SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ નમ્રતા અને નિઃસ્પૃહતા, પ્રાપ્ત થયું હતું અને શ્વેતાંબર પરંપરા પ્રમાણે તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી હતા. રાજીમતીએ ગિરનાર પર અપ્રતિમ અધ્યાત્મ-સાધના કરી. ચંદનબાળા ભગવાન મહાવીરનાં સર્વપ્રથમ નારીશિષ્યા બન્યાં. એમણે ૧૧ અંગોનું અધ્યયન કરીને સર્વોચ્ચ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એ છત્રીસ હજાર સાધ્વીઓની પ્રધાન આચાર્ય એટલે કે “પ્રવર્તિની’ હતાં. ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શનાએ દીક્ષા લીધી હતી અને ‘અંતકૃત દશા’ અને ‘જ્ઞાતાધર્મકથામાં એવી ઘણી સ્ત્રીઓની કથા મળે છે કે જેમણે દીક્ષા લઈને મોક્ષ પ્રાપ્ત કર્યો હોય. ભગવાન મહાવીરના સમય પૂર્વેની આવી કથાઓ મળે છે. ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજને યાકિની મહત્તરા નામની એક સાધ્વીએ પ્રતિબોધ પમાડ્યો હતો. પોતાના સ્વરચિત ગ્રંથોના સમાપનમાં ‘યાકિની મહત્તા ધર્મસૂન' અર્થાત્ “યાકિની મહત્તરાના ધર્મપુત્ર' તરીકે આગમિક સાહિત્યના સર્વપ્રથમ ટીકાકાર અને સંસ્કૃત-પ્રાકૃતમાં વિપુલ ગ્રંથરચનાઓ કરનાર આચાર્યશ્રી હરિભદ્રસુરિ પોતાનો પરિચય આપે છે. હેમચંદ્રાચાર્યએ પોતાના આચાર્યપદ મહોત્સવ સમયે પોતાનાં માતા પાહિણીને ‘પ્રવર્તિની' પદ પર સુશોભિત કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. યુગપ્રવર શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે પંજાબની સર્વપ્રથમ દીક્ષિત થનારી જૈન સાધ્વીશ્રી દેવશ્રીજી મહારાજને સર્વગુણસંપન્ન જાણીને પોતાના જ શુભહસ્તે ‘પ્રવર્તિની’ પદથી વિભૂષિત કરીને સમાજ સામે એક આદર્શ ઉપસ્થિત કર્યો હતો અને જિનશાસનરત્ન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી દેવશ્રીજી ‘પ્રવર્તિની’ને સદૈવ ધર્મમાતા માનીને સમાદર કર્યો હતો. જૈનભારતી, પરમ વિદુષી, સાધ્વીરત્ન શ્રી મૃગાવતીજી મહારાજે છેલ્લાં પચીસ વર્ષમાં ઉત્તર ભારતના જૈન ઇતિહાસમાં કરેલાં એક પછી એક ભવ્ય કાર્યોને દર્શાવીને તેમજ કૉલકાતા અને બંગલુરુમાં કરેલાં ધાર્મિક કાર્યોની વિગત આપીને ઉત્તર ભારતના શ્રીસંઘોએ એમ લખ્યું કે, ‘ગુરુદેવનું નામ રોશન કરવા માટે આ સાધ્વીજીએ શું શું નથી કર્યું ?' સમગ્ર શ્રીસંઘ એમના પ્રત્યે અડગ ભક્તિભાવ અને અખૂટ શ્રદ્ધા ધરાવતો હતો. સાધ્વીરત્નશ્રી મૃગાવતીજીના કારણે ઘણા શ્રાવક-શ્રાવિકાઓનાં જીવનમાં ધર્મનો શાશ્વત પ્રકાશ પથરાયો હતો. સાધ્વીજીનું વ્યક્તિત્વ, વિચારપૂર્ણ વ્યાખ્યાન અને એમના માનવીય ગુણો સહુના હૃદયને સ્પર્શી જતા હતા. એમની પાસે જ્ઞાનની ગહનતા હતી, તો હૃદયના ઊજળા ભાવોની મીઠાશ હતી. એક બાજુ વિનમ્રતા અને બીજી બાજુ તેજસ્વિતા - બંને એકસાથે શોભતાં હતાં. એમના સ્વભાવમાં નિખાલસતા, નિરાભિમાનતા અને ન્યાયપ્રિયતા હતાં. એને પરિણામે એમની પાસે આવનારને એમની સત્યદૃષ્ટિ અને કરુણાદૃષ્ટિ એમ બંનેનો એકસાથે અનુભવ થતો. એમનાં તેજસ્વી વ્યક્તિત્વ અને હૃદયસ્પર્શી વ્યાખ્યાનોને પરિણામે વિશાળ જનસમૂહ એમની ભક્તિમાં તરબોળ હતો, પરંતુ સાધ્વીશ્રી મૃગાવતીજીનો સતત જાગ્રત આત્મા આનાથી સર્વથા નિસ્પૃહ હતો. તેઓ જીવનની પ્રત્યેક પળે સંયમ-સાધનાના પરમ મંગલકારી માર્ગમાં સહેજેય ચૂક ન થવાય તેની અહર્નિશ જાગૃતિ રાખતાં હતાં. પંજાબના સમસ્ત શ્રીસંઘે ગચ્છાધિપતિ પરમાર ક્ષત્રિયોદ્ધારક જૈનાચાર્ય શ્રીમદ્ વિજયઇન્દ્રન્નિસૂરિજી મહારાજને ભક્તિસભર હૃદયે નમ્ર અરજ કરી કે અમારી ઇચ્છા આગામી મકરસંક્રાંતિએ સાધ્વીશ્રી મૃગાવતીજીને ‘પ્રવર્તિની’ની પદવી આપવાની છે. આચાર્યશ્રીએ આ વિનંતીને અતિ આનંદભેર મંજૂરીની મહોર મારી, એટલું જ નહીં, ૧૯૭૯ની ૧૪મી જાન્યુઆરીએ એટલે મકરસંક્રાંતિના પર્વ દિને લુધિયાણામાં સાધ્વીશ્રીને ‘પ્રવર્તિની'ની પદવી આપવાની ઘોષણા કરી. વળી, સાથોસાથ એમ પણ કહ્યું કે, ૧૯૭૯ની ૧૦મી ફેબ્રુઆરીએ શ્રી કાંગડા તીર્થમાં થનારા નૂતન જિનાલયના શિલારોપણના શુભકાર્ય પ્રસંગે એમને આ પદવી સમસ્ત શ્રીસંઘની ઉપસ્થિતિમાં તેઓ સ્વયં આપશે. કેવી વિરલ ઘટના બની કે જ્યાં સ્વયં ગચ્છાધિપતિ આચાર્યશ્રી પોતાના સમુદાયના સાધ્વીજીના વિમળ, પ્રભાવશાળી અને ઉત્કૃષ્ટ ધર્મકાર્યથી યુક્ત એવા વ્યક્તિત્વનું અભિવાદન કરવાનું વિચારે. પંજાબના શ્રીસંઘમાં આનંદનો સાગર લહેરાવા લાગ્યો. ચોતરફ ઊછળતો ઉત્સાહ નજરે પડતો હતો. આચાર્ય
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy