્ઞાની પુરુષ (ભાગ-૨) નીરુમા (હીરાબાને) : સાંભળ્યું દાદા શું કહે છે, બા ? “વો દિન ભી ચલે ગયે.” દાદાને શું ભાવતું ? નીરુમા દાદાને નાના હતા ત્યારે ખાવામાં શું બહુ ભાવતું'તું, બા? હીરાબા ઃ હાંડવો, પાટુડી ને એ બધુંય.. નીરુમા : બહુ ભાવે ? હીરાબા ઃ અને હવે નથી ખાતા ને ? નીરુમા : હવે તો જરાય અડતા જ નહીં. તીખું-તીખું જોઈએ ને પાછું, બા ? હીરાબા : ખૂબ. નીરુમા : મરચું વધારે જોઈએ ને ? અને તમારે ઓછું જોઈએ. હીરાબા : મારે ઓછું જ નાખવાની ટેવ. નીરુમા : પછી શું કરે દાદા, તીખું જોઈએ ને ? હીરાબા : ઉપર લે. નીરુમા : ઉપર નાખે લાલ મરચું. હીરાબાઃ હવે તો ઓછું થઈ ગયું. નીરુમા : અથાણું કાયમ જોઈએ, બા ? અત્યારે એમને અથાણું જોઈએ. હીરાબા ઃ અથાણું તો જોઈએ ને ! નીરુમા : પહેલેથી અથાણું જોઈએ ખાવામાં ? અત્યારે અથાણું જોઈએ, બા. ગળ્યું બહુ ભાવે છે દાદાને ? હીરાબા : ગળ્યું તો ભાવે.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy