SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ હતાં. સૌ મનોમન વિચારી રહ્યા હતા કે પ્રભુભક્તિ અને ગુરુભક્તિનો આવો અનેરો લાભ કોના ફાળે જ શે ? કયો પુણ્યશાળી પ્રભુને તથા ભાગ્યશાળી ગુરુવલ્લભને ગાદી આસીન કરશે? લોકો ખૂબ ઉત્સાહથી બોલી આગળ વધારી રહ્યા હતા. જ્યારે ગુરુ વલ્લભની બોલી શરૂ થઈ ગુરુભક્તો એક એક લાખથી બોલી વધારતા ગયા અને બોલી નવ લાખ સુધી પહોંચી. ભલે ૨૫ લાખ રૂપિયા થાય તો પણ આ બોલી આપણે બોલવી એવા નિશ્ચય સાથે ભક્તો આવ્યા હતા. આ વાતાવરણમાં પૂ. સાધ્વીજીએ શ્રીસંઘ પાસે નમ્ર ભાવે નિવેદન કર્યું કે આ બોલી હું શૈલેષભાઈ કોઠારીને આપવા ચાહું છું. એટલા માટે આ બોલી અહીંયા સમાપ્ત કરી દો, એવી મારી ભાવના છે. પછી તેઓની ભાવનાથી શ્રીસંઘે સર્વાનુમતે આ બોલી ગુરુવલ્લભના દિવાના શ્રી શૈલેષભાઈને આપીને એમને લાભ આપ્યો. ૧૯૮૬ની ૧૫મી જૂનને રવિવારે દિલ્હીમાં સંક્રાતિના દિવસ નિમિત્તે અને દાદાગુરુ શાસનપ્રભાવક વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની પુણ્યતિથિની ઉજવણી અર્થે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમયે મહત્તરાશ્રીજી અસાધ્ય વ્યાધિથી ગ્રસ્ત હતાં અને તેઓનું આયુષ્ય દિવસે દિવસે ક્ષીણ થતું જતું હતું. અસહ્ય શારીરિક પીડા હતી. થોડું બોલતાં હાંફ ચડી જતો હતો. પંદરેક મિનિટ બેસે પછી સુઈ જવું પડતું હતું. પણ જાગૃતિ એવી કે ફરી પાછાં બેઠાં થઈને સ્વસ્થતાથી કાર્ય આગળ ધપાવતાં હતાં. એમને કાને ઓછું સંભળાતું એટલે મુલાકાતીઓને જરા જોરથી બોલવાનું કહેતાં અને પ્રસન્નવદને ઉત્તર આપતાં. અપાર શારીરિક અસ્વસ્થતા હોવા છતાં એમનું આત્મિક બળ અદ્ભુત હતું. અગાઉના દિવસે ૧૪મી જૂને બહારથી આવેલાં શ્રાવક-શ્રાવિકાઓ સાથે સતત વાતચીત કરવાથી શ્રમિત થયાં હતાં. સંક્રાંતિના દિવસે વલ્લભસ્મારક પરનાં જિનમંદિરોની જિનપ્રતિમાઓની બોલીના આદેશનો કાર્યક્રમ હતો. ત્યાં પૂ. મૃગાવતીશ્રીજી મહારાજે પોતાના હૃદયની ભાવના વ્યક્ત કરી કે, ‘ભાઈઓ, મારી ભાવના છે કે કોઈપણ બોલી સવાલાખ મણથી નીચે ન જવી જોઈએ.’ મહત્તરા મૃગાવતીશ્રીજી મહારાજની અમૃતભરેલી વાણીને સૌએ ઝીલી લીધી અને જોતજોતામાં અડધા કલાકમાં પ્રભુપ્રતિમાઓ તથા ગુરુપ્રતિમાઓની ૧૮૦ નવી પેઢીનું નૂતન તીર્થ બોલીઓ ૭૨ લાખ સુધી પહોંચી ગઈ. મહત્તરા મૃગાવતીજી મહારાજની સાધના, આરાધના, તપસ્યા, સાચી ગુરુભક્તિ અને નૈષ્ઠિક બ્રહ્મચર્યનો આ પ્રભાવ હતો. સૌ પારાવાર આશ્ચર્ય અનુભવતા હતા કે આ કાર્યમાં એમને કોણ અદૃશ્ય રૂપે મદદ કરી રહ્યું છે આત્મબળના સહારે સતત પાંચ-છ કલાક સુધી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રેરણા આપતા રહ્યાં. વળી એમણે પ્રાસંગિક વક્તવ્ય પણ આપ્યું. એ દિવસે બપોરે ઉત્તર ભારતની શ્રી આત્માનંદ જૈન મહાસભાનું એક અધિવેશન પણ યોજાયું તેમજ સમાજસેવકો અને સાહસ કરનારા વીરબાળકોનું અભિવાદન થયું. અહીં પણ તેઓ અઢી કલાક સુધી સ્વસ્થતાપૂર્વક બેસી રહ્યાં અને વખતોવખત માર્ગદર્શન આપતાં રહ્યાં. શારીરિક વ્યાધિ અસહ્ય હોવાથી અકથ્ય પીડા થતી હતી, છતાં પ્રસન્ન અને સસ્મિત વદને તેઓ સઘળી કાર્યવાહીમાં ઉત્સાહભેર ભાગ લેતાં હતાં. આવી હતી એમની આત્મશક્તિ. સમાજમાં શ્રેય માટે અનેક યોજનાઓની રચના કરતાં હતાં અને એક ઉચ્ચ કક્ષાની આદર્શ સ્કૂલ, નારીપ્રશિક્ષણ કેન્દ્ર અને વિશાળ ધર્મશાળા બનાવવાની તીવ્ર અભિલાષા રાખતાં હતાં. સ્મારકના મંત્રી શ્રી રાજ કુમાર જૈનને એમણે કહ્યું કે જે દિવસે આ ત્રણ બનશે, એ દિવસે મારો સંકલ્પ પૂર્ણ થશે. તેઓ વારંવાર કહેતાં હતાં કે ‘ક્યારેય ગભરાશો નહીં, સ્મારકની ભૂમિ પર તો પ્રભુની કૃપા વરસે છે. ધનની એટલી વર્ષા થશે કે તેને સંભાળવી મુશ્કેલ બનશે.’ હકીકત એ છે કે સાધ્વીશ્રી મૃગાવતીજીને જૈન સમાજના પ્રત્યેક ક્ષેત્રના ઉત્કર્ષમાં ઊંડી રુચિ હતી. આવાં કાર્યો માટે એ અપીલ કરતાં અને કાર્ય સિદ્ધ થઈ જતું, આથી સહુ કોઈ એમ કહેતા કે એમની જિવા પર સરસ્વતી અને લક્ષ્મી બંનેનો વાસ છે. અહીંયાં એક વિરાટ સ્વપ્નનું સર્જન થયું. વલ્લભસ્મારક સ્વયં જૈન સ્થાપત્યકલાનું એક અદ્વિતીય પ્રતીક છે. એક હજાર વર્ષ પૂર્વે જે સ્થાપત્યકલા ભારતવર્ષમાં પ્રચલિત હતી, તે અનુસાર આ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું.
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy