SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] ઘી પીરસવામાં. ૧૦૩ આ કાળમાં જો એડજસ્ટ નહીં થાવ, તો માર ખાશો. માટે આ એક વાક્ય હું આપું છું, “એડજસ્ટ એવરીવ્હેર !” ગમે છે આ શબ્દ ? પ્રશ્નકર્તા : ચોક્કસ. દાદાશ્રી : એડજસ્ટ એવરીવ્હેર. જ્યાં કંઈ ભાંજગડ થવાની થાય ત્યાં એડજસ્ટ થઈ જવું પાછું. નહીં તો પાર નહીં આવે આનો. નહીં તો નર્યા વેર બંધાયા કરશે. એડજસ્ટ થતા ના આવડે એ માણસને માણસ કેમ કહેવાય ? સંજોગોને વશ થઈને એડજસ્ટ થઈ જાય એ ઘરમાં કશીય ભાંજગડ ના થાય. અમેય હીરાબાને એડજસ્ટ થતા જ આવ્યા હતા ને ! ડિફેક્ટને શોધીને કરે રિપેર પ્રશ્નકર્તા : તમે કહ્યું ને હમણાં, ઘી મૂકવામાં મારે પણ એવું થાય છે, તો એનો ઉપાય શું ? હવે શું થાય ? દાદાશ્રી : ઘી મૂકતી વખતે આપણે મૂકવું. ‘તમે પાટિયું રહેવા દેજો, પાટિયું હું મૂકીશ. એ ચૂરમું-બૂરમું તમે મૂકજો.” કહીએ. હું તો શોધી કાઢે આવું. ક્યાં આગળ ડિફેક્ટ (ખામી) છે, તે એ ડિફેક્ટને હું પૂરી કરી આપું. પણ વઢીએ નહીં, ડિફેક્ટને પૂરણ કરીએ. હું તો બહુ વિચારતો આ બધી વસ્તુઓમાં તોવિચાર્યા વગર એક ડગલું આગળ ચાલેલો નહીં. તમારે આવું તો ન જ બોલાય પ્રશ્નકર્તા : દાદા, મારે પણ ઘણીવાર અથડામણ થાય છે. આની પાછળ એવી એક માન્યતા છે કે બૈરાંની બુદ્ધિ પગની પાનીએ, બૈરાંમાં બુદ્ધિ નથી એમ, તો એના ઉપરથી બધા ડખા થાય છે પછી. દાદાશ્રી : ગમે એટલી હોય, પણ તમારાથી આવું તો ન જ બોલાય કે બુદ્ધિ પગની પાનીએ. એ તો તમે મોટામાં મોટું ઈન્સલ્ટ (અપમાન) કરો છો સ્ત્રી જાતિનું. પુરુષ જ્યારે મુશ્કેલીમાં મૂકાય છે
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy