________________
ઝાકળભીનાં મોતી
કાર્લાઇલ બેચેન બન્યો. આ તે કેવું ! જે દેહને પોતે અભિન્ન માનતો હતો, તે દેહ બદલાઈ ગયો; અને પોતે તો હતો એવો ને એવો જ રહ્યો !
કાર્લાઇલના વિસ્મયનો પાર ન રહ્યો. પોતે છે પણ પેલું શરીર ક્યાં ?
ધીરે ધીરે ગહન ચિંતનમાં ડૂબતા કાર્લાઇલના મનમાં એકાએક ચમકારો થયો. એણે એની જાતને પૂછ્યું : “અરે ! ત્યારે હું કોણ છું ?”
અને આ જ માનવજીવનનો મહાન પ્રશ્ન છે. જે આ પ્રશ્ન પૂછે છે તે જ જીવે છે. જે આ પ્રશ્ન કદીય પૂછતો નથી તે સદાય મૃત રહે છે.
:
આપણે આપણી જાતને પૂછવાનું છે : “અરે ! હું છું કોણ ?”
માત્ર સામાન્ય જિજ્ઞાસાથી કે બાળસહજ કુતૂહલથી આ પૂછવાનું નથી. આધ્યાત્મિકતાની કોઈ દાંભિકતાથી આ સવાલ કરવાનો નથી. પોતાનું રોમેરોમ ખળભળી ઊઠે, આખુંચ અસ્તિત્વ ડોલાયમાન થાય અને હૃદયમાં ભાવોની ભરતી
ચડે એ રીતે આ પ્રશ્ન પૂછવાનો છે.
આ પ્રશ્નનો જે ઉત્તર મેળવે છે તે તમામ પ્રશ્નનો ઉકેલ પામે છે. એને જીવનનો અર્થ અને ભવનું સાર્થક્ય સાંપડે છે.
160
૫૩
આવી અને સાગર
રમતિયાળ માછલી, રોજ પાણીમાં ગેલ કરે. નિત નવી રમત ખેલે. સહુની સાથે ભેગા મળીને મોજ ઉડાવે.
આ માછલી રોજ એક વાત સાંભળે. કોઈ માછલી કહે, “આહ ! સાગર તે કેવો ! એની લંબાઈ કે ઊંડાઈ માપવાનું આપણું ગજું નહિ.”
બીજી માછલી કહે, “ઓહ કેવો વિરાટ સાગર ! જગતમાં આટલી વિરાટ કોઈ વસ્તુ નહિ હોય ?”
વળી કોઈ ડાહી માછલી કહે, “આ દુનિયા આખી પાણીથી ભરેલી છે. આ સાગર એટલે જ આખી સૃષ્ટિ.”
રમતિયાળ માછલીને જે કોઈ મળે તે સાગરની વાત કરે. કોઈ એના કદની વાત કરે, તો કોઈ એના રૂપની વાત કરે. બધા જાતજાતનાં અને ભાતભાતનાં વર્ણન આપે.
રમતિયાળ માછલી આ બધું સાંભળીને ખૂબ પરેશાન
161