SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ સમન્વયાત્મક સાધુતા આપ્યું. કૉલકાતામાં સાધ્વીશ્રી મૃગાવતીજીનાં વ્યાખ્યાનોએ એક નવું વાતાવરણ સર્યું. શ્રોતાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. જૈન અને જૈનેતરો સહુકોઈ મોટી સંખ્યામાં સાધ્વીશ્રીના ઉપદેશને શ્રવણ કરવા આવતા હતા. આ સમયે મુંબઈના ગોડીજી ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનાં દર્શનાર્થે શ્રી ઋષભચંદજી ડાગા અને પંજાબી વૈદ્યરાજ શ્રી જસવંતરાયજી જેવા શ્રાવકોએ મુંબઈ આવીને વિનમ્રભાવે આચાર્યશ્રી પાસે પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી પાટ પર બેસીને વ્યાખ્યાન કરે એની આજ્ઞા માગી. યુગદર્શી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે પણ શ્રીસંઘની અતિ ઉત્કટ ભાવના, સાધ્વીજીની યોગ્યતા અને સમયની આવશ્યકતાને જોઈને તરત જ શ્રીસંઘને આજ્ઞા આપી. પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીએ પણ વિનયશીલતાથી પોતાના ગુરુમહારાજની આજ્ઞાને શિરોધાર્ય કરી. ત્યાર પછી યુગદ્રષ્ટા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી ખરતરગચ્છના પર્યુષણ સમયે પણ સાધ્વીશ્રીએ કલ્પસૂત્ર પર વ્યાખ્યાન આપ્યું. બંધનમાં જકડાયેલા સમાજને એક નવી દિશા મળી. સાધ્વી સમુદાયની શક્તિ, અભ્યાસ અને ધાર્મિકતાનો જનસમૂહને લાભ મળ્યો. શ્વેતાંબર જૈન સમાજમાં નવો ચીલો સર્જાયો. યુગદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરિએ જૈનસમાજમાં નૂતન ક્રાંતિ જગાવી હતી, એની જ્યોત પ્રગટવા લાગી અને સમાજનાં અનેક ક્ષેત્રોમાં એનો પ્રકાશ પથરાવા લાગ્યો. કોલકાતામાં તે સમયે મહંમદ અલી પાર્કમાં યોજાયેલી સર્વધર્મપરિષદમાં દસ હજારની વિરાટ જનમેદની સમક્ષ સાધ્વીશ્રીએ યાદગાર અને પ્રભાવક વ્યાખ્યાન આપ્યું. ત્યારે સભાપતિ પ્રો. હીરાલાલ ચોપડા (ડબલ એમ.એ.)એ જણાવ્યું કે જૈન સાધ્વીઓ આટલી વિદૂષી હોય છે તેના મને આજે દર્શન થયા. તેમનું નિખરતું તેજ , સર્વધર્મસહિષ્ણુતા બધાને પ્રભાવિત કરે છે. આજે અહીં ન આવ્યા હોત તો આ જ્ઞાનસાગરથી વંચિત રહેત. અહીં ગુરુવલ્લભ દીક્ષા હીરકમહોત્સવની ભવ્ય ઉજવણી કરી. એક પંડિતજી પાસેથી બંગાળી ભાષા શીખ્યાં અને ન્યાયશાસ્ત્ર તથા અન્ય સંસ્કૃત, પ્રાકૃત અને આગમ ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો. સાધ્વી મૃગાવતીજીનાં ધર્મને અનુલક્ષીને યોજાયેલાં વ્યાખ્યાનોએ માત્ર આ કે તે સંપ્રદાયના શ્રાવકોમાં જ નહીં, બલકે જૈન-જૈનેતર જનસમૂહમાં આકર્ષણ જગાવ્યું. એ પછી ઈ. સ. ૧૯૫૪માં પાવાપુરીમાં યોજાયેલા ભારત સેવક સમાજના અધિવેશનમાં ઉપસ્થિત રહેવાનું બન્યું. આ સર્વધર્મસંમેલનમાં જુદા જુદા ધર્મોના શ્રોતાઓ એકત્રિત થયા હતા. એ સમયે ગુલઝારીલાલ નંદાની અધ્યક્ષતામાં આ સંમેલને યોજવામાં આવ્યું હતું. આમાં જૈન ધર્મ વિશેની પ્રભાવક રજૂઆત કરવાનું કામ સાધ્વીશ્રી મૃગાવતીજીએ બજાવ્યું. એંસી હજારની જનમેદની સમક્ષ એમણે જૈન ધર્મ વિશે વિદ્વત્તાપૂર્ણ અને હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું. એમની વાણીની પ્રભાવકતા, વિચારોની વ્યાપકતા અને દર્શનની ગહેરાઈનો સહુ કોઈ પર પ્રભાવ પડ્યો. એમાં જડતા કે રૂઢિચુસ્તતાની કોઈ વાત નહોતી. કોઈ સાંપ્રદાયિક કટ્ટરતા કે માન્યતાનો દુરાગ્રહ નહોતો. વિચારોમાં કોઈ અભિનિવેશ કે પૂર્વગ્રહ નહોતા. એમની આવી વેધક, વ્યાપક, સમન્વયકારી અનેકાંતદષ્ટિ ધરાવતી પ્રસ્તુતિએ સર્વધર્મસંમેલનમાં ઉપસ્થિત વિદ્વાનોને અત્યંત પ્રભાવિત કર્યા. આ પ્રસંગે પ્રસન્ન થયેલી ત્યાંની સરકારે આ તીર્થમાં વીજળીની વ્યવસ્થા કરી આપી. ૧૯૫૪માં કૉલકાતા શહેરમાં જ યુગદર્શી આચાર્ય પૂજ્ય વિજયવલ્લભસૂરિજીએ પોતાની કામળી મોકલીને આજ્ઞા આપી, ‘તુમ પંજાબમેં જાઓ, મેં આતા હું.’ પંજાબની ધરતી દીર્ધકાળથી શ્વેતાંબર સાધુ-સાધ્વીનો વિયોગ અનુભવતી હતી. આ વીર ભૂમિ પર વીરના ધર્મનો પુનઃ અહાલેક જગાડવાની તાતી જરૂરિયાત હતી, પંજાબી ભાઈઓની ભાવનાઓનો પડઘો ઝીલતા પંજાબ કેસરી આચાર્યશ્રીએ ત્રણે સાધ્વીજીઓને આ કાર્ય માટે હાકલ કરી, ગુરુનો આદેશ શિરોધાર્ય જ હોય ને ! ૧૪00 માઈલનો ઉગ્ર વિહાર કરીને સાધ્વીશ્રી શીલવતીજી, સાધ્વીશ્રી મૃગાવતીજી અને સાધ્વીશ્રી સુજ્યષ્ઠાજી પંજાબના અંબાલા શહેરમાં પધાર્યા. પંજાબમાં ઘણાં વર્ષો બાદ જૈન સાધ્વીનું આગમન થતાં જનહૃદયમાં ઉત્સાહનો
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy