SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ એવી પૂ. મૃગાવતીજીની ભાવનાને પુષ્ટિ આપતી આ ઔષધાલય સંસ્થા દ્વારા એક ચાલતી (મોબાઈલ) ઔષધાલય સેવાનો પ્રારંભ થયો. શ્રી ધર્મચંદજીના પુત્ર શ્રી પદમચંદ જૈન અને તેમના ભાઈ પણ ફાઉન્ડેશનના સંચાલનમાં ધ્યાન આપે છે. ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટનો વિકાસ તેના ચૅરમેન જિનશાસન - અનુરાગી, દીર્ધદૃષ્ટા, શિક્ષાપ્રેમી શેઠ પ્રતાપભાઈ ભોગીલાલ; વાઇસ ચેરમેન ભક્તહૃદયી શ્રી પ્રકાશભાઈ; સંસ્થાના વાઇસ ચેરમેન, સમર્થ વિદ્વાન, સમર સ્કૂલોના સંચાલક તથા માર્ગદર્શક એવા ૫. જીતુભાઈ; માન મંત્રી શ્રી મહેન્દ્રભાઈ શેઠ; શિક્ષાપ્રેમી શ્રી ડી. કે. જૈન વગેરેના માર્ગદર્શન નીચે થતો રહ્યો. આ સંસ્થાના પુસ્તકાલયમાં આગમ, પ્રકરણ, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, વૈદક, કાવ્ય, અલંકાર, કોશ, રાસ, ચોપાઈ, કથા, ભક્તિ સાહિત્ય, સ્તોત્ર, સ્તવન, સંજઝાય, પટ્ટાવલી, રત્નશાસ્ત્ર, સામુદ્રિક, નિમિત્ત, શુકનશાસ્ત્ર તથા બૌદ્ધ , દિગંબર, વૈદિક, વૈશેષિક, પુરાણ વગેરેને લગતું સાહિત્ય સંગૃહિત થયેલું છે. આ સંસ્થાના તત્ત્વાવધાનમાં કાર્યશાળાનાં આયોજનો થતાં રહ્યાં, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ અને વિદ્વાનો અહીં આવીને અધ્યયન-અધ્યાપન કરવા લાગ્યા. એના દ્વારા કાર્યશિબિરો, સંગોષ્ઠિઓ, વ્યાખ્યાનમાળા, લિપિજ્ઞાન પ્રશિક્ષણ વગેરેનું આયોજન થવા લાગ્યું અને એમાં દેશભરના સંશોધકો ઉપસ્થિત રહીને ગહન શોધ કાર્યમાં જોડાતા ગયા. મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજને શ્રદ્ધેય પૂર્વાચાર્યો પ્રત્યે અત્યંત આદરભાવ હતો. આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સાધ્વી યાકિની મહત્તા દ્વારા બોધ પામીને ૧,૪૪૪ ગ્રંથોની રચના કરી. એવા મહાન આચાર્યની સ્મૃતિરૂપે શોધપીઠના પ્રવચન હૉલનું નામ ‘આચાર્ય હરિભદ્રસૂરિ હૉલ' રાખ્યું અને જ્યાં આચાર્ય વિજયવલ્લભસૂરિજીની વિશાળ પ્રતિમા છે તે મુખ્ય મંડપની નીચેના મોટા મ્યુઝિયમ હૉલનું નામ “આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજી હૉલ' રાખ્યું. મહત્તરા સાધ્વીજીની મુખ્ય શિષ્યા સાધ્વી સુજ્યેષ્ઠાજી અતિ સરળ અને સેવાભાવી હતાં અને ૧૯૮૫ની નવમી નવેમ્બરે તેઓ કાળધર્મ પામતાં સ્મારકની ભૂમિ પર જ એમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો અને અહીં તેમના નવી પેઢીનું નૂતન તીર્થ સમાધિસ્થળની રચના થઈ. એમની સ્મૃતિમાં ધર્મપ્રવૃત્તિ માટે ‘સાધ્વી સુજ્યેષ્ઠાશ્રી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ. હિતભાષી, સ્ફટિક જેવું નિર્મળ જીવન ધરાવનાર અને સતત પ્રભુભક્તિમાં રમમાણ રહેનાર સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજીને મહત્તરાજી કહેતાં હતાં કે, “બહેન, તેં મારી અને માતાગુરુની જે સેવા કરી છે, એનો બદલો અમે કેવી રીતે ચૂકવીશું ?' ઉત્તરમાં સુજ્યેષ્ઠાશ્રી મહારાજ કહેતા, “મહારાજજી, મેં તો આપની કાંઈ સેવા નથી કરી.” હકીકતમાં સુજ્યેષ્ઠાજી મહારાજે મૃગાવતીજીની અનુપમ સેવા કરી હતી. પોતાની સફળતાનો સઘળો યશ મૃગાવતીજી માતાગુરુ શીલવતીજી મહારાજ અને સેવા, સાધના અને સમર્પણની મૂર્તિ સમા સુયેષ્ઠાજીને આપતાં હતાં. તેઓ કહેતાં હતાં કે મા તો માં હતાં, પણ સુષ્માજીએ કરેલી સેવા એ અનુપમ હતી. સુજ્યેષ્ઠાજી એમના શિષ્યા હોવા છતાં એમણે અપાર વાત્સલ્યથી કરેલી સાધ્વીશ્રી મૃગાવતીજીની સેવાને કારણે તેઓ તેમને “માતા'ની ઉપમા આપતાં હતાં. સેવા, સાધના, સમર્પણ અને સરળતા જેવા ઉચ્ચ ગુણોથી સાધ્વી સુજ્યેષ્ઠાજીએ એમના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. ગુરુ વલ્લભના ભવ્યા સ્મારકમાં સાધ્વી સુજ્યેષ્ઠાજીની સમાધિ બની, જે એમની નિઃસ્વાર્થ સેવા અને નિશ્ચલ ગુરુભક્તિને આભારી છે. સુજ્યેષ્ઠાજીએ પોતાના ગુરુ મૃગાવતીજીની ચાલીસ વર્ષ સુધી અનન્યભાવે સેવા કરી અને મૃગાવતીજીની પહેલાં આત્મપુણ્ય તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. સાધ્વી સુજ્યેષ્ઠાજી મહારાજના કાળધર્મ પછી થોડા સમયમાં પૂ. મહાત્તરાશ્રીજી મહારાજે વાસુપૂજ્ય આદિ ચાર જિનબિંબ, શ્રી ગૌતમસ્વામી, ત્રણે ગુરુમહારાજની નાની મૂર્તિ તથા ગુરુવલ્લભની વિશાળ પ્રતિમાની બોલી ચાલુ કરાવવાનો સંકલ્પ કર્યો. પૂજ્ય મહારાજજીએ શ્રીસંધ સામે એ ભોવના પ્રગટ કરી અને શ્રીસંઘે સહર્ષ સ્વીકાર કર્યો. ૧૩ એપ્રિલ ૧૯૮૬ની સંક્રાંતિના દિવસે બધી બોલીઓ ચાલુ થઈ. પંજાબના તંગ રાજ કીય વાતાવરણને લીધે વિશેષ મહાનુભાવો પંજાબથી દિલ્હી આવી શક્યા નહીં, છતાં લોકોના ઉમંગ, ઉત્સાહ અને ભાવના અનેરા - ૧૯ -
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy