SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે ઝાકળભીનાં મોતી છે કે રાયચંદભાઈ ઊથલપાથલથી માહિતગાર હતા. વેપારીની દશા ને વ્યથા કેવી હશે, એનો એમનો ખ્યાલ આવ્યો. સામે પગલે ચાલીને વેપારીની દુકાને ગયા. દૂરથી રાયચંદભાઈને આવતા જોઈને જ વેપારીને તો પરસેવો છૂટવા લાગ્યો. એને તો પોતાનો કાળ સામે આવતો હોય તેમ લાગ્યું ! વેપારી એ ધ્રુજતા અવાજે રાયચંદભાઈને કહ્યું : માફ કરજો ! હું ગોઠવણ કરી જ રહ્યો છું, ભલે મારું સર્વસ્વ લુંટાઈ જાય, પણ હું એવચની નહિ બનું. તમે સહેજે ચિંતા રાખશો જે ઝાકળભીનાં મોતી ફક એ કરારના કાગળના ટુકડેટુકડા કરી નાખ્યા. તે ઓ બોલ્યા, ભાઈ, હું જાણું છું કે તમે વાયદાથી બંધાઈ ગયા છો, પણ અત્યારે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. તમે કાર પ્રમાણે ઝવેરાત આપો, તો ભવિષ્યમાં તમારી શી સ્થિતિ થાય, તે હું કલ્પી શકું છું. રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહિ.” વેપારી એમના ચરણોમાં મૂકી પડ્યો. એ બોલ્યો : તમે માનવ નહિ, પણ માનવતાની સાક્ષાત્ મૂર્તિ છો !” * * * નહિ.” રાયચંદભાઈએ કહ્યું : “ચિંતા તને નહિ, પણ મને થાય છે. ” વેપારી વચ્ચે બોલ્યો, “ના, તમે ફિકર ન કરશો. હું બધું વેચીનેય કરારનું પાલન કરીશ.” રાયચંદભાઈએ કહ્યું : “ભલા માણસ, મારી અને તારી ચિંતાનું કારણ આ લખાણ જ છે ને ? આ લખાણને કારણે જ તારી અવદશા થાય તેમ છે. તો લાવ ને, તારી અને મારી ચિંતાનો નાશ કરવા આ લખાણનો જ નાશ કરી નાખીએ. આપણે બંને નકામી ચિંતાઓથી ઊગરી જઈશું.” વેપારી એ દયામણા મોંએ વિનંતી કરતાં કહ્યું, "પણ આપ એવું શા માટે કરો છો ? હું બે-ત્રણ દિવસમાં મારી જવાબદારી અદા કરી દઈશ.” હજી વેપારી વધુ કંઈ બોલે તે પહેલાં તો રાય ચંદભાઈએ હહહહહહહહહહહ 10 હહહહહહહહહહહ રાયચંદભાઈમાંથી રાજચંદ્ર બન્યા, કારણ કે એમનાં કર્મજગત અને ધર્મજગત એકરૂપ હતાં. આજે માનવી બહુરૂપીના જીવનથી હૃદયથી ભાંગી ગયો છે. સાવ કૃત્રિમ જીવન જીવે છે કે આડંબરનો અંચળો ઓઢીને ફરે છે. એનું મુખ્ય કારણ એ છે કે એનું જે કર્મજગત છે એ ધર્મજગત નથી. એનું ધર્મજગત સાવ વેગળું છે. મંદિરનો માનવી જુદો અને મંદિરની બહારનો આઠમી જુદો. ભગવદ્ કથા સાંભળતી. વ્યક્તિ જુદી અને સંસારકથા કહેતી વ્યક્તિ પણ જુદી. વ્યક્તિના વ્યક્તિત્વના આ વિસંવાદે જ એનું જીવન ખંડિત કર્યું છે. માનવી બધું મેળવે છે, છતાં એને જીવન સાવ ખાલીખમ લાગે છે. એ બધુ પામે છે, છતાં સઘળું વ્યર્થ ગયું છે એવો ભાવ એને પીડે છે. માનવી એ ઠંભનું મહોરું કાઢી નાખવું જોઈએ. એનું અસલી જીવન ધર્મ અને કર્મમાં એકસરખું પ્રગટ થવું જોઈએ. તો જે એને કર્મનો સંતોષ મળશે, અને ધર્મથી પરમ શાંતિ લાધશે.
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy