SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાકળભીનાં મોતી થઈ ગઈ. એ માછલીઓની રાણી પાસે ગઈ અને એને પૂછ્યું, “આ સાગરનું નામ સાંભળીને તો હું વાજ આવી ગઈ છું. આ સાગર છે શું ? એ રહે છે ક્યાં ?” માછલીની રાણીએ હસતાં-હસતાં કહ્યું, “અરે રમતિયાળ ! આ સાગરમાં તો તારો જન્મ થયો છે. એ જ તારું જીવન છે અને એ જ તારું જગત છે. સાગરમાં તું ઊછરી છે અને સાગરમાં મરણ પામવાની છે. સાગર તારી સત્તા છે અને સાગર તને ઘેરીને પડેલો છે. સાગર એ જ આપણું સર્વસ્વ.” માનવીની દશા રમતિયાળ માછલી જેવી થઈ છે. એની આસપાસ ઈશ્વર છે, છતાં એ દૂર દૂર એને શોધવા નીકળે છે. માનવીનું અસ્તિત્વ ઈશ્વરથી વીંટળાયેલું છે, પણ મૂર્છિત માનવીની આંખે ઈશ્વર ચડતો નથી. મૂર્છા એ ભ્રમણા છે. અમૂર્છા એ ઈશ્વર છે. માનવી આવી અમૂર્છા સાધે તો એ ઈશ્વરને પામી શકે. મૂર્છિત માનવી તો પોતાનામાં રહેલા ઈશ્વરને ખોળવા માટે આખી દુનિયા ફેંદી વળશે ! 162 ૫૪ મજબુત કિલ્લો એક સંન્યાસી જંગલમાંથી જગતમાં આવ્યો. આજ સુધી આશ્રમમાં તો યોગીઓ જ મળ્યા હતા. જગતમાં એવું નહોતું. એમાં તો જેટલા ભગત હતા, એનાથી બમણા ઠગ પણ હતા. સંન્યાસીને એક સંસારીએ કહ્યું, “ગુરુદેવ ! આ તો સંસાર છે. અહીં સારા માણસો મળે તો મળે, બલ્કે નઠારા તો જરૂર મળશે." સંન્યાસીએ હળવાશથી કહ્યું : "જે મળે તે બધા સારા જ છે ને ! ક્યાં કોઈ દુષ્ટ છે ?” પેલા સંસારીએ કહ્યું : “પણ જો આ દુનિયાનો કોઈ દુષ્ટ માનવી તમારા ઉપર હમલો શરૂ કરે તો ?" સંન્યાસી ખડખડાટ હસી પડયો. એણે કહ્યું, “અરે ! એની તો કશી ફિકર નથી. મારો કિલ્લો એવો મજબૂત છે કે 163
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy