SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ - આત્મસાધના અને જ્ઞાન આરાઘના પ્રેરણાની પાવનમૂર્તિ એમણે અજ્ઞાનની ઘોર નિદ્રામાં સૂતેલા સમાજને જગાડવા માટે કહ્યું કે હવે આ સમાજને સરસ્વતીમંદિરોની જરૂર છે. એમણે સમાજને જ્ઞાનાભિમુખ કરવા માટે પ્રયત્ન કર્યો, કારણ કે અજ્ઞાનનું નિવારણ જ સમાજ અને રાષ્ટ્રને વહેમો, દુરાચારી અને રૂઢિગ્રસ્તતામાંથી ઉગારીને સાચા માર્ગે લઈ જઈ શકે અને તેને તેજસ્વી બનાવે. ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ પંજાબમાં જૈન સાધુનો યોગ ઘણો ઓછો થયો હતો, તેથી જ્યારે પૂ. મૃગાવતીજી પંજાબમાં પધાર્યા, ત્યારે જનસમૂહમાં હર્ષોલ્લાસનો પ્રચંડ જુવાળ જાગ્યો. ઈ. સ. ૧૯૫૭માં સાધ્વીશ્રી મૃગાવતીજીનો લુધિયાણામાં ચાતુર્માસ હતો. તે સમયે એમનો ભવ્ય પ્રવેશ થયો, ત્યારે એટલી બધી જનમેદની ઉપસ્થિત હતી કે એક મૂઠી ચોખા નાખો તો એ પણ નીચે ન પડે. એ સમયે પંજાબના સ્થાનકવાસી સંપ્રદાયના વર્ધમાન શ્રમણ સંઘના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ (પૂજજી મહારાજ) જૈન આગમોના પ્રકાંડ વિદ્વાન માનવામાં આવતા હતા. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને વંદન કરવા ગયાં. એ જમાનામાં આ એક વિરલ અને વિલક્ષણ ઘટના ગણાતી હતી. પૂજજી શ્રી આત્મારામજી મહારાજ પણ આ સાધ્વીની પ્રતિભા જોઈને આનંદિત થઈ ગયા. પંજાબમાં ઠેર ઠેર સાધ્વીશ્રીની વ્યાખ્યાનવાણીએ ધર્મસરિતા વહાવી અને જૈન-જૈનેતર સહુ કોઈ એમની ભાવના અને વ્યાખ્યાનશૈલીથી પ્રભાવિત થયા હતા. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીના પ્રવેશ સમયે શ્વેતાંબર અને સ્થાનકવાસીના ભેદ ભુલાઈ ગયા. સહુ એક બનીને વ્યાખ્યાનશ્રવણ માટે આવવા લાગ્યા. પૂજ્ય આત્મારામજી મહારાજે પણ સાધ્વીજી મહારાજના પ્રવેશ સમયે જનમેદની નિઃસંકોચ ઉપસ્થિત રહે તે માટે પોતાના શિષ્ય જ્ઞાનમુનિને ફરમાવ્યું, ‘આજે આપણું વ્યાખ્યાન બંધ રાખો.’ આચાર્ય મહારાજની આ કેટલી મોટી ઉદારતા કહેવાય ! ચાતુર્માસ દરમિયાન પૂ. સાધ્વીજી આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને મળતાં, ત્યારે ગહનગંભીર વિષયોની જિજ્ઞાસાઓનું સ્પષ્ટીકરણ થતું રહેતું. એક વખત પૂ. આચાર્ય આત્મારામજી મહારાજ સાહેબે કહ્યું કે, ‘તમે અભ્યાસમાં આટલી સુંદર ગતિ કરી છે, તમારી પ્રવચનશૈલી હૃદયસ્પર્શી છે, તો હવે આગમોનો અભ્યાસ કરો અને પ્રભુની વાણીનું અમૃતપાન કરો, જેથી સોનામાં સુગંધ ભળી જાય.’ સાધ્વીશ્રી મૃગાવતીજીના મનમાં આગમોના અભ્યાસની ભાવના જાગી. શાસ્ત્રજ્ઞાનના પંથે ચાલતાં સાધ્વીજીને પ્રભુના જ્ઞાનને સમજવાની જિજ્ઞાસા થઈ. નવી દિલ્હીના રૂપનગરમાં જિનાલયની પ્રતિષ્ઠાનો મંગલ પ્રસંગ આવ્યો. પ્રસિદ્ધ શ્રાવક લાલા સુંદરદાસજી, (મેસર્સ મોતીલાલ બનારસીદાસ, એમ.એલ.બી.ડી.) સાધ્વીશ્રી મૃગાવતીજી પ્રત્યે પુત્રી જેવો અગાધ વાત્સલ્યભાવ ધરાવતા હતા. સાધ્વીશ્રીએ લાલા સુંદરદાસજીને કહ્યું કે મારે હજી આગમનો વિશેષ અભ્યાસ કરવો છે, કિંતુ આગમનો અભ્યાસ કરાવી શકે એવા વિદ્વાન પંડિતો તો અમદાવાદમાં વસે છે. લાલા સુંદરદાસજીએ કહ્યું કે અમદાવાદથી શ્રેષ્ઠિવર્ય કસ્તુરભાઈ લાલભાઈ અહીં તા. ૧૯૬૧ની છવીસમી જાન્યુઆરીએ પ્રતિષ્ઠા પ્રસંગે પધારવાના છે, ત્યારે તેમની સાથે વાતચીત કરીને યોગ્ય ગોઠવણ કરી લઈશું. શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનો ઉતારો લાલાજીને ત્યાં હતો. એમણે જૈન સમાજના જ્યોતિર્ધર કસ્તૂરભાઈને વાત કરી. શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ કહ્યું, ‘સઘળી વ્યવસ્થા થઈ જશે. તેઓ નિરાંતે આવે. માત્ર આવવાનાં હોય, તે પૂર્વે મને જાણ કરે.’ આગમોના અભ્યાસ માટે સૌ પ્રથમ તો ગુરુદેવ આચાર્યશ્રી વિજયસમુદ્રસુરીશ્વરજીની આજ્ઞા લઈને ૫. સાધ્વીશ્રી મગાવતીજી અમદાવાદ હઠીસિંહની વાડીમાં આવ્યાં, તે સમયે લુણાવાડામાં આગમપ્રભાકર મુનિરાજ પુણ્યવિજયજી મહારાજને વંદન કરવા ગયાં, ત્યારે મહારાજ શ્રીએ કહ્યું, ‘આગમોનો અભ્યાસ કરવો હોય તો ચીંથરા જેવા પંડિત પાસે ભણશો નહીં.” સાધ્વીજીએ પૂછયું, ‘કોની પાસે ભણું ?” જ ર૬. - ૨૭
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy