SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જ ઝાકળભીનાં મોતી છે ફફફ ફફફ ઝાકળભીનાં મોતી જ “આ તુંબડી અડસઠ તીર્થ કરીને આવી છે, માટે એનો પ્રસાદ લેવો જોઈએ.” સભાજનોએ તેને મોમાં નાખ્યું તો બધાને ચૂર્ણ કડવું લાગ્યું. બધાની સિકલ બદલાઈ ગયેલી જોઈને હસતાં હસતાં શ્રીકૃષ્ણે કહ્યું : “હવે એ ચૂર્ણને ઘૂંકી નાખો. મેં તો પાંડવોને સમજાવવા માટે આ યુક્તિ રચી હતી. જેમ આ તુંબડીએ તમામ તીર્થોમાં સ્નાન કર્યું છતાં કડવાશ ગઈ નહિ, તેમ બાહ્ય તીર્થોમાં અંતરાત્મા શુદ્ધ થતો નથી.” બાહ્યસ્નાન કે બાહ્યદેખાવથી કશું વળતું નથી. મનની પવિત્રતા સધાવી જોઈએ. “મન ચંગા તો કથરોટમાં ગંગા.' કે બળવાન હોય છે. જે મનનો ઉપયોગ કરે તે બળવાન. જેનો મન ઉપયોગ કરે તે નિર્બળ. માલિક ક્યારેક ગુલામ બને છે. ગુલામ ક્યારેક માલિક બને છે. માનવી અને મન વચ્ચે માલિક-ગુલામનો સંબંધ છે. મન જ્યારે માનવીને ગુલામ બનાવે છે, ત્યારે એની ખૂબી અનેરી હોય છે. એને ખબર ન હોય એ રીતે મન છાનું-છપનું ઘૂસી જાય છે. ધીરે ધીરે કબજો જમાવે છે. એક દિવસ ઘૂસણખોર મન માનવીનો સમ્રાટ બની જાય છે. મોટાભાગના માનવીઓનાં મન જીવનની કોઈ ગોઠવણ, વતરણ કે વ્યવસ્થામાં ખૂંપેલાં હોય છે. બસ, આટલી સત્તા મળે પછી શાંતિનો શ્વાસ લઈશ. ખેર, લાખેક રૂપિયા ભેગા થઈ જાય પછી કામની જંજાળ ઘટાડીશ. માત્ર થોડી, સાવ થોડીક દેહવાસના પૂરી થાય પછી તો સંન્યાસ જ. પણ આવી વેતરણમાં માનવીનું જીવન વણસી જાય છે. મન તો એક મળશે કે બીજું માગશે. બીજું હાંસલ થયું નહિ હોય ત્યાં ત્રીજાની લાલસા જગાડશે. માનવી વિચારે છે કે આજે જરા ગોઠવણ કરી લઈએ પછી કાલે નિરાંતે જીવીશું. મનની અપાર કામનાઓને કારણે આવશ્યકતાઓનો અંત આવતો નથી. જીવનભર માનવી ગોઠવણના ગઢમાંથી બહાર જ નીકળતો નથી. માનવી ‘ચંગા’ મનની મહત્તાને વીસરી ગયો છે. મન એ પરમ શક્તિ છે. મન એ જ મોટી અશક્તિ છે. જાગ્રત વ્યક્તિનું મન શક્તિ છે. અજાગ્રતનું મન વિનાશ ને સર્વનાશ છે. કોઈ કહે છે આનું મન સાવ નબળું છે. સહેજ આઘાત લાગે અને એ ભાંગી પડે છે ! કોઈ કહે કે આને તો થોડોક ઠપકો આપશો તોય ધોધમાર રડવા માંડશે. કોઈને રાતેય મન જંપવા દેતું નથી અને પરિણામે ઊંઘની ગોળી પર ગુજારો કરવો પડે છે. હકીકતમાં મન નબળું છે જ નહિ. મન મન છે. એ નથી નબળું કે નથી સબઈ. માત્ર માનવી નિર્બળ
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy