SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ | દારૂનિષેધ - રાજ્યને આવક કરવાની જરૂર હોય તો તેમ કરવાના બીજા અનેક રસ્તા છે પણ ગરીબ, અજ્ઞાન ને જંગલમાં વસતી કોમને દારૂ પાઈ પોતાનું મહેસૂલ વધારવું એમાં મહાપાપ છે. જે પ્રજા અજ્ઞાન અને રંક છે, જે ગરીબડી પ્રજા રાજ્યના આશ્રય ઉપર અને ઉજળિયાત પ્રજાની દયા ઉપર જ નભી રહેલી છે, તેમાં દારૂનો વેપાર કરવો અને તેવી પ્રજાને દારૂવાળાઓના જુલમ અને જાતજાતની આંટીઘૂંટીઓનો ભોગ થઈ પડવા દેવી, તે ખરેખર એ પ્રજા ઉપર અત્યાચાર છે. કોઈ વાર ફરિયાદ સંભળાય છે કે દારૂ બંધ કરવામાં આવે તો લોકો ઘેર ગાળીને પીશે. એ તો બેવડું પાપ, એક તો સરકારી ગુનો, અને બીજું ઈશ્વરે આપેલું પવિત્ર ખોળિયું અભડાવવાનું પાપ. જો શરીર દારૂ ભરવા માટે બનાવ્યું હોત તો ઈશ્વર પીપ જ ન બનાવત ? - પo | બહાદુર બનીએ | ગુજરાત પાસે પૈસો છે, વ્યવસ્થાશક્તિ છે, | વિવેક છે; પણ ગુજરાતને કામદારોની એટલે સ્વયંસેવકોની ખોટ છે. જેને દેશદાઝ હોય તે તમામ ગુજરાતીઓએ પોતાનો એકએક છોકરો દેશસેવાના કામમાં આપી દેવો જોઈએ. ગુજરાતીઓની એબ છે કે લશ્કર-પોલીસ ઉપર આધાર રાખે છે. પણ આપણે થોડા હોઈએ અને ઘણા હલ્લો કરે તો બહાદુરીથી મરતાં | આવડવું જોઈએ. કોઈ રોતો રોતો ન મરે, એ તૈયારી માટે અત્યારથી સાવધ રહેજો. એકબીજાની ખોદણી ન કરવી જોઈએ. એક થાવ. નવજુવાનો પોતાની જવાબદારી લેવા તાલીમ લે. | વિચાર કરી કામ કરશો તો તમને કંઈ તકલીફ નહીં પડે. ગાંધીજીએ આપણને તાલીમ આપી છે એ શોભાવજો. ઈશ્વર પાસે માગું છું કે તમારી જવાબદારી તમે ઉપાડી શકો. પ૧ ]
SR No.034294
Book TitleSardarni Vani Part 01
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2001
Total Pages41
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy