________________
ख
થાદ કે ફરિયાદ !
- - - - -
હજ
ઝાકળભીનાં મોતી જ હજ છે સુમ જ પણ ન હોય અને સાહજિક રીતે સુકૃત્ય થતું જાય. જીવનના યજ્ઞમાં આપોઆપ પુણ્યની સંપ્રાપ્તિ થતી હોય છે.
પુણ્ય વિશે કેવો વિચિત્ર ખ્યાલ પ્રવર્તે છે ! પુણ્ય એટલે જાણે બદલાની ભાવનાથી કરાતો કોઈ પ્રયાસ. પારકાને કંઈક આપીએ છીએ અને તે પણ પરભવમાં એટલું પાછું મેળવવા માટે ! બીજાને મદદ કરીએ છીએ પણ તેય પોતાની સુખાકારી માટે, દાન કરતાં પહેલાં પુણ્યની ચિંતા કરી એ છીએ, પુણ્યના માપદંડથી દાનની ગણતરી કરીએ છીએ. એ દીન દાન નહિ પણ સ્વાર્થ બની જાય છે. એ પુણ્ય પુણ્ય નહિ પણ પુણ્ય ખરીદવા માટે કરેલા પ્રયત્ન બની રહે છે.
પ્રાપ્તિની ઝંખનાથી પ્રભુ કેટલોય દૂર વસે છે. જ્યાં સ્વાર્થ હોય ત્યાં ગતિ ક્યાં ? સ્વાર્થમાં એક હિસાબી સમજ હોય છે. પુણ્યમાં અણસમજ જ એનો આધાર હોય છે. પરમાર્થમાં જ પુણ્ય વસે છે.
પુણ્ય મેળવવા માટે કોઈ પૂર્વશરત હોતી નથી. એની કોઈ રીત નથી કે એનું કોઈ માપ નથી. જીવનમાં આપોઆપ અને સાહજિકપણે થતી પ્રવૃત્તિમાં જ પુણ્યનાં બીજ પડેલાં છે.
સૂફી સંત બાયજીદ. ઈશ્વરભક્તિમાં સદા મસ્ત રહે. ગમે ત્યાં જાય, ગમે તે કરે, પણ હૃદયમાં સતત પ્રભુનું રટણ ચાલ્યા કરે.
એક વાર પોતાના ભક્ત-સાથીઓ સાથે રસ્તા પરથી પસાર થતા હતા. સંત બાયજીદના પગ ચાલે, પણ મને તો ઊડી ઈશ્વરભક્તિમાં ડૂબેલું હતું.
રસ્તામાં એક પથ્થર હતો. સંત બાયજીદના પગે તે વાગ્યો. પગમાંથી લોહી વહેવા માંડયું. સંત જમીન પર બેસી ગયા.
પગમાંથી લોહી વહ્યું, પણ સંતે પગને સહેજે હાથ અડાડ્યો નહિ. એ બંને હાથ જોડીને, માથું આકાશ ભણી ઊંચું રાખી પ્રભુનો અહેસાનું માનવા લાગ્યા.
ફફફફ88888 96 88888888888