SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-કાંતિના ઓજસ પ્રેરણાની પાવનમૂર્તિ તેઓ સૌ નિપાની, દાવણગેરે, ચિત્રદુર્ગ, અરસીકરા વગેરે શ્રીસંધોમાં ધર્મપ્રભાવના કરતાં કરતાં શ્રવણબેલગોલાના અદૂભુત પ્રદેશમાં પહોંચ્યાં. કર્ણાટકના આ પ્રદેશમાં આદિતીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર બાહુબલીની અનેક મૂર્તિઓ મળે છે અને તે ગોમટેશ્વર તરીકે જાણીતી છે. એમાં સૌથી પ્રાચીન મૂર્તિ છઠ્ઠી સદીની કાંસાની છે અને બીજી પાંચમી અને આઠમી સદીની મૂર્તિઓ પણ મળે છે. સાધ્વીશ્રી મૃગાવતીજી અને અન્ય સાધ્વીજીઓ ઈ. સ. ૯૬૩માં નિર્માણ પામેલી બાહુબલીજીની ઉત્કૃષ્ટ શિલ્પ ધરાવતી ૧૮ મીટર ઊંચી કલાત્મક મૂર્તિનાં દર્શન કરીને ધન્ય બની ગયાં. આ સ્થળ જમીનની સપાટીથી ૧૪૩ મીટર ઊંચા ડુંગર પર આવેલું છે અને આખી મૂર્તિ એક ખડકમાંથી કોતરવામાં આવી છે. એ મૂર્તિનાં દર્શન કરતાં જ સહુને બાહુબલીજીની કઠિન તપશ્ચર્યા, દૃઢ મનોનિગ્રહ અને એકાગ્ર ચિત્તની અનુભૂતિ થઈ. અત્યંત હર્ષોલ્લાસ જાગ્યો. બીજે દિવસે વહેલી સવારે મૈસૂરમાં રહેતા કેટલાક રાજસ્થાની અને ગુજરાતી ભાવિકો બાર જેટલી બસો સાથે એકાએક શ્રવણબેલગોલા આવી પહોંચ્યા. સાધ્વીજીને એમના આગમનની કોઈ આગોતરી જાણ નહોતી. વિચારમાં પડ્યાં કે સાવ અપરિચિત પ્રદેશમાં બાર-બાર બસ ભરીને આટલી બધી વ્યક્તિઓ કોણ અને કેમ આવી હશે ? એ જમાનામાં ફોનની કોઈ વ્યવસ્થા હતી નહીં. વળી અહીં તો ક્યાંથી કશું સાધન હોય ? સાધ્વીજી જિજ્ઞાસાપૂર્વક જોઈ રહ્યાં કે લાલ, લીલો, પીળાં વસ્ત્રો પહેરેલાં ભાઈ-બહેનો શ્રવણબેલગોલાની પહાડી પર ચડી રહ્યાં હતાં. જાણે તળેટીની ઉપર મેઘધનુષ દેખાતું ન હોય ! આ રમણીય દૃશ્ય આંખોને રંગોથી ભરી દેતું હતું. એ બધાં સાધ્વીજી પાસે આવ્યાં, ત્યારે સાધ્વીજીએ એમને પૂછયું, ‘તમે બધાં આટલી મોટી સંખ્યામાં ક્યાંથી આવો છો ?” શ્રાવકોએ કહ્યું, ‘અમે મૈસૂરના નિવાસી છીએ અને મૈસૂરમાં ચાતુર્માસની વિનંતી કરવા માટે આવ્યાં છીએ.” સાધ્વીશ્રી મૃગાવતીજી અને અન્ય સાધ્વીઓને પરમ આશ્ચર્ય થયું. આ અજાણ્યા પ્રદેશમાં આ બધા લોકો પહેલીવાર મળે છે અને શહેરમાં પધારવાની વિનંતી કરવાને બદલે સીધેસીધી ચાતુર્માસની જ વિનંતી કરે છે ! વળી આ બધાંને અમારા આગમનની જાણ કઈ રીતે થઈ હશે? ત્યારે આગંતુ કોના અગ્રણીએ ઘટસ્ફોટ કરતાં કહ્યું, ‘હાલ કોલકાતામાં નિવાસ કરતા શ્રી ભચંદજી ડાગા એક સમયે અહીં મૈસૂરની મિલમાં મૅનેજર હતા અને એમનો અમારા સહુની સાથે ઘણો ધરોબો છે. એમણે શ્રીસંઘને જાણ કરી કે પંજાબ કેસરી યુગવીર જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મ. સા.નાં આજ્ઞાનુવર્તિની પૂ. સાધ્વી શીલવતીશ્રીજી મહારાજની શિષ્યારત્ન શ્રી મૃગાવતીશ્રીજી આદિ મહારાજ સાહેબો શ્રવણબેલગોલામાં પધારવાનાં છે અને મૈસૂરના શ્રીસંઘે આવા આગમજ્ઞાતા, શાસનપ્રભાવક, પ્રવચન કારના ચાતુર્માસનો કિંમતી-સોનેરી અવસર ચૂકવા જેવો નથી. એમણે એમ પણ કહ્યું હતું કે બેંગલુરુનો કે અન્ય કોઈ સંધ આગામી ચાતુર્માસની વિનંતી કરે, તે પૂર્વે તમે ખાસ ખ્યાલ રાખીને તત્કાળ ચાતુર્માસની વિનંતી કરજો , જેથી પાછળથી પસ્તાવું ન પડે.' શ્રી ઋષભચંદજી ડાગાના આ પત્રને કારણે જ બાર બસોમાં મૈસૂરનો આખો શ્રીસંધ આવ્યો હતો. થોડી જ વારમાં બેંગલુરુ, ચિકમેંગલોર, અરસીકરા, મુહિંગેરે અને હાસન આદિ શહેરોના શ્રીસંઘો પણ ચોમાસાની વિનંતી કરવા માટે પહોંચી ગયા. સહુને અતિ આશ્ચર્ય થયું કે સાધ્વીજીના આગમનની જાણ આ બધાને કઈ રીતે થઈ? પણ એમ લાગ્યું કે એમના સાધ્વીજીવનની ફેલાયેલી સુવાસને કારણે આ સહુ દોડી આવ્યા હતા. મૈસૂરના શ્રીસંઘે સહુના નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરી. કેટલાક દિવસ એવા ઊગે છે કે, જે સદાને માટે યાદગાર બની જાય છે. સાધ્વીશ્રી મૃગાવતીજી અને અન્ય સાધ્વીઓને માટે જેઠ સુદી આઠમનો આ દિવસ એ પંજાબ દેશોદ્ધારક શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની પુણ્યતિથિનો દિવસ હતો. પોતાની પરંપરાના મહાસમર્થ આચાર્યનો આ સ્મૃતિદિવસ. વળી આ સમુદાયમાં એક એવો નિયમ હતો કે આ દિવસે આગામી ચાતુર્માસની જય બોલાવવામાં આવે. સાધ્વીશ્રી મૃગાવતીજી અને અન્ય સાધ્વીજીઓ દક્ષિણ ભારતમાં ક્યાં ચાતુર્માસ કરવો એની ગડમથલમાં હતાં, ત્યારે એક સાથે અનેક
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy