SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] દીકરો તે દીકરી, મહેમાત આવ્યા તે ગયા મહેમાનના આવત-જાવન બન્ને વખતે ખવડાવ્યા પેંડા પ્રશ્નકર્તા : તમને કેટલા સંતાનો થયા ? દાદાશ્રી : સંતાનો બે થયેલા; એક છોકરો ને એક છોકરી હતા. પ્રશ્નકર્તા : અચ્છા. દાદાશ્રી : અને બેઉ મરી ગયેલા. પ્રશ્નકર્તા : એ મરી ગયા ત્યારે આપની અવસ્થા, પરિણતિ કેવી હતી ? દાદાશ્રી : છોકરાનો જન્મ ૧૯૨૮માં થયેલો ત્યારે હું વીસ વર્ષનો હતો. તે છોકરો જન્મ્યો ત્યારે પેંડા ખવડાવ્યા અને પછી હું બાવીસ વર્ષનો થયો ત્યારે એ મરી ગયો, ૧૯૩૧માં એ ઑફ થઈ ગયો. ત્યારે મેં ફરી પેંડા ખવડાવ્યા બધાને. ‘આવ્યો હતો તે ગયો', કહ્યું. પહેલા જે મહેમાન આવ્યો'તો એ ગયો. તે એમને ‘મહેમાન' કહેતો. મહેમાન આવ્યા'તા તે ગયા. પછી દીકરી આવી તેય ગઈ. તે મહેમાન તરીકે કહેતો'તો. શાદી કરી એટલે મહેમાન તો આવ્યા વગર રહે જ નહીં ને ! અને પછી છે તે પાછું દૂધીનું બી નાખ્યું, પાણી નાખ્યું, ખાતર નાખ્યું, એટલે પછી શું થાય ? ઊગી નીકળે દૂધી. અને દૂધી નીકળી
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy