________________
124
શું જૈન ભુગોળ-ખગોળ સાચી છે? કાર્યક્ષેત્રમાં નથી. ૪. પરસ્પરનું અંતર : ભરતક્ષેત્ર લઘુહિમવાન પર્વત સાથે
જોડાયેલ છે. તેની સાથે હિમવંત ક્ષેત્ર પણ જોડાયેલ બતાવ્યું છે. સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે જે બતાવ્યું છે, તે બરાબર છે.
ગંગા અને સિધુની વચ્ચે અયોધ્યા બતાવી છે અને તેનાથી ઉત્તરમાં ૧૧૯ યોજન દૂર વૈતાઢ્ય પર્વત અને દક્ષિણમાં ૧૧૯ યોજન દૂર લવણ સમુદ્ર દર્શાવેલ છે.
આ વર્ણનને ભૌગોલિક સ્વરૂપમાં સમજવાનું નથી. સાંખ્યિકી પદ્ધતિમાં પરસ્પરનું અંતર બતાવવું શક્ય નથી. આ પદ્ધતિમાં પરસ્પરનું અંતર શૂન્ચ કરી દેવામાં આવે છે. તે કારણથી જે તે ક્ષેત્ર કે પર્વત એકબીજાની સાથે જોડાયેલ બતાવે છે. પરંતુ તે બે વચ્ચેનું વાસ્તવિક અંતર હજારો પ્રકાશવર્ષ હોઈ શકે છે. જે ભૌગોલિક રીતે બતાવવું શક્ય નથી. આ પદ્ધતિમાં ભરતક્ષે ગાના વિસ્તારમાં ભૌગોલિક પર્વતો કે નદીઓ દર્શાવવું અસંગત છે અને આગમસં મત પણ નથી. તેથી તેના વર્ણનને માત્ર પ્રતિકાત્મક સમજવું. તેના ઉપર ભૌગોલિક નકશાનું આરોપણ કરવું ન જોઈએ. આ પરિસ્થિતિમાં તેમાં બતાવેલ અંતર વાસ્તવિક ભૌગોલિક અંતર છે નહિ. કદાચ પૂર્વાચાર્યોએ એ પ્રકારે વર્ણન કર્યું હોય તો તે માત્ર ઐતિહાસિક ઘટનાઓને સરળતાપૂર્વક સમજાવવા માટે જ હશે. અયોધ્યાથી વૈતાઢ્યનું અંતર અને લવણ સમુદ્રનું અંતર વર્તમાનમાં વિમાન દ્વારા ફક્ત બે કલાકમાં જ કાપી શકે છે. વળી આ