SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ માનતા નથી. બીજાનાં દુ:ખ-દર્દને આપણે પોતાનાં માનીએ અને પ્રેમભાવ પ્રગટાવીએ, એ જ જીવનનો ઉત્તમ વ્યવસ્થર છે, પણ આપણા હૃદયમાં સ્વાર્થે અડ્ડો જમાવ્યો છે. નાની નાની બાબતોમાં ઝઘડાઓ વધાર્યા છે, તિથિચર્ચાના પ્રશ્ન ત્યાગના આસને બિરાજતા અમો પણ વહેંચાઈ ગયા છીએ અને એટલાથી જ નહીં અટકતા દેવદ્રવ્યના પ્રશ્નને વધારે મજબૂત બનાવી નાના-મોટા પક્ષો ઊભા કરી દીધા છે. આવાં બંધનોમાં પડી, સંકુચિત બની, જાણે ૫૦ વર્ષ પાછળ જઈ રહ્યા હોઈએ તેવું લાગે છે. મોક્ષ પ્રાપ્ત કરવા તપ, ત્યાગ અને સંયમી જીવન જ બસ નથી, લોભ, લાલચ અને મોહનો ત્યાગ કરી સત્ય માર્ગ અપનાવવો જોઈએ.” માનવકરુણાનો સંદેશો આપતાં સાધ્વીશ્રીએ ગગદ કંઠે કહ્યું, સાચા સુખને શોધનાર માણસે દુઃખી જગત ઉપર પણ એક વખત નજર નાખવાની જરૂર છે. બીજાની ગરીબી અને બીજાના દુ:ખનો વિચાર કર્યા વિના પોતાની જાતને સુખી માનવા આજે બાહ્ય આડંબરો કરવામાં આવે છે. બાહ્ય આડંબરને લીધે માનને સ્થાન મળે છે, પણ આ બધું ક્ષણિક છે. માણસાઈ જ હંમેશાં ટકે છે અને દીપે છે.” ૧૯૬૧માં દિલ્હીના રૂપનગર મંદિરની પ્રતિષ્ઠા પછી તેઓએ આગમાભ્યાસ માટે ગુજરાત તરફ વિહાર કર્યો. આ સમયે વિહાર કરતાં કરતાં ગુરુ વિજયસમુદ્રસૂરિજીની જન્મભૂમિ પાલિથી આગળ ખોડ નામના ગામમાં પહોંચ્યાં. જિનાલયમાં જઈને દર્શન કર્યા અને પછી જૈન ઉપાશ્રયમાં ઊતર્યા. મારવાડ-રાજસ્થાન પર ગુરૂ આચાર્યશ્રી સમુદ્રસૂરિજી મહારાજનો મહદ્ ઉપકાર હતો. ગુરુભક્ત શ્રાવકોએ સાધ્વીશ્રીને વિનંતી કરી કે આપ અહીં પધાર્યા છો, તો અમને વ્યાખ્યાનનો લાભ આપો. વ્યાખ્યાનને માટે બે વાગ્યાનો સમય રાખવામાં આવ્યો અને ગુરુમાતાની સાથે સાધ્વી મૃગાવતીજી બેઠાં. પૂજ્ય મૃગાવતીજી મહારાજ ની વ્યાખ્યાનધારા ચાલુ થઈ. તેઓ એકાગ્ર થઈને વ્યાખ્યાન આપતાં હતાં. એમનો વાણીપ્રવાહ વહેતો હતો, પરંતુ એમણે જોયું તો શ્રોતાજનોનું ચિત્ત વ્યાખ્યાનમાં કેન્દ્રિત થયું નહોતું. એમને મનોમન થતું કે શા માટે શ્રોતાજનો એકચિત્તે વ્યાખ્યાન સાંભળતા નથી ? સામાન્ય સંજોગોમાં વાણીની વસંતનો વૈભવ તો આ વિષય પરનું વ્યાખ્યાન સાંભળીને શ્રાવક-શ્રાવિકાઓ ભાવવિભોર બની જાય છે, તો આજે કેમ આવું ? વાત એમ બની હતી કે સુંદર રીતે રંગરોગાન પામેલા આ ઉપાશ્રયમાં એક મોટો લાંબો સર્પ મૃગાવતીજી મહારાજના ઓઘામાં પેસી ગયો હતો અને એમાંથી નીકળી એમના ઘૂંટણ પર ચડવાની કોશિશ કરતો હતો. સહુનું ધ્યાન એ સર્પ તરફ હતું. બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. જો કોઈ ગભરાટમાં ચીસ પાડે કે અવાજ કરે, તો સર્પ એમને દેશ માટે અથવા એવું પણ બને કે સાધ્વીજી એકદમ ઊભાં થઈ જાય અને સાપ એમના પગ નીચે દબાતાં દંશ મારે. - જો કોઈ દુર્ઘટના બને, તો શ્રીસંઘને માથે કાળી ટીલી આવે. પૂ. સુજ્યેષ્ઠાશ્રીજીનું ધ્યાન સર્પ તરફ ગયું, તો એ તત્કાળ બૂમ પાડી ઊઠ્યાં, “અરે સાપ, સાપ’. સાધ્વીશ્રી મૃગાવતીજીને કાનની તકલીફ હોવાથી એમને બરાબર સંભળાયું નહીં અને વિચારવા લાગ્યાં કે કોઈ જરૂરી ચીજવસ્તુ મંગાવે છે. પણ થોડીવારમાં સર્પ એમના ખોળામાં આવી ગયો. તેઓ લેશમાત્ર ગભરાયા વિના એકાગ્ર થઈને ધ્યાનસ્થ બની ગયાં. સર્પ તરત જ ગભરાઈને ઝડપથી ચાલવા લાગ્યો. જેવો સર્પ નીચે ઊતર્યો કે સભાજનો એની પાછળ દોડ્યા. શ્રાવકોએ એના પર રજાઈ નાખી દીધી. આ સમયે સાધ્વી મૃગાવતીજી તો ધ્યાનસ્થ જ રહ્યાં. પૂ. સાધ્વીશ્રી શીલવતીજીએ કહ્યું, “મૃગાવતી, ઊઠ ઊઠ. ક્યાં સુધી બેસી રહીશ? સાપ તો ક્યારનો ય ચાલ્યો ગયો છે.” સાધ્વીશ્રી મૃગાવતી ઊડ્યાં અને સર્પને શાંતિ અને સંતિકરમ્ સંભળાવ્યું અને શ્રાવકોને કહ્યું કે એને કોઈ નિર્જન સ્થળે સાચવીને મૂકી આવો. એને કશી ઈજા ન થાય એનું પૂરું ધ્યાન રાખજો. શ્રાવકોએ પણ સાધ્વીજીના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. રાત પડી. પૂજ્ય શીલવતીશ્રી મહારાજ, પૂ. સુજ્યેષ્ઠાશ્રીજી અને પૂ. સુવ્રતાશ્રીજીને મધ્યાહ્નમાં બનેલી સર્પની ઘટનાને કારણે ઊંઘ આવતી નહોતી, ત્યારે પૂ. મૃગાવતીજી તો જાણે કશું બન્યું ન હોય એ રીતે ઉપાશ્રયમાં નિદ્રાધીન થઈને ઘસઘસાટ સૂતાં હતાં. સહુને એમની સમતા, શાંતિ, પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવના અને પ્રેમનો
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy