SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ સમન્વયાત્મક સાધુતા ગુરુઆજ્ઞા મેળવીને ઝરિયામાં ચૌદમો ચાતુર્માસ કર્યો અને નવા ઉપાશ્રય અને શિખરબંધી મંદિરનો પૂજ્ય સાધ્વીજીના પ્રેરણાદાયક ઉપદેશ અને શ્રીસંઘની ઘણી ઘણી મહેનતને કારણે શુભારંભ પણ થયો. તેઓના પાવન પગલાંનો પ્રભાવ શ્રીસંઘ અનુભવી રહ્યો. ઝરિયામાં શેઠ શ્રી શંકરબાબુ અને શેઠશ્રી અર્જુન બાબુ આદિ અગ્રવાલોને ત્યાં માનસરોવરથી આવેલા વયોવૃદ્ધ અને દર્શનવેત્તા સંન્યાસી અખિલાનંદ સ્વામી સાથે સંયુક્ત વ્યાખ્યાનો યોજાતા હતા અને સત્સંગ થતો હતો. દર રવિવારે જુદી જુદી જગ્યાએ અલગ-અલગ વિષયો પર જાહેર વ્યાખ્યાન થતાં અને આજુબાજુની કોલીયારિઓમાં વ્યાખ્યાનો કરીને ખૂબ જ શાસન પ્રભાવના કરી. તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં કર્યો અને અહીં સાધ્વીશ્રીને જોધપુરવાળા શ્રી જાલમચંદજી બાફના અને રાજપંડિત શ્રી નિત્યાનંદ શર્માના પ્રયાસથી નાગોરમાં પંડિત શ્રી રવિદત્ત ત્રિવેદી મળી ગયા અને તેમની પાસે છ માસમાં “સાહિત્ય રત્ન’ માટે તૈયારી કરી અને એમાં પરીક્ષા આપીને સફળતા હાંસલ કરી. હિંદી ભાષામાં લેખન-પ્રવચનનો સારો એવો મહાવરો થયો. તર્કસંગ્રહ, ન્યાયસિદ્ધાંતમુક્તાવલી વગેરે ન્યાય ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો. નાગોરમાં પર્યુષણ પર્વની સુંદર આરાધના થઈ. અહીંયા સમદડિયા અને બોથરા પરિવારો બહુ જ ભાવિક હતા. ઈ. સ. ૧૯૫૧નો તેરમો ચાતુર્માસ આગ્રાના રોશન મહોલ્લામાં આવેલા જગદ્ગુરુ આચાર્ય શ્રી વિજયહીરસૂરિજી મહારાજના સમયના જૂના ઉપાશ્રયમાં આગ્રાવાળા અને પંજાબી ગુરુભક્તોએ મળીને કરાવ્યો. સાધ્વીજી એ મહાન આચાર્યના ઐતિહાસિક કાર્યનો વિચાર કરવા લાગ્યાં અને શાસનભક્તિનો રોમાંચ અનુભવવા લાગ્યાં. એમણે શહેનશાહ અકબરને પ્રતિબોધ આપ્યો હતો, એ પ્રસંગની ભવ્યતા અનુભવવા લાગ્યાં. આ સમયે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અને મુનિ શ્રી જિનવિજયજી જેવા વિદ્વાનો તથા કવિશ્રી અમરમુનિજી સાથે મેળાપ થયો. એક અમેરિકન વિદુષી બહેન સાથે સંસ્કૃતમાં વાર્તાલાપ થયો.આગ્રાના બાબુ દયાલચંદજી ચોરડિયાને વિદ્વાનોનો આવો પરિચય કરાવવાનો શોખ હતો અને તેને કારણે આ તેરમો ચાતુર્માસ વિદ્વાનો સાથેની ગોષ્ઠિથી સભર બની રહ્યો. આગ્રામાં ખૂબ જ સમજુ , ક્રાંતિકારી, શિક્ષાપ્રેમી બાબુ દયાલચંદજી ચોરડિયા, ભાવિક શ્રી કરોડીમલજી, પંજાબી ગુરુભક્ત લાલા લાભચંદજી, લાલા જ્ઞાનચંદજી કસૂરવાલેનો અનન્ય સહયોગ સાંપડ્યો. સાધ્વીશ્રી વિહાર કરતાં આગ્રાથી બનારસ, પટણા, નાલંદા, કુંડલપુર, પાવાપુરી થઈને ઝરિયા આવ્યા. એ સમયે ઝરિયામાં ગુજરાતમાંથી આવીને અહીં સ્થાયી થયેલાં કચ્છીઓ અને કાઠિયાવાડી ૨૫૦ જેટલાં કુટુંબો વસતાં હતાં. અહીં કોઈ મંદિર નહોતું અને જે ઉપાશ્રય હતો, તે પણ ઉપાશ્રય કહી શકાય, તેવો નહોતો, પરંતુ ઝરિયાના આગેવાન દેવશીભાઈએ આગ્રહ રાખ્યો કે અમે મંદિર અને ઉપાશ્રય નવા બનાવીશું, પણ આપ અહીં ચાતુર્માસ કરો. પૂ. સાધ્વીશ્રી ઝરિયાથી આસનસોલ, ડાક બંગલા, રાણીગંજમાં પ્રભાવના કરતા કરતા વર્ધમાનમાં આવ્યાં. આ દરમિયાન પૂ. આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજ સાહેબ મુંબઈ ગોડીજીના ઉપાશ્રયમાં બિરાજમાન હતા. તેઓશ્રીએ શ્રી ઋષભચંદજી ડાગા (બિકાનેરવાળા)ને પ્રેરણા આપી કે પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ પોતાના માતા ગુરુ અને શિષ્યા સાથે વિચરણ કરતાં એ તરફ આવે છે, તો આપ કલકત્તામાં તેમના ચાતુર્માસનો લાભ લેવાની ભાવના રાખજો , વિશાળ કલકત્તા શહેરમાં પચરંગી પ્રજા વસે છે, પણ બધાં સંપ્રદાયોમાં સંપ જળવાય, જ્ઞાનની વૃદ્ધિ થાય અને ગુરુદેવોના નામ રોશન થાય એવું વાતાવરણ પેદા કરશો. આ શ્રી ઋષભચંદજી ડાગા કલકતાના આગેવાન શ્રાવક-શ્રાવિકાઓ સાથે દર્શનાર્થે પધાર્યા. બધા જ બહુ પ્રભાવિત થયાં. ધર્મની પ્રભાવના કરતા કરતા રામપૂરિયા કોટનમીલમાં આવ્યાં. ત્યાં કલકત્તાથી ૪00 દર્શનાર્થી ભાઈ-બહેનો સામાં આવ્યાં અને વ્યાખ્યાન થયું. સ્વામીવાત્સલ્ય પણ થયું. સાધ્વીશ્રી મૃગાવતીજીએ ૧૯૫૩માં કોલકાતામાં પંદરમો ચાતુર્માસ કર્યો. આ સમયે વિરલ ત્રિવેણી સંગમ સધાયો. એક તો સાધ્વીશ્રી પર ગુરુ મહારાજની અદ્ભુત કૃપાવર્ષા થઈ. બીજું એ કે પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીની પાત્રતા અને વિનયશીલતાનાં સહુને દર્શન થયાં અને ત્રીજું પ્રબુદ્ધ શ્રાવકોએ આગવું યોગદાન
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy