SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મકલ્યાણના ઉજ્વળ પંથે પ્રેરણાની પાવનમૂર્તિ છે તે ફળ, પ્રયત્ન પૂર્વક (યતનાપૂર્વક) શત્રુંજય પર વસવાથી મળે છે.) પાલીતાણા સાથે ગાઢ સ્નેહ બંધાઈ ગયો અને મનોમન એ પંક્તિઓ ગુંજી ઊઠતી, શ્રી શત્રુંજય સિદ્ધ ક્ષેત્રે, દીઠે દુર્ગતિ વારે, ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. એ પછી વિહારયાત્રા આગળ ચાલી. ઈ. સ. ૧૯૪૩નો પાંચમો ચાતુર્માસ વીરમગામમાં કર્યો. અહીં જટાશંકર નામના પંડિતજી પાસે પ્રાકૃતનો અને દસ હજાર શ્લોકપ્રમાણ વસુદેવ હિડીનો અભ્યાસ કર્યો. આ સમયે એક વિશિષ્ટ ઘટના બની, સ્થાનકવાસી સંપ્રદાયમાં મહાસતીજી વ્યાખ્યાન વાંચતાં હતાં અને તેથી એમને સતત એમની જ્ઞાનોપાસનાને ઉજ્જવળ રાખવી પડતી હતી. અભ્યાસ, સ્વાધ્યાય અને ચિંતન કરવાં પડતાં હતાં. શ્વેતાંબર સંપ્રદાયમાં સાધ્વીજીઓ વ્યાખ્યાન વાંચતાં નહીં હોવાથી ક્યારેક સતત અભ્યાસ અને સ્વાધ્યાય થતો નહીં, વળી, વ્યાખ્યાનના વાચનના અભાવના પરિણામે સમાજની મનઃસ્થિતિનો પ્રત્યક્ષ સંપર્ક અથવા તો સમાજ ની પ્રવર્તમાન મનઃસ્થિતિને પલટાવવાનો કોઈ અવસર પ્રાપ્ત થતો નહીં. આને પરિણામે સાધ્વી સમુદાય સવિશેષ ધર્મક્રિયાઓમાં રમમાણ રહેતો હતો. વીરમગામ જેવા ગામમાં સાધ્વીશ્રી મૃગાવતીજી આવ્યાં. આ સમયે વિરમગામ શ્રીસંઘના પોપટભાઈ ઝવેરી, હરિભાઈ ઝવેરી, શ્રી ચંદુભાઈ પટવા આદિ શ્રાવકોએ સાધ્વીજીને વિનંતી કરી કે પર્વાધિરાજ પર્યુષણ પર્વના અવસરે અમારે આપનાં વ્યાખ્યાનો સાંભળવાં છે. અમારી આરાધના વધુ ઊજળી કરવી છે અને આ સમયે શ્વેતાંબર જૈન સમુદાયમાં ક્રાંતિનું પહેલું ચરણ શરૂ થયું. વીરમગામના સાગર ઉપાશ્રયમાં પહેલીવાર શ્રીસંઘનાં શ્રાવક-શ્રાવિકાઓ સમક્ષ પર્વાધિરાજ પર્યુષણમાં અષ્ટાનિકા, સુબોધિકા ટીકા સહ ‘કલ્પસૂત્ર'ના વ્યાખ્યાન સાથે ‘બારસાસૂત્ર'નું પણ વાચન કર્યું. સમાજની વર્ષો પુરાણી રૂઢિ પર આઘાત થયો. યુગદર્શ આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે જૈન સમાજમાં પ્રચંડ ક્રાંતિ સર્જી હતી અને એમણે શિક્ષણ, એકતા અને સામાજિક ઉત્કર્ષ માટે સમાજને જાગ્રત કરવા શંખનાદ ફૂંક્યો, સાધ્વીશ્રી મૃગાવતીજી જાણે ગુરુવલ્લભની એ પરંપરા આગળ ધપાવતાં હોય એ રીતે એનો અહીં સર્વપ્રથમ જયનાદ થયો. અહીંની ધાર્મિક પાઠશાળામાં રહીને માત્ર ત્રણ જ દિવસમાં અર્થ સહિત ત્રણ ભાષ્ય કર્યો અને એમની જ્ઞાનઆરાધના જોઈને અધ્યાપકગણ પણ પ્રસન્ન થઈ ગયો. જ્ઞાનઆરાધના કરીને પ્રભુભક્તિ માટે શંખેશ્વર તીર્થની યાત્રા કરી અને નવપદની તેર ઓળી સંપૂર્ણ કરી. ૧૯૪૪ના રાધનપુરના છઠ્ઠા ચાતુર્માસ સમયે પંડિતશ્રી છોટેલાલજી શર્મા જેવા પ્રસિદ્ધ વિદ્વાન પાસે અનેક સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરવાની સુવર્ણતક મળી. વળી સોનામાં સુગંધ ભળે, તે રીતે અહીં પૂ. શ્રી ન્યાયવિજયજી મહારાજનો ચાતુર્માસ હોવાથી તત્ત્વજ્ઞાન, જીવનલક્ષી જ્ઞાન અને અન્ય શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થયું. અહિંયા સાધ્વીજીની ભણવાની ધગશ જોઈને શિક્ષાપ્રેમી પરમ ગુરુભક્ત શ્રી કાંતિલાલ ઈશ્વરલાલે ભણવાની સુંદર વ્યવસ્થા કરી આપી. ત્યાં અઠ્ઠાઈ પણ કરી. અહીં શ્રી રાજપાલભાઈનો મેળાપ થતાં ખગોળવિદ્યાની જાણકારી મળી.. રાધનપુરથી વિહાર કરીને આબુજીની યાત્રા કરી. ત્યાં સ્થાનકવાસી પ્રસિદ્ધ તત્ત્વાવધાની વિદ્વાન શ્રાવક શ્રી ટી. જી. શાહ પાસેથી ધ્યાન, આસન અને અવધાન શીખ્યાં. સાધ્વીજી વિદ્યાપ્રાપ્તિની તીવ્ર ઉત્કંઠા ધરાવતાં હતાં અને તેને પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયત્નો કરતાં હતાં. એમના પ્રત્યેક વિહારમાં અને દરે ક વિસામોમાં એમની સરસ્વતી સાધના અખંડ ચાલુ રહેતી. વળી બીજી બાજુ એમનું હૃદય આધ્યાત્મિક ભાવો અનુભવતું હતું, સર્વ વ્યાવહારિક ધાર્મિક કર્તવ્ય તેઓ અંતરના ભાવથી કરતાં હતાં. ૧૯૪પના સાતમા ચાતુર્માસ સમયે પાથાવાડામાં એક વિચિત્ર ઘટના બની. કેટલાક શ્રાવકોનો આગ્રહ હતો કે આચાર્ય મહારાજ પર્યુષણમાં ‘કલ્પસૂત્ર'ની વાચના સંભળાવે, જ્યારે સાધ્વીશ્રી મૃગાવતીજીની વિદ્વતા, શૈલી અને સમજાવવાની પદ્ધતિથી આકર્ષાયેલા કેટલાક શ્રાવકોએ સાધ્વીજી મહારાજને કલ્પસૂત્રના વ્યાખ્યાન માટે અતિ આગ્રહભરી વિનંતી કરી. એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ. સમાજમાં જેમને વિખવાદમાં રસ હતો, એમણે વિવાદ-વિખવાદ વધારવાનો પ્રયત્ન કર્યો. કોઈએ આચાર્ય મહારાજ શ્રીને તાકીદ કરી કે તમે કોઈપણ સંજોગોમાં નમતું જોખશો નહીં, તો
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy