SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ક્રાંતિના ઓજસ પ્રેરણાની પાવનમૂર્તિ સુશીલકુમારજી, શ્રી રાકેશકુમારજી, મુનિશ્રી રૂપચંદજી, સાધ્વીશ્રી વિચક્ષણશ્રીજી વગેરેની સાથે વિરાટ સાધુ-સાધ્વી સંમેલન યોજાયું. ૮ જુલાઈ, ૧૫ જુલાઈના રોજ પણ વ્યાખ્યાનો થયા. ૨૪ ફેબ્રુઆરી ૭૪ના રોજ આચાર્ય તુલસીની નિશ્રામાં પણ બધા સંપ્રદાયના સાધુ-સાધ્વીએ વક્તવ્યો આપ્યાં.) દિલ્હી જઈને પંજાબકેસરી, ક્રાંતદર્શી, યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજની ભાવનાને અનુરૂપ એમની સ્મૃતિમાં રચાનારા વલ્લભસ્મારકનું કાર્ય સંભાળવા માટે પણ પૂ. સમુદ્રસૂરિજીએ આજ્ઞા આપી. ગુરુની આજ્ઞા અને તે પણ પ્રેરણામૂર્તિ ગુરુવલ્લભને માટે. પછી તો પૂછવાનું જ શું હોય ? આ કાર્યમાં વચ્ચે વચ્ચે અવરોધો આવતા હતા અને તેને પરિણામે કાર્યકર્તાઓનો ઉત્સાહ મંદ પડતો હતો. આ સમયે એમને જોશ જ ગાવવા માટે સાધ્વીજીએ ઘોષણા કરી કે જ્યાં સુધી ગુરુદેવના સ્મારકને માટે ભૂમિ નહીં મળે, ત્યાં સુધી હું ભાત, ગોળ, ખાંડ આદિનો ત્યાગ કરું છું. એમની અભિગ્રહ ઘોષણા સાંભળીને શ્રીસંઘ સ્તબ્ધ બની ગયો. કેટલાક શ્રાવકોએ પણ આ પ્રકારના સંકલ્પની ઘોષણા કરી અને સાધ્વીજીની ઉપસ્થિતિ અને એમના સંકલ્પબળને પરિણામે વલ્લભસ્મારક માટે છ એકર જમીન પ્રાપ્ત થઈ. પાંત્રીસમો અને છત્રીસમો ચાતુર્માસ દિલ્હીમાં થયો અને એ પછી સાડત્રીસમો ચાતુર્માસ ૧૯૭૫માં સરધનામાં કર્યો. સરધનામાં પ્રમુખ બનવારીલાલ અને સેક્રેટરી જગદીશકુમારજીએ ઘણી જહેમત ઉઠાવી હતી. ત્યાં દેરાસર અને ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પં. હિરાલાલજી સરધના આવ્યા ત્યારે પૂ. સાધ્વીજીએ તેમને ૭-૮ દિવસ રોક્યા. વ્યાખ્યાનમાં પ્રશ્નોત્તરી થતાં લોકોનું શંકા-સમાધાન થતું. સમાજમાં જાગૃતિ આવી અને આ રીતે એક વર્ષ સુધી ઉત્તર પ્રદેશમાં વિહાર કરીને જનજાગરણનું ભવ્ય કામ કર્યું. ત્યાં સરધનામાં પૂ. સાધ્વીજીની નિશ્રામાં ધાર્મિક પાઠશાળા, મહિલા મંડળ, યુવક મંડળ વગેરેમાં હોંશભેર પ્રવૃત્તિઓ થવા માંડી. આ જ રીતે ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગરમાં તેઓએ ૧૫ દિવસ સ્થિરતા કરી. શ્વેતાંબરોના ૧૫-૨૦ અને દિગંબરોના ૧000 ઘરોમાંથી શિક્ષિત વર્ગ વ્યાખ્યાનોમાં જૈન સ્થાનક, જૈન - ૧૧૦ અતિથિભવનમાં આવતો. માનવસેવા જેવા વિષયના વ્યાખ્યાનની અસરથી અપંગો વગેરે માટે હજારોનું દાન મળ્યું. સિલાઈ મશીનો અપાવવાથી જરૂરિયાતમંદ લોકોને કામ મળ્યું. જેથી સ્વમાનભેર જીવી શકે. લોકોએ વ્યસનોનો ત્યાગ કર્યો, વહેલના અતિશય ક્ષેત્ર (તીર્થ)માં સાધ્વીજી સાથે બધાએ પાદવિહાર કર્યો. આડત્રીસમો ચાતુર્માસ ૧૯૭૬માં દિલ્હીમાં કર્યો. દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં પૂજ્ય સાધ્વીજી ત્રણ-ચાર દિવસ રહ્યા. ત્યાં વસતા દિલ્હી અને ગુજરાતના શ્રાવક-શ્રાવિકાઓ સાધ્વીજી પ્રત્યે અગાધ શ્રદ્ધા ધરાવતા હતા. ગુજરાતના માંડલ ગામના વતની શ્રી કીર્તિભાઈ ગાંધી અને તેમનાં પત્ની નિર્મળાબહેનની સાધ્વીજી પ્રત્યે અતૂટ આસ્થા હતી. સાધ્વીજીની નિશ્રામાં શ્રી કીર્તિભાઈએ માસક્ષમણ કર્યું. વળી નવી દિલ્હીના આ વિસ્તારમાં તૈયાર થતા ‘ગુજરાત એપાર્ટમેન્ટ’માં એમણે ફ્લેટ લખાવ્યો. એ તૈયાર થયા બાદ એ ત્યાં રહેવા ગયા. એમણે પોતાના એ ફ્લેટનું નામ “મૃગાવતી નિવાસ” રાખ્યું. વળી ફ્લેટના એક ખંડમાં દેરાસર કર્યું અને તેમાં પૂ. આચાર્ય નિત્યાનંદસૂરિજીના હસ્તે કલ્યાણી પાર્શ્વનાથ ભગવાનની સ્થાપના કરાવી. સમય જતાં શ્રીસંધે તે વિસ્તારમાં દેરાસર કર્યું. આ કામમાં પણ શ્રી કીર્તિભાઈ ગાંધી અગ્રેસર રહ્યા. એમણે આ દેરાસરમાં પોતાના ગૃહચૈત્યના કલ્યાણી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પધરાવી. થોડા સમય બાદ ખાલી પડેલા પોતાના ફ્લેટના તે રૂમ માટે તેમણે વલ્લભ-સ્મારક જેવી સાધ્વીશ્રી મૃગાવતીજીની પ્રતિમા એ જ અમદાવાદના પ્રસિદ્ધ શિલ્પી શ્રી વંતિભાઈ પટેલ પાસે તૈયાર કરાવી. પૂજ્ય સાધ્વીજીની આ મૂર્તિની પ્રતિષ્ઠા પાયચંદ ગચ્છના વિદુષી સાધ્વીજી પાસે ધામધૂમપૂર્વક કરાવી. શ્રી કીર્તિભાઈ ગાંધીએ એમની તમામ સંપત્તિ *મહત્તરા મૃગાવતીશ્રીજી સ્મૃતિટ્રસ્ટ'ને અર્પણ કરી દીધી. તેમના ફ્લેટમાં આવેલું સમાધિમંદિર એક દર્શનીય સ્થાન બની ગયું. તેમાં સરસ્વતીદેવી અને પદ્માવતીદેવીની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ગુરુદેવશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીએ ૧૯૭૬ની ત્રીજી ફેબ્રુઆરીએ તો એમને આદેશપત્ર આપ્યો કે વલ્લભ-સ્મારકનું આ કાર્ય તમારે જ પૂર્ણ કરવાનું
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy