________________
૧
ાયચંદ દૂધ પી શકે, લોહી નહિ !
મુંબઈમાં રાયચંદભાઈ ઝવેરાતનો ધંધો કરતા હતા. વેપાર ખેડે, પણ નીતિ-નિયમથી, પૂરી પ્રામાણિકતા અને સચ્ચાઈથી.
એક વાર એક સોદો કર્યો. રાયચંદભાઈએ બાનાની રકમ આપી દીધી.
સામા વેપારી સાથે નક્કી થયું કે એણે અમુક ભાવે આટલું ઝવેરાત આ તિથિએ આપવું.
બંનેએ કરારના કાગળ પર સહી કરી. ઝવેરાતના બજારમાં મોટી ઊથલપાથલ આવી. ભાવ એકાએક વધવા લાગ્યા. બીજી ચીજમાં થોડી તેજી-મંદી થાય. પણ આ તે ઝવેરાત ! ભાવ વધે એટલે ઊંચા આસમાને જ પહોંચી જાય. વેપારીના હોશ-કોશ ઊડવા માંડયા. દશા એવી આવી કે વેપારી નક્કી કરેલું ઝવેરાત ખરીદે તો એને ઘરબાર હરાજ કરવાં પડે.