SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ પરિશિષ્ટ-૬ (૪) ભગવતી મૃગાવતી ગુજરાતી વિશ્વકોશ : ગુજરાતી વિશ્વકોશ એટલે ગુજરાતી ભાષામાં તૈયાર થયેલો એન્સાઇકલોપીડિયા. વિશ્વની તમામ વિદ્યાઓ અને જ્ઞાનને સમાવતો પચીસ હજાર પૃષ્ઠોનો અને ત્રેવીસ હજાર પ્રમાણભૂત લખાણોવાળો ગુજરાતી વિશ્વકોશ પચીસ ભાગમાં પ્રગટ થયો છે. ગુજરાતી વિશ્વકોશે પોતાનું નવું ભવન બાંધ્યું ત્યારે એ ભવન પર ભાષા, સંસ્કારપ્રેમી ઉદ્યોગપતિ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલના સહયોગથી ‘શ્રી ભગવતી-મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીભવન’ એવું નામાભિધાન કરવામાં આવ્યું અને આજે એ ભવ્ય ઇમારત પર આ નામ શોભાયમાન છે અને અત્યારે એ ગુજરાતની સંસ્કૃતિનું એક મોટું કેન્દ્ર બની ચૂક્યું છે. (૫) સાધ્વીશ્રી મૃગાવતીજી નેત્રવિભાગ : લુધિયાણામાં એમ.જે .એસ. હૉસ્પિટલમાં શ્રી ધરમદેવ ચંદનબાળા જૈન (જીરાવાલા) લુધિયાના અને એમના સુપુત્રો નૌલખા પરિવારે જનસેવામાં પોતાની અપ્રતીમ શ્રદ્ધાથી આ વિભાગ સમર્પિત કર્યો. () મૃગાવતી જૈન ઉપાશ્રય : ઇન્દ્ર કમ્યુનિટિ સેન્ટર સુંદરનગર લુધિયાણાના માળ ઉપર બનેલો આ ઉપાશ્રય મૃગાવતી શ્રાવિકા સંઘના પ્રમુખ શ્રીમતી સરસ્વતીદેવી, શ્રીમતી પુષ્પલતા, શ્રીમતી શીલાવંતી અને શ્રીમતી નિર્મળાબહેન વગેરે બહેનોએ બનાવડાવીને શ્રીસંઘને અર્પણ કર્યો. (૭) મૃગાવતી જૈન મહિલા મંડળ : મૃગાવતી શ્રાવિકા સંધ સુંદરનગર, લુધિયાણાના ઉપપ્રમુખ શ્રીમતી શીલાવતીએ આ મંડળની સ્થાપના કરી. આ મંડળ દર વર્ષ પૂ. મહારાજજીનો જન્મદિવસ બહુ ભાવથી ઉજવે છે અને સરસ ચાલે છે. (૮) જેનભારતી મૃગાવતી ધર્માર્થ ઔષધાલય : | દગડ હીરાલાલ કલાવતી જૈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જૈનભારતી મૃગાવતી ધર્માર્થ ઔષધાલયમાં , વલ્લભવિહાર સોસાયટી, રોહિણી (દિલ્હી) ક્ષેત્રમાં સવારમાં હોમિયોપેથી, સાંજના આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલે છે. ઔષધાલય બહુ સારી રીતે ચાલે છે. લોકો ખૂબ લાભ લે છે. (૯) પૂ. મહત્તરા સાધ્વીજી શ્રી મૃગાવતીજી સ્મૃતિ પારિતોષિક શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ તરફથી પૂ. મૃગાવતીશ્રીજી મહારાજના કાળધર્મ બાદ તુરત આ પારિતોષિકનો પ્રારંભ થયો. બૃહદ મુંબઈની ધાર્મિક પાઠશાળાઓમાં ‘શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ” દ્વારા પ્રતિવર્ષ વિવિધ ધાર્મિક કક્ષાઓની લેવાતી પરિક્ષામાં વિશેષ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને પારિતોષિક (પુરસ્કાર) આપવામાં આવે છે. (૧૦) શ્રી મૃગાવતી જેન સિલાઈ સ્કૂલ : જૈન ભારતી યુવતી સંઘ રોપડના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન જેમણે આ યુવતી સંઘની શરૂઆત કરી અને ૨૫ વર્ષ સુધી ખૂબ સારી રીતે તેને ચલાવી અને ૮ જૂન, ૧૯૯૨માં સિલાઈ અને ભરતકામ શીખવવા માટેની સ્કૂલ શરૂ કરીને ઘણા વર્ષ સુધી ચલાવી. આના જ એક વિભાગ રૂપે શાકાહારી ભોજન બનાવવાનું શિખવાડતા હતાં. પણ હવે સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની સ્મૃતિમાં તેઓએ જૈન ઉપાશ્રયમાં એક રૂમ શ્રી મૃગાવતી જૈન સિલાઈ સ્કૂલ અને જૈન ભારતી યુવતી સંધ તરફથી ભેટ આપ્યો છે. (૧૧) મૃગાવતી જૈન સ્ટડી સેન્ટર : અંબાલા કૉલેજ માં ‘મૃગાવતી જૈન સ્ટડી સેન્ટર ' ચાલે છે અને આ સ્ટડી સેન્ટરના અન્વયે દર વર્ષે સેમિનારમાં જુદા જુદા વિદ્વાનોને બોલાવીને જુદા જુદા વિષયો ઉપરનાં વ્યાખ્યાનો યોજવામાં આવે છે. (૧૨) મૃગાવતી સમાધિ મંદિર : શ્રી કીર્તિભાઈ ગાંધીએ આ અલૌકિક સમાધિમંદિરનું નિર્માણ ગુજરાત એપાર્ટમેન્ટમાં પોતાના ઘરના એક જુદા રૂમમાં કરાવ્યું છે. સાધ્વીજીની પ્રતિમાની પ્રતિષ્ઠાનો મહત્ત્વપૂર્ણ લાભ શ્રીમતી કલ્પનાબેન બિપિનભાઈ કોબાવાળાએ લીધો છે. (આ પૂરું વર્ણન પુસ્તકનાં પેજ ૧૧૧ પર છે.) (૧૩) જેનભારતી સાધ્વી મૃગાવતી હૉલ : શ્રી આત્માનંદ જૈન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી અંબાલા જૈન કૉલેજના વિભાગમાં એમ.સી.એ.નું શિક્ષણ અપાય છે એમાં આ હોલનું નિર્માણ કરાવ્યું છે.
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy