SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ વળી બીજા જૂથે સાધ્વીશ્રી મૃગાવતીજીને વારંવાર વિનંતી કરવા માંડી. સાધ્વીશ્રીનો સ્વભાવ એવો હતો કે જે સંઘમાં વિખવાદ હોય, ત્યાં એ ક્યારેય પગ મુકે નહીં. જુદા જુદા બે પક્ષો વચ્ચે કોઈ ધાર્મિક બાબતને અનુલક્ષીને કે અહમુની ટકરામણને કારણે વિખવાદો, સંઘર્ષો થતા હોય, ત્યાં સાધ્વીશ્રી સ્પષ્ટ શબ્દોમાં કહેતાં, ‘મારો ધર્મ અનેકાંતવાદમાં માને છે. જ્યાં આવો એકાંત આગ્રહ હોય, ત્યાં ધર્મ ન હોય. હું ત્યાં આવીશ નહીં.” શ્રી પર્વાધિરાજ પર્યુષણ જેમ જેમ નજીક આવવા લાગ્યા, તેમ તેમ લોકોમાં ઉત્કંઠા વધવા લાગી. ધર્મનો જોડવા માટે ઉપયોગ થવો જોઈએ, તેને બદલે તોડવા માટે લોકો વધુ ઉપયોગ કરે છે. સાધ્વીશ્રી સંઘર્ષમાં માનતાં નહોતાં. વળી આચાર્ય મહારાજ શ્રી પ્રત્યે તો સદૈવ વિનય જ હોવો જોઈએ. વિવાદ અને વિખવાદથી દૂર રહેનારાં તેઓશ્રી સંવાદ સાધવાની કોશિશ કરતાં હતાં. આથી એમણે આ પરિસ્થિતિનો જુદો જ ઉકેલ શોધ્યો અને સહુને સઘળાં વ્યાખ્યાનો સાંભળવા મળે તેવું કર્યું. પર્યુષણ પર્વમાં પૂ. આચાર્ય મહારાજનાં અને તે પછી પૂ. મૃગાવતીશ્રીજીનાં વ્યાખ્યાનો યોજાયાં અને વિખવાદને અવકાશ જ ન રહ્યો. ઈ. સ. ૧૯૪૬નો આઠમો ચાતુર્માસ સીપોરમાં કર્યો અને અહીં પંડિત છોટેલાલજી શર્મા પાસે સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ માનતા કે સ્વાધ્યાય એ સાધુજીવનનો પ્રાણ છે. ‘સ્વાધ્યયાત્ મ પ્રમીત ‘સ્વાધ્યાયમાં કદી પ્રમાદ કરવો નહીં' એ એમનું સૂત્ર હતું અને એ માટે રોજ નિયમિતપણે અમુક સમય સુધી સ્વાધ્યાય કરવા અંગે અત્યંત જાગૃતિ રાખતાં હતાં. યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના વિચારો સાધ્વીજીના ચિત્તમાં ગુંજતા હતા. એમણે સ્વાધ્યાયને ‘જ્ઞાનમંદિરમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર’ કહ્યું. સ્વયં ભગવાન મહાવીર સ્વાધ્યાયનું ઘણું મહત્ત્વ કર્યું છે. મહાવીરે પોતાના સાધકે દિવસનો અડધો ભાગ સ્વાધ્યાયમાં વિતાવવો જોઈએ એમ કહ્યું છે. 'पढम-पोरिसीए सज्झायं बीयं झाणं झियायह । तइयाए भिक्खायरियं पुणी चउत्थी वि सज्झायं ।। આત્મકલ્યાણના ઉજ્જવળ પંથે (ઉચ્ચ કક્ષાનો સાધક પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કરે, બીજા પ્રહરમાં ધ્યાન કરે, ત્રીજા પ્રહરમાં ભિક્ષાચરી કરે અને ચોથા પ્રહરમાં પણ સ્વાધ્યાય કરે.) યુગવીર આચાર્યશ્રી માનતા હતા કે આગમોના વિચ્છેદ થવાનું મુખ્ય કારણ સ્વાધ્યાયનો અભાવ છે. આ સ્વાધ્યાયથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે અને નિયમિત સ્વાધ્યાયથી એ જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને પ્રાપ્ત જ્ઞાન વિસ્મૃત થતું નથી. આશ્રમમાં અભ્યાસ કરીને વિદાય લેતા સ્નાતકોને ઉપનિષદના ઋષિઓ અંતિમ ઉપદેશ એ આપતા હતા, ‘સ્વાધ્યાયાન્મ પ્રમ' અર્થાત્ “હે વિદ્યાર્થી! તું સ્વાધ્યાયમાં ક્યારેય પ્રમાદ કરતો નહીં.’ ગુરુ વલ્લભનાં આ વચનોનું સાધ્વીશ્રી મૃગાવતીજીને પળવાર પણ વિસ્મરણ ક્યાંથી હોય ? આથી એમની જ્ઞાનોપાસનામાં અવિરત વૃદ્ધિ થવા લાગી અને એનું તેજ આસપાસના સમાજ પર છવાઈ જેવા લાગ્યું. સીપોરના ચાતુર્માસમાં એક વિરલ ઘટના બની. આ સીપોરમાં શ્રી મણિલાલભાઈ પટવા અને હીરાબહેન પટવાનાં લાડકવાયાં પુત્રી શાંતાબહેન ૧૯૪૬માં સાધ્વીશ્રી શીલવતીજી અને સાધ્વીશ્રી મૃગાવતીજીના ચાતુર્માસ સમયે વ્યાખ્યાન સાંભળવા આવતાં હતાં. શાંતાબહેનના હૃદયમાં ધર્મ માટેની અપાર લગની હતી. ત્રણ વર્ષ પહેલાં એમણે ઉપધાન તપ કર્યું હતું. આ ચાતુર્માસની પૂર્ણાહુતિ પછી તરત જ એમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. આ સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજી મહારાજે વયોવૃદ્ધ તપોમૂર્તિશ્રી શીલવતીજી મહારાજની તથા પોતાનાં ગુરુ પૂજ્ય મૃગાવતીજીની અત્યંત સમર્પિતભાવે સેવા કરી. સીપોરથી વિહાર કરીને તેઓએ તારંગાજીમાં એક મહિનાની સ્થિરતા દરમિયાન તીર્થનો ચિરસ્થાયી આનંદ પ્રાપ્ત કર્યો. તારંગાથી મહેસાણા થઈને સીપોર આવીને ઇડર આવ્યા. ઇડરમાં ઘંટિયા ડુંગર ઉપર શ્રીમદ્ રાજચંદ્રજીનું સ્મારક જોયું. શ્રીમદ્જી પ્રતિ તેઓને અનન્ય ભક્તિ અને શ્રદ્ધાભાવ હતા. ત્યાં આતાપના પણ લીધી. ઈ. સ. ૧૯૪૭નો નવમો ચાતુર્માસ હિંમતનગરમાં કર્યો. પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીએ ‘સુભાષિત રત્નભાંડાગારનો પ્રચૂર્ણ અભ્યાસ કર્યો અને નવ ઉપવાસ કર્યા. નવદિક્ષિત સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાશ્રીજીએ અઠ્ઠાઈ કરી અને એમને પદ
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy