SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે એમણે દિલ્હીમાં ધર્મભાવનાનું નવું વાતાવરણ સર્યું. તે સમયે પંજાબ કેસરી પૂ. વલ્લભસૂરિજીના પટ્ટધર શાંતમૂર્તિ પૂ. ગુરુદેવ સમુદ્રસૂરિજી પંજાબમાં પ્રથમવાર પ્રવેશતા હતા તેથી તેમના દર્શન માટે પૂ. સાધ્વીજીએ પણ આગ્રા તરફ વિહાર કર્યો. પૂ. ગુરુમહારાજજીએ પોષ માસની સંક્રાંતિ ત્યાં શ્રી અમરમુનિજી અને શ્રી વિજયમુનિજીની ઉપસ્થિતિમાં કરી. સાધ્વીશ્રીએ આગમોના અભ્યાસ માટે ગુજરાતમાં જવાની આજ્ઞા પૂ. ગુરુદેવ પાસે માગી, પણ મહાસભા અને સંઘના આગેવાનોએ પંજાબ આવવાની વિનંતી કરતા ગુરુની આજ્ઞાથી પૂ. મૃગાવતીશ્રીજીએ પુનઃ પંજાબ તરફ વિહાર કર્યો, તેમણે સૌને કહ્યું કે ઘણાં વર્ષો પછી ગુરુ વલ્લભના વિનિત શિષ્ય આચાર્ય અને પટ્ટધર બનીને નગરપ્રવેશ કરી રહ્યા છે તેથી એમનું ભવ્ય સ્વાગત થવું જોઈએ. એમની પ્રેરણાથી શ્રીસંઘે પણ ખૂબ જ ધામધૂમથી ઐતિહાસિક પ્રવેશ કરાવ્યો. પૂ. સાધ્વીશ્રીના માર્ગદર્શન નીચે પૂ. ગુરુદેવ સમુદ્રસૂરિની નિશ્રામાં લુધિયાણામાં અખિલ ભારતીય જૈન શ્વેતાંબર કૉન્ફરન્સનું એકવીસમું અધિવેશન શ્રી નરેન્દ્રસિંહજી સિંધીની અધ્યક્ષતામાં યોજાયું. તેમણે પણ સ્મારક નિર્માણની પુષ્ટિનો પ્રસ્તાવ પારિત કરાવી પોતાની મહોર લગાવી દીધી. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીના સમુદાયમાં એક નવી શિષ્યાનો પ્રવેશ થયો. ઈ. સ. ૧૯૫૫માં સાધ્વીશ્રી મૃગાવતીજી પંજાબના લુધિયાણા શહેરમાં આવ્યા ત્યારે ચોતરફ જૈન ધર્મનો જયઘોષ ગાજી ઊઠ્યો. આ સમયે શહેરનું પ્રતિષ્ઠિત કુટુંબ કસૂરવાલે (એમ.ડી.એચ.) એમના પરિચયમાં આવ્યું. આ પરિવારના લાલા દીનાનાથજી, એમના પત્ની જ્ઞાનદેવીજી અને સુપુત્રી ચંદ્રકાન્તાબેન સાધ્વીશ્રીના ધર્મરંગમાં રંગાઈ ગયા. એમાં ચંદ્રકાન્તાબેનને સાધ્વીશ્રી મૃગાવતીજીની ધર્મપ્રતિભાનો એવો પાવન સ્પર્શ થયો કે એમણે એમની નિશ્રામાં જ દીક્ષા લેવાનો દૃઢ નિશ્ચય કર્યો. સાધ્વીશ્રી મૃગાવતીજી નકોદર, જાલંધર, હોશિયારપુર, જમ્મુ અને કાંગડાથી વિહાર કરીને જમ્મુ આવ્યાં. આ વિહાર સમયે પણ ચંદ્રકાન્તાબહેન એમની સાથે હતાં. જમ્મુમાં ચૈત્રી ઓળીની આરાધના કરાવી. તે પછી વૈશાખ મહિનામાં યોજાયેલા સંક્રાંતિમાં કાશ્મીરના મુખ્યમંત્રી બક્ષી સમવયાત્મક સાધુતા ગુલામમહમદ ઉપસ્થિત રહ્યા. જમ્મુના વિશાળ ચોકમાં સંક્રાંતિ ઉજવાઈ. આ સમયે કાશ્મીરના મુખ્યમંત્રી બક્ષી ગુલામમહમદને બેસવા માટે એક વિશિષ્ટ સ્થાન રાખ્યું હતું. એ સ્થાન પર બેસવાને બદલે તેઓ વિનમ્રતાથી સાધ્વીશ્રીની સામે શેતરંજી પર બેસી ગયા. આ જોઈને ખુરશી પર બેઠેલો મુખ્યમંત્રીશ્રીના સલામતી રક્ષકોનો મોટો કાફલો પણ નીચે બેસી ગયો. બક્ષી ગુલામમહમદ સાધ્વીશ્રીના વ્યાખ્યાનથી એટલા બધા પ્રભાવિત થયા કે જૈનસમાજને સ્કૂલના નિર્માણ માટે મોટી જમીન આપી અને તેઓને કાશ્મીર પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ આપ્યું. ૧૯૬૦માં સાધ્વીશ્રી કૉન્ફરન્સના અધિવેશન સમયે છઠ્ઠી વાર લુધિયાણા આવ્યાં, ત્યારે ચંદ્રકાન્તાબેનની દીક્ષાનો મંગલપ્રસંગે ઉપસ્થિત થયો. પંજાબમાં ૨૫-૩૦ વર્ષ પછી દીક્ષાપ્રસંગ યોજાતો હોવાથી શ્રદ્ધાળુ લોકસમૂહ ઉત્સાહભેર ઊમટી પડ્યો. વળી પૂ. સાધ્વીશ્રીના પ્રભાવને કારણે અહીં એમનો વિશાળ ભક્તસમુદાય હતો. લુધિયાણાના દરેસીના પંડાલમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. આ સમયે ‘ચંદ્રકાન્તા ચલી ઉસ પથ પર, જિસ પે ચલી ચંદનબાલા' એ ભજન લોકકંઠમાં ગુંજી રહ્યું. વળી મંચ પર સ્થાનકવાસી સાધુઓ ઉપસ્થિત હોવાથી ‘એક સ્ટેજ પર દો ફૂલ ખીલે, એક શ્વેત ખીલા, એક પીત ખીલા’ જેવાં ભજનો અને ગીતોથી વિશાળ લોકસમુદાયે રોમાંચ અનુભવ્યો. ચંદ્રકાન્તાબેન સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજના પરમ શિષ્યા સાધ્વી સુત્રતાજી બન્યાં. સાધ્વીશ્રી મૃગાવતીજી પોતાની શિષ્યાઓને પૂર્ણ વાત્સલ્યથી તૈયાર કરવા લાગ્યાં. વિદુષી સાધ્વી શ્રી સુવતીજી મહારાજ ને અતિ સરળ સ્વભાવનાં ભવ્ય આત્મા તરીકે સહુએ ઓળખ્યાં. સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોતાના જીવનકાળ દરમિયાન જ પોતાનું ઉત્તરદાયિત્વ એમને સોંપ્યું હતું. એ પછી પૂજ્ય સુયશાજી અને પૂજ્ય સુપ્રજ્ઞાજી મહારાજ પણ તેજસ્વી શ્રમણી રત્ન બની રહ્યાં. એક વિશિષ્ટ ઘટના બની ૧૯૬૦ના સઢૌરાના તેઓના બાવીસમાં ચાતુર્માસ સમયે. આ ગામમાં શ્વેતાંબર મૂર્તિપૂજ કોનાં માત્ર ચાર જ ઘર હતાં અને ત્યાં સાધ્વીશ્રીએ ચાતુર્માસ કર્યો, પરંતુ એમના ભવ્ય પ્રવેશ વખતે દિગંબર,
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy