SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા-પાલન તલવાર ચલાવી જાણે છતાં જે તલવાર મ્યાન રાખે તેની જ અહિંસા સાચી કહેવાય. કાયરોની અહિંસાની કિંમત કેટલી ? રાજાઓના દોષ જોતાં પહેલાં આપણે આપણી નામર્દીને ન ભૂલવી જોઈએ. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય ! તમારા સિવાય તમારો ઉદ્ધાર બીજો કોઈ કરવાનો નથી. અહીં કેટલાક મિત્રો જે મારગ લઈ રહ્યા છે તે ઊલટો મારગ છે. હું કહું છું કે આ ફજેતો કરવો છોડી દો. જેને લાજ નથી તેની લાજ શી જવાની છે ? જે પોતાની લાજનું રક્ષણ નથી કરતો, તેની લાજ બીજું કોણ બચાવી શકવાનું હતું ? તાકાત વગર બોલવાથી ફાયદો નથી. દારૂગોળા વગર જામગરીથી ભડકો નથી થવાનો. ન ૪૮ ] તે તમારી લડત - પ્રાણ લેવાનું આ જ ગતમાં પરમેશ્વર સિવાય કોઈના હાથમાં નથી. જવાનો વખત આવ્યો ત્યારે મોટા રાજામહારાજાઓ પણ પલકમાં ચાલ્યા ગયા ને એમને કોઈ રોકી શક્યું નહીં. મોટી સલ્તનત પણ એમ જ એના પાપના ભારથી ચાલી જશે ત્યારે કોઈ તેને રોકનાર નથી. કોઈ સત્તા એવી ખુમારી રાખતી હોય કે એ લાઠીથી ને ગોળીથી ને બૉમ્બથી એનો અમલ ચલાવી શકશે તો એ મિથ્યાભિમાન છે. મેં ખેડૂતને બીજી એક વાત પણ શીખવી રાખી છે કે આ લડત સભ્યતાની છે. તેને જરા પણ અસભ્યતા કરીને દૂષિત કોઈ ન કરશો અને સભ્યતા છોડવી પડે એવો પ્રસંગ ઊભો થાય ત્યારે દેશ છોડજો પણ સભ્યતા ન છોડશો. જો મર્યાદા છોડીએ તો આપણે બદનામ થઈએ. જેના પવિત્ર નામથી આ મહાન ધાર્મિક યુદ્ધ આદરેલું છે તેની પવિત્રતા સાચવજો અને સાચવી ન શકો એમ લાગે તો તમારી જગા છોડી જ જો. એથી પરિણામ રૂડું જ થશે.
SR No.034294
Book TitleSardarni Vani Part 01
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2001
Total Pages41
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy