SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જ્ઞાની પુરુષ (ભાગ-૨) ત્યારે સ્ત્રીઓની સમજણ જે કામ લાગે છે એ એટલી ઊંચી સમજણ હોય છે કે ન પૂછો વાત ! સ્ત્રીઓની સમજણ ત્યારે બહુ કામ લાગે છે. એ વર્ષો કાઢી આપે છે, વર્ષોના વર્ષો કાઢે છે. એટલે સ્ત્રીઓને તો શક્તિ, દેવીની પેઠ વંદન કરવા જોઈએ પણ એ ચઢી ના બેસવી જોઈએ, નહીં તો પાછી ચઢી બેસે. સ્ત્રી-પુરુષ બન્ને એકબીજાના પૂરક પ્રશ્નકર્તા (બેન) દાદા, સ્ત્રીઓને લીધે જ પુરુષોનું તેજ હોય છે. દાદાશ્રી : હા, એમાં ના કહેવાય જ નહીં ને ! એ આધાર છે મોટો. પુરુષોને સ્ત્રીઓનો જ આધાર છે, નહીં તો આ પુરુષો તો જો પૈણ્યા વગરના હોય ને, તો કોઈને ઘેર આપણાથી જવાય નહીં. એ નર્યો એંઠવાડો ને ગંદવાડો ને બધો કચરો જ પડ્યો હોય, એમાં તો આપણે પેસાય નહીં. એ તો આ સ્ત્રીના થકી ગૃહસ્થ, નહીં તો ગૃહસ્થ શાનો ? એ તો આ સ્ત્રીને લીધે ગૃહસ્થ, એનામાં વ્યવસ્થા શક્તિ છે. ઑર્ગેનાઈઝિંગ પાવર છે એનામાં. નહીં તો પુરુષો તો આપણે ત્યાં ઘણા હોય ને, તે એની સ્ત્રી પંદર દહાડા પિયરમાં ગઈ હોય અને એ એકલો હોય ને, તો ચાનું ઠીકરું ક્યાંય પડ્યું હોય, કેમેય પડ્યું હોય ! બધો નર્યો એંઠવાડો જ હોય. અને સ્ત્રી આવે ત્યારે કહે, “બળ્યું ! તમારામાં વેતા નહીં ને બધું આનું આ, આવું જ કર્યું છે બધું.” હવે વેતા શબ્દ શું હશે એ તો હું જાણું અને એ જાણતી હશે બેન ! આ તો તારે લીધે શોભે છે, એમનું મકાન ! પ્રશ્નકર્તા (ભાઈ) : એ એમ જ કહે છે. દાદાશ્રી : ના, વાત સાચી છે પણ. એનો ઉપકાર માનવો જોઈએ. અને પુરુષ તો એના કપડાંય પાંસરા ના પહેરે, જો સ્ત્રી ના હોય તો. એય.... ઈસ્ત્રી વગરનું ખમીસ પહેરીને ફર્યા કરતો હોય ! પ્રશ્નકર્તા : દાદા, એકવાર આપે કહ્યું'તું ને કે સ્ત્રીઓ પુરુષોનું તેજ હણે છે, ઢાંકે છે તો એ શું છે ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy