SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી... ૧૫૯ (દાદા-હીરાબા સાથે વાતો જે હોય એ ચાલે નીરુમા : દાદા રોજ નાસ્તો શેનો કરતા'તા સવારે ? હીરાબા : જે હોય એ. નીરુમા (હીરાબાને) જે હોય એ? શું હોય બા? અત્યારે તો બંધ... નીરુમા (દાદાને) : બાને પૂછયું, દાદા સવારમાં નાસ્તો શું કરતા'તા ? તો કહે, “જે હોય તે.' મેં કહ્યું, “અત્યારે બધા જાતજાતનું ને ભાતભાતનું કરીને આપે છે, તોય કશું ખાતા નથી.” દાદાશ્રી : હં. ત્યારે શું કહે છે ? નીરુમા ઃ હવે કશું નહીં બોલે. બીજું શું ભાવતું'તું, બા ? હીરાબા ઢેબરા, શીરો. વો દિન ભી ચલે ગયે. નીરુમા (દાદાને) શીરો બહુ ભાવતો'તો એમ ! નીરુમા (હીરાબાને) : એ તો અત્યારે ભાવે છે. બા, શેનો બનાવતા'તા ? રવાના લોટનો બનાવતા'તા કે ઘઉંના લોટનો, રોટલીના લોટનો ? દૂધનો ? નીરુમા (દાદાને) : રોટલીના લોટનો બનાવતા'તા. ઝીણા લોટનો બનાવતા'તા. દાદાશ્રી : હા. નીરુમા (દાદાને) : દૂધ નાખીને. એવો નહીં ખાવા મળતો હવે તમને, નહીં ? બા ખવડાવતા એવું ખાવાનું નહીં મળતું હોય ? દાદાશ્રી : વો દિન ભી ચલે ગયે.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy