SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-કાંતિના ઓજસ પ્રેરણાની પાવનમૂર્તિ છે. દિલ્હીમાં રહી તમામ પ્રયત્નો કરીને શ્રીસંઘને આને માટે સમુચિત માર્ગદર્શન આપો. દિલ્હીમાં જૂન, ૭૬માં ગીતા અને કર્મયોગ, આર્યસંસ્કૃતિ, ગુરુઓનું પ્રદાન, જૈનદર્શન અને વિજ્ઞાન, જૈન આચાર વિચાર જેવા વિષયો ઉપર પૂ. સાધ્વીજીના વ્યાખ્યાનો યોજાયા. એવામાં પંજાબનો પોકાર સંભળાયો. અગાઉ પંજાબનો શ્વેતાંબર જૈનસમાજ કુશળ નેતૃત્વ અને સબળ માર્ગદર્શનને અભાવે વિસ્મૃતિના ગહન અંધકારમાં વિલીન થતો જતો હતો, ત્યારે પૂ. શ્રી બુટેરાયજી મહારાજે સહુના હૃદયમાં એ ભાવના જાગ્રત કરી કે મૂર્તિપૂજાનો શાશ્વત ભાવ વિલીન થવો જોઈએ નહીં. એમણે પંજાબની સુષુપ્ત ચેતનાને જ ગાડી. શ્રી બુટેરાયજીએ શ્રી બુદ્ધિવિજય બનીને પંજાબમાં ક્રાંતિનું આંદોલન સર્યું અને પછી લહરામાં એવી ધર્મપ્રભાવનાની લહેર ઊઠી કે શ્રી આત્મારામજી મહારાજ સ્વયં શ્રી વિજયાનંદસૂરીશ્વરજીના રૂપમાં આવ્યા અને પંજાબના સમાજ માં નવચેતનાનો સંચાર કર્યો. એમના જ આદેશથી પંજાબ કેસરી કલિકાલકલ્પતરુ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે સમાજને ગૌરવ અપાવ્યું. જાણે આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી અને આચાર્યશ્રી વિજયઇન્દ્રદિનસૂરિજીએ જૈનભારતી મૃગાવતી શ્રીજીને કાર્યસિદ્ધિ માટે દિવ્યશક્તિના રૂપમાં અહીં મોકલ્યાં. દિલ્હીથી વિહાર કરીને લુધિયાણા જવા નીકળ્યાં ત્યારે માર્ગમાં કુરુક્ષેત્ર પાસે પીપલી ગામમાં શ્રીમતી સંતોષબહેન મોતીસાગરજીએ ભવ્ય રીતે સાધ્વીજીનો પ્રવેશ સમારોહ યોજ્યો હતો. આ વિહારમાં પીપલી, કુરુક્ષેત્ર વગેરે સ્થળોએ પૂ. સાધ્વીશ્રીજીનાં જાહેર વ્યાખ્યાનોમાં આસપાસનાં ગામોમાંથી પણ મોટી સંખ્યામાં જૈન-જૈનેતર ભાવિકોએ લાભ લીધો હતો. હવેના ચાતુર્માસ માટે લુધિયાણા તરફ વિહાર કરતાં માર્ગમાં સરહન્દ ગામમાં હતાં ત્યારે જેઠ વદ આઠમના રોજ મુરાદાબાદમાં આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીના કાળધર્મ પામ્યાના સમાચાર મળ્યા અને સાધ્વીજીના હૃદય પર વજાઘાત થયો. મનમાં એવો વસવસો પણ થયો કે એમણે સોંપેલાં કાર્યોમાં વલ્લભસ્મારકનું કાર્ય તેઓ પૂર્ણ કરી શક્યાં નહીં, પરંતુ એ પછી એમના પટ્ટધર પરમાર ક્ષત્રિયોદ્ધારક ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયઇન્દ્રદિસૂરિજીએ સાંત્વના આપવાની સાથે એમનો ઉત્સાહ વધાર્યો અને કહ્યું કે વલ્લભસ્મારકનું કાર્ય પૂર્ણ કરો અને કાંગડા તીર્થનો ઉદ્ધાર કરો. આ રીતે ગુરુત્રયીની પ્રેરણા પામીને સાધ્વીજી ફરી એકવાર કાર્યસિદ્ધિ માટે કટિબદ્ધ થયાં. તે પછી ૧૯૭૭ની ૮મી જૂને લુધિયાણામાં એમનો ભવ્ય ઐતિહાસિક નગરપ્રવેશ થયો અને આ ૩૯મા ચાતુર્માસનો પ્રારંભ થતાં ધર્મઆરાધનાનો ઉત્સવ શરૂ થઈ ગયો. આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી સ્થપાયેલી લુધિયાણા શ્રીસંઘની શ્રી આત્મવલ્લભ જૈન પાઠશાળાનો રજતજયંતી મહોત્સવ ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે ઊજવવામાં આવ્યો. આ સમયે નિસ્વાર્થ ધર્મશિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. પાઠશાળાને માટે સારું એવું ફંડ એકઠું થયું. પર્યુષણ પર્વની આરાધના થઈ. ત્યારબાદ લુધિયાણામાં શ્રી આદીશ્વર જૈનમંદિરનું અધૂરું કાર્ય પૂર્ણ કરવાનો દઢ સંકલ્પ કર્યો અને સાધ્વીશ્રીના અથાગ પ્રયત્નને પરિણામે એ નિર્માણકાર્ય પૂર્ણ થઈ શક્યું, એટલું જ નહીં પણ ૧૯૭૮ની વીસમી ફેબ્રુઆરીએ એનો પ્રતિષ્ઠા-મહોત્સવ પણ સર્વધર્મસમન્વયી ગણિ શ્રી જનકવિજયજી મ. તથા પૂ. સાધ્વીજીની નિશ્રામાં સાનંદ, સોલ્લાસ સફળ થયો. લુધિયાણાના ઉપનગર સુંદરનગરમાં શ્રી શાંતિનાથ જૈન મંદિરના નામે પાંચમાં જિનમંદિરની સ્થાપના કરવામાં આવી અને આવી પંચતીર્થી સર્જાતાં લુધિયાણા એક ધર્મતીર્થ બની ગયું. ૫૦ વ્યક્તિઓએ શરાબ અને માંસનો તથા ૨૬ વ્યક્તિઓએ સિગારેટનો ત્યાગ કર્યો. નાના-મોટા નિયમો તો ઘણાએ લીધા. આત્મશુદ્ધિ માટે ગૌતમલબ્ધિ છઠ્ઠ, ચિંતામણિ તપ, નવપદજીની ઓળી, પચરંગી તપ વગેરેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. હોમિયોપેથી ઔષધાલય, પોલિયો કૅમ્પ, ઉપાશ્રયની મરામત, નિઃશુલક નેત્રશિબિર, મહિલામંડળમાં જાગૃતિ જેવાં અનેક કાર્યો સાથોસાથ ચાલતાં રહ્યાં. સમાજને ધર્મલાભ તો મળ્યો જ, પણ સમાજના છેવાડાના ગરીબ લોકોને સ્વાસ્યલાભ પણ મળ્યો. લુધિયાણામાં પ્રમુખ સંઘરત્ન લાલા દેસરાજજી જોધાવાલે, શ્રી શ્રીપાલ બિહારે શાહ, ખૂબ સૂઝબૂઝવાળા કર્મઠ કાર્યકર શ્રી સિકન્દરલાલજી ઍવોકેટ, શ્રી રાજ કુમારજી, ર
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy