SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીની વસંતનો વૈભવ પ્રેરણાની પાવનમૂર્તિ મંડળ, શ્રી આત્માનંદ જૈન સભા અને શ્રી નમિનાથ જૈન દેરાસરના ટ્રસ્ટીઓના સહયોગથી વિરાટ સભાનું આયોજન થયું હતું, ત્યારે સાધ્વીશ્રીએ કહ્યું હતું, હવે ભાષણોનો યુગ સમાપ્ત થયો છે. પ્રતિવર્ષ શ્રી વીરચંદ ગાંધીના ગુણાનુવાદ કરવા એકત્રિત થઈએ અને તેમને યાદ કરીએ તે પૂરતું નથી. ‘જાગ્યા ત્યારથી સવાર.' હવે શ્રી વીરચંદ ગાંધીનો સંદેશ સમગ્ર વિશ્વને પહોંચાડવા માટે રચનાત્મક પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ.” સામાન્ય માન્યતા એવી છે કે સાધુ-સાધ્વી હોય, તે શ્રાવક કે શ્રાવિકાનો ગુણાનુવાદ કરે નહીં ત્યારે એ રૂઢ માન્યતા પર માર્મિક રીતે પ્રહાર કરતાં સાધ્વીશ્રીએ નિર્ભયતાથી કહ્યું, “અમારે પણ શ્રાવક-શ્રાવિકાઓ પ્રત્યે અવિનય થયો હોય તો ક્ષમા માગવી પડે છે એટલે શ્રાવકનાં કર્તવ્યનો ગુણાનુવાદ કરવો એમાં કશું યોગ્ય નથી. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ પણ પુણિયો શ્રાવક, આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, સતિ સુલસા, ચેલણા રાણી, રેવતી આદિ શ્રાવક-શ્રાવિકાઓનાં ભારોભાર ગુણગાન કર્યા હતાં, આથી સાધુઓની નિશ્રામાં આવી પ્રવૃત્તિઓ હાથ ન ધરવી જોઈએ એવું માનનારાઓ પોતાનું સંકુચિત માનસ રજૂ કરે છે.' ૧૯૬૬ની ૨૯મી ઑગસ્ટ રવિવારે યોજાયેલા આ પ્રસંગમાં સાધ્વીશ્રી મૃગાવતીજીએ મહાન કાર્યો કરનાર શ્રી વીરચંદ ગાંધી જેવા વીર નરને આપણે ભૂલી ગયા છીએ, તેનો ખેદ પ્રગટ કરતાં પ્રશ્ન કર્યો કે, “આજ થી બે વર્ષ અગાઉ તેઓની જન્મશતાબ્દી ઊજવી હતી, પણ તેનું કોઈ સાચું સ્મારક કર્યું નથી.” એમના આ સચોટ-વ્યાખ્યાનમાં એક સહુથી વધુ મહત્ત્વની બાબત પર દષ્ટિપાત કરતાં તેઓ કહે છે, “વિશ્વભરમાં જૈન ધર્મની પ્રભાવના કરનાર સ્વ. વીરચંદભાઈએ જૈન સમાજને માટે પોતાની કાયા ઘસી કાઢી, સર્વસ્વનું સમર્પણ કર્યું. તેના કુટુંબીજનો આજે કેવી હાલતમાં છે તે જોવાનો અને તેને સમજવાનો આપણા જૈન સમાજને વિચાર પણ નથી આવ્યો તે ખરેખર આપણા માટે દુઃખનો વિષય છે. આવા દિવ્ય સમર્પણની જ્યોત જો જલતી રાખવી હોય, તો આવા કર્મવીરોને આપણે ભૂલી જવા ન જોઈએ. તેના કુટુંબની ચિંતા આપણે રાખવી જોઈએ.” એ હકીકત છે કે સાધ્વીશ્રીએ આ અત્યંત માર્મિક ટકોર કરી હતી. ઘણાં વર્ષો સુધી શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું કુટુંબ મહુવામાં વિટંબણાઓ અને વિસ્મૃતિના અંધકારમાં જીવતું રહ્યું હતું. સાધ્વીશ્રીના, જૈનસમાજે આગેકદમ કરી છે કે પીછેહઠ એ વિશે આપેલા પ્રવચને સામાજિ ક જાગૃતિનું મહાન કાર્ય કર્યું. એ સમયે આવી સત્યવાણી જાણવા અને સ્વીકારવા છતાં ઉચ્ચારવી અતિ કપરી હતી, એમાં પણ સાધુજીવન વિશે ટીકા-ટિપ્પણ કરવાની તો કોઈ હિંમત કરી શકે જ નહીં. ત્યારે આ એક સાધ્વીજી મહારાજે મુંબઈના ખારમાં આપણે ‘આગેકદમ કરી છે કે પીછેહઠ?” એ વિશે પોતાના વિચારો નિખાલસતા, નિર્ભયતા અને નમ્રતા સાથે રજૂ કર્યા. યુગદર્શી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ સૂતેલા સમાજને જગાડવા માટે સિંહનાદ કર્યો હતો, એ જ નાદનો પ્રતિધ્વનિ સાધ્વીજી મહારાજ ની વાણીમાં સંભળાય છે. તેઓએ જૈનસમાજ વિશે કહ્યું, આપણે માની લીધું કે આપણે ઊંચે ચઢી રહ્યા છીએ, પણ આ આપણી માન્યતા ભ્રામક છે. ફરતું ચક્ર પીછેહઠનાં પગલાં માંડી રહ્યું છે. છેવટે ‘પાઘડીનો વળ છેડે ' એ ન્યાયે આપણો મોટા ભાગનો વર્ગ આર્થિક સંકડામણમાં સપડાઈ ગયો છે અને જૂની પ્રણાલિકાઓ આપણા મન ઉપર એવો કાબુ જમાવીને બેઠી છે કે જીવનનિર્વાહનો ભય સામે આવીને ખડો છે, છતાં આપણી ઊંઘ ઊડતી નથી, જૈન સમાજ અત્યારના સમયની આ હાકલને હૈયે ધર અને તેને પહોંચી વળવાને સૌ સંગઠિત બની કાર્ય કરે. એટલે આ પીછેહઠ અટકાવવા સમાજમાં ખર્ચા ઘટે અને આવક વધે એવા પ્રયત્ન કરી જીવનની અને છેવટે ધર્મભાવનાની પણ સમતુલા જાળવી શકીશું.” એ પછી સાધ્વીશ્રી જૈન ધર્મની વર્તમાન પરિસ્થિતિની વાસ્તવિકતાને ઉજાગર કરતાં કહે છે, આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો જૈન સમાજે તપ, ત્યાગ, બુદ્ધિ તથા અહિંસાને બળે રાષ્ટ્રમાં શાંતિ સ્થાપવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે, પણ ધનલોભમાં કે સ્વાર્થમાં આપણે આ સાચો રસ્તો ખોઈ બીજા માર્ગે જઈ રહ્યા હોઈએ તેવું લાગે છે. આજે માનવજીવનમાં આપણે દરેક આત્માને સમાન
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy