________________
૧૧]
જેવું આપણું અંત, એવી આખી
આલમ –––––––––
ઘોર હતાશા અને ગમગીન વિષાદથી ઘેરાયેલા એ યુવાને કહ્યું, કે આ ખી દુનિયા મારી દુમન છે. આ નઠારા જગતે મારી શક્તિઓને રૂંધી નાખી, મારી તાકાતને તોડી નાખી અને મારા જીવનને છિન્નભિન્ન કરી નાખ્યું ! કેવી આવડત હતી મારી ! શું પ્રતિભા હતી મારી ! કેવાં કેવાં ભવ્ય સ્વપ્ન રચ્યાં હતાં, અને આજે તો એ સ્વપ્નો નહિ, બલ્ક સ્વપ્નોનો ભંગાર પણ મારી પાસે નથી..
એ યુવાનને પૂછ્યું કે શા માટે જગતે તારા જીવનમાર્ગમાં કાંટાઓ પાથર્યા ? શા માટે તારી જીવનસરિતા રૂંધી નાખી ?
ત્યારે એણે એટલું જ કહ્યું કે જે વ્યક્તિનો મોહ અને ચીજનો લોભ હતો તે મને મળી નથી. ક્યારેક ગુસ્સો થતાં મિત્રો માં ફેરવી બેઠા છે. મને શંકા છે કે જગતની એકેએક
હ $$$$$$ ઝાકળભીનાં મોતી હહહહહહહહ વ્યક્તિ મને ખતમ કરવા મારો પીછો પકડી રહી છે.
હકીકતમાં આ યુવાન હતાશાવો નહિ પણ હૃદયની દુભવનાઓનો શિકાર બન્યો હતો. જગત એનું શત્રુ નહોતું પણ એની જાત એનો શત્રુ બની ગઈ હતી !
શંકા-કુશંકા, આશા-નિરાશા, નિંદા-કોધ અને મોહમાયા એ ભાવના ઓ તો માનવીના હૃદયમાં વસે છે. પોતાની ભીતરની એ ભાવનાઓ માનવી જુદી જુદી વ્યક્તિઓની ખીંટી પર ટીંગાડતી હોય છે.
જે હૃદયને ક્રોધથી ભરે છે તે સામે ક્રોધને પામે છે. જે મોહથી જુએ છે એને બધે આ સક્તિ જ લાગે છે. જે લોભી હોય છે તેને એમ લાગે છે કે જગત આખું એને લૂંટી લેવા માગે છે. જે શંકાશીલ હોય છે તે પોતાના અંગત માનવીઓ પર પણ શંકાનો ચાંપતો ચોકીપહેરો રાખતો હોય છે.
જેવી વ્યક્તિ એવો પ્રતિધ્વનિ ! જેવો માનવી એવું વાતાવરણ ! દુભવનાઓથી ભરેલો માનવી ચારેકોર વિષાદ અને હતાશાનો અનુભવ કરે છે અને પરિણામે પોતાનું જીવન બરબાદ કરે છે. નિંદા ખોર બીજા લોકોના જીવનનાં નાનાં નાનાં છિદ્રો શોધતો ફરે છે. કારણ કે એનું આખુંય હૃદય કુશંકાથી કોહવાઈ ગયું હોય છે. ક્રોધી માનવી પોતાના ક્રોધ પરનો કાબુ ગુમાવી બેસે છે અને એને કારણે જગત તરફ સતત હૈયાવરાળ કાઢતો હોય છે.