________________
ઝાકળભીનાં મોતી
ભાઈ ! હવે મારું શું કામ છે ? મને જવા દે.”
“અરે ! એમ તે કંઈ જવાય ? જતાં પહેલાં તમારું ઇનામ તો લેતા જાઓ.”
“અરે ભાઈ ! આમાં તે વળી ઇનામ શેનું ?”
અમીર બિનકાસિમે કહ્યું, “આગમાં ફસાઈ ગયેલા મારા ગુલામોને બહાર કાઢે તેને માટે મેં. એક હજાર દિનારનું ઇનામ જાહેર કર્યું હતું. તમે એ કામ કર્યું છે. માટે ઇનામ લેતા જાઓ.”
ઓલિયા ફકીરે હસતાં હસતાં કહ્યું, “અરે અમીર, આ તો મારું કામ હતું. એમાં ઇનામ શાનું ? બીજા આદમીને આપત્તિ વખતે મદદ કરવી એ હરેક ઇન્સાનની ફરજ છે. મેં મારી ફરજ બજાવી છે. એથી વિશેષ કશું કર્યું નથી.”
આ પ્રસંગ કહે છે કે માનવીએ કર્મ કરવું જોઈએ. પરંતુ જીવનને સાચી રીતે માણવા માટે કર્મથી કામનાને વેગળી રાખવી જોઈએ.
કર્મ જ્યારે પ્રયોજનથી થાય છે ત્યારે કેટલીય ઈચ્છા અને આકાંક્ષાઓ એને ચારે બાજુથી ઘેરી વળે છે. કર્મમાંથી પ્રયોજન ગયું કે કર્મનો આનંદ માનવી પામી શકશે.
જીવનના સાચા સુખ અને સનાતન આનંદને માટે કર્મને કામનાની કેદમાંથી મુક્ત કરવું જોઈએ.
112
૩૪
મન ચંગા તો....
મહાભારતના યુદ્ધ પછી પાંડવો ગોત્રમર્દનના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે તીર્થમાં જવાનો વિચાર કરવા લાગ્યા. તેમણે શ્રીકૃષ્ણ મહારાજ પાસે તીર્થાટનમાં જવાની આજ્ઞા માગી અને તેમને પણ તીર્થાટનમાં સાથે આવવાની પ્રાર્થના કરી પૂર્ણ કર્યું છે
“મારી આ તુંબડીને મારા વતી તીર્થાટનમાં નવરાવજો. હું હમણાં નીકળી શકું તેમ નથી.”
પાંડવો જે જે તીર્થમાં ગયા ત્યાં ત્યાં તુંબડીને નવડાવતા રહ્યા. છેલ્લે દ્વારકામાં આવીને એ તુંબડી શ્રીકૃષ્ણને આપી. શ્રીકૃષ્ણ સભાના દેખતાં એ તુંબડીના ટુકડા કરીને વાટીને ચૂર્ણ બનાવરાવ્યું અને સભાજનોને એક-એક ચપટી આપતાં કહ્યું :
113