SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીની વસંતનો વૈભવ પ્રેરણાની પાવનભૂતિ છું. બાળક પાસેથી પણ જો જ્ઞાન પ્રાપ્ત થતું હોય, તો એના શિષ્ય બનીને ગ્રહણ કરવું જોઈએ.” તેઓ પ્રાકૃત, અર્ધમાગધી, પાલિ, સંસ્કૃત, ગુજરાતી અને હિંદી ભાષા પર પ્રભુત્વ ધરાવતાં હતાં અને ઉર્દૂ , બંગાળી, મારવાડી તથા અંગ્રેજી જેવી ભાષાઓનું તેઓને સારું એવું જ્ઞાન હતું. તેનોએ પોતાની શિષ્યાઓને પણ વિદ્યાભ્યાસ માટે સતત પ્રોત્સાહન આપ્યું. એમને ઉચિત શાસ્ત્રશિક્ષણ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરી આપી, જે મણે જ્ઞાનનો આટલો મહિમા કર્યો એવાં મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, કૉલકાતા, મહારાષ્ટ્ર, પૂના, કર્ણાટક, મૈસૂર, બેંગલુર, મૂડબિદ્રી, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે સ્થળોએ કુલ ૬૦,000 માઈલનો વિહાર કરીને જનસમૂહમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો. સાધ્વીશ્રીએ અધ્યાત્મયોગી મહાયોગી આનંદઘનજી મહારાજનું જીવનચરિત્ર વાંચ્યું હતું. આનંદઘનનાં પદોની ભવ્યતા વગેરે એમના મનમાં છવાઈ ગઈ હતી અને એને પરિણામે એક વિરાટ અધ્યાત્મના આકાશનું દર્શન તેઓશ્રી કરવા લાગ્યાં, આથી જ તેઓ સમાજોત્થાનનાં જુદાં જુદાં કાર્યો કરતાં હતાં ખરાં, પરંતુ એમનું લક્ષ્ય તો આત્મોત્થાન તરફ હતું. શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ પણ “મધુરભાષી, સમતાભાવી શ્રમણી' નામના શ્રદ્ધાંજલિ લેખમાં લખ્યું, ‘સાધ્વીશ્રી મૃગાવતીજીને અધ્યાત્મયોગી આનંદધનજી મહારાજનું ‘અબ હમ અમર ભયે, ન મરેંગે' પદ ખૂબ પ્રિય હતું.’ પૂજ્ય સાધ્વીશ્રી સુયશાજી નોંધે છે તેમ શાસ્ત્રીય સંગીતનાં તેઓ પ્રેમી હતાં અને ક્યારેક એ શાસ્ત્રીય સંગીતમાં એટલાં બધાં તલ્લીન થઈ જતાં કે ગોચરી, પાણી, ઊંધ, દવા અને દર્દ બધું ભૂલી જતાં. આમ એક બાજુ આત્મસાધના ચાલતી હતી, તો બીજી બાજુ જ્ઞાનસાધના. બંને બાબતમાં તેઓ એકસાથે પ્રગતિ સાધતા હતા. મુક્તિનો અવાજ, જ્ઞાનનો પ્રકાશ અને સાધનાનું તેજ સાધ્વીશ્રી મૃગાવતીજીની વ્યાખ્યાન-વાણીમાંથી પ્રગટતાં હતાં. આમ આદમીના રોજિંદા જીવનની વાસ્તવિક, કઠોર સ્થિતિથી માંડીને પવિત્ર આગમ-ગ્રંથોના ઊંડા, ગહન જ્ઞાન સુધીનો એમનો વ્યાપ હતો. માત્ર જૈનદર્શન જ નહીં, કિંતુ ભિન્ન ભિન્ન દર્શનોના શાસ્ત્રીય અભ્યાસને કારણે સાચા અર્થમાં એમના વિચારોમાં અનેકાંતદૃષ્ટિ ખીલી ઊઠી હતી. એમની પ્રભાવક વાકછટા અને એમાં રહેલી આત્મકલ્યાણ અને સમાજોત્થાનની ભાવના જનસમૂહને સ્પર્શી જતી અને એથીય વિશેષ તો એ વાણી પાછળ રહેલું ભાવનાનું બળ અને આચરણનો પ્રભાવ જૈન-જૈનેતર સહુ કોઈના હૃદયને પ્રફુલ્લિતતાથી ભરી દેતો. જ્ઞાન માટેની સાધ્વીશ્રીની જિજ્ઞાસા દીક્ષાના પ્રારંભકાળથી જ રહી. જૂનાગઢમાં ઈ. સ. ૧૯૪૦માં તેર વર્ષના બાળસાધ્વી મૃગાવતીજી પરમ પૂજ્ય શ્રી ઉદયસૂરિ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા ગયાં હતાં. વ્યાખ્યાનમાં ચાર પ્રકારના શ્રાવકોનું વર્ણન આવ્યું. ત્રણ પ્રકાર તો યાદ રહી ગયા, નાની વયને કારણે ચોથો પ્રકાર ભુલાઈ ગયો, બીજે દિવસે આવી આચાર્ય મહારાજને પોતાની નિર્દોષ સરળ ભાષામાં બાળસાધ્વીએ પૂછવું,
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy