SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૬ સ્મૃતિસુવાસ-૩ જૈન ભારતી મહત્તરા સાધ્વી મૃગાવતીશ્રીજી મ.સા.ની સ્મૃતિમાં અપ્રતિમ શ્રદ્ધાથી સમ્પન્ન થયેલાં કાર્યો (વર્ષો વીતી ગયા છતાં જેની છબી પોતાના હૃદયમાં કોતરાઈ ગઈ છે તેવા ભાવનાશીલ ભક્તો પૂ. મહારાજીની સ્મૃતિમાં હજીય જે સત્કાર્યો કર્યા કરે છે તેવા કાર્યો સાથે પૂ. મહત્તરાજીના નામને પણ જોડવાનું ભૂલતા નથી. આવા કેટલાંક કાર્યો આ પ્રમાણે છે.) (૧) મહત્તરા સાધ્વી મૃગાવતીજી ફાઉન્ડેશન : ૧૮મી જુલાઈ ૧૯૮૬ના રોજ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજના કાળધર્મ પછી બીજા દિવસે ૧૯મી જુલાઈના રોજ એક વિશાળ આયોજન વચ્ચે મહત્તરાજીને ભારતના અગ્રગણ્ય મહાનુભાવો, સંસ્થાઓ, ચારેય સંપ્રદાયના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી. પૂ. મહત્તરાજી પ્રત્યે પોતાની સાચી શ્રદ્ધા વ્યક્ત કરવા માટે અને તેમની સ્મૃતિને સ્થાયી બનાવવા માટે એક સ્થાયી ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય તે જ શ્રદ્ધાંજલિ સભામાં કર્યો. તત્કાલ લાખો રૂપિયાના વચનો પ્રાપ્ત થઈ ગયા. ટ્રસ્ટનું નામ ‘મહત્તરા સાધ્વી મૃગાવતીજી ફાઉન્ડેશન' રાખ્યું. આ ટ્રસ્ટ દ્વારા અનેક લોકકલ્યાણ અને શિક્ષાપ્રસારના કાર્યો થાય છે. (૨) પૂ. મૃગાવતી સમાધિમંદિરનું નિર્માણ : પૂ. મહત્તરાશ્રી મૃગાવતીજી મ.નાં સમાધિમંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ તા. ૧૬-૨-૧૯૮૭ના રોજ શ્રીમતી અરુણાબહેન અભયકુમારજી ઓસવાલ (લુધિયાણા)ના હસ્તે કરવામાં આવ્યો, ૧૯૮૮માં સમાધિમંદિર તૈયાર થઈ ગયું. તેની ઉપર ચારે બાજુ માટી ચઢાવીને તેને પર્વતીય ગુફાનું રૂપ આપવામાં આવ્યું કારણ કે મહારાજીને શાંતિ-એકાંતવાસ અતિ પ્રિય હતાં. આ સમાધિમંદિરમાં સ્વાતંત્ર્યસેનાની પ્રખ્યાત શિલ્પી, પદ્મશ્રી કાંતિલાલ બી. પટેલે બનાવેલ ઇટાલિયન માર્બલની, જાણે બોલતી હોય તેવી, બનાવેલી પૂ. મૃગાવતીજીની પ્રતિમા ભરાવવાનો લાભ અમેરિકાવાળા શ્રી શશિકાન્તભાઈ બદાણી પરિવારે લીધો. આ પ્રતિમાની પ્રતિષ્ઠાનો લાભ શ્રી નરપતરાય ખેરાયતીલાલ (એન.કે.) પરિવાર દિલહીએ લીધો. પૂ. મૃગાવતીજીની ચરણપાદુકાની પ્રતિષ્ઠાનો લાભ શ્રી રામલાલ ઇન્દરલાલ પરિવારે (દિલડી) લીધો. આચાર્ય વિજય ઇન્દ્રદિસૂરિની આજ્ઞા પ્રમાણે પૂ. સુત્રતાની નિશ્રામાં તેની પ્રતિષ્ઠા તા. ૧-૧૧-૧૯૯૬ના રોજ ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી. વાસ્તુકલા પ્રમાણે બનાવાયેલ સમાધિમંદિર બેમિસાલ છે. (૩) જેન ભારતી મૃગાવતી વિદ્યાલય : સ્મારક સ્થળ ઉપર પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીની યાદમાં એક વિદ્યાલયની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. શ્રીમતી ત્રિલોકસુંદરી તેજપાલજી તથા તેમના સુપુત્રો શ્રી પદ્મકુમારજી તથા શ્રી અભિનંદનકુમારજી ઘોડેવાલા પરિવારે મહત્ત્વપૂર્ણ યોગદાન આપીને તા. ૩૦-૧-૧૯૯૨ના રોજ શિલાન્યાસ કર્યો. તેના નિર્માણ માટે અનેક દાનવીરોએ દાન આપ્યું. તેમાં (૧) શ્રી નરપતરાય ખેરાયતીલાલ (એન.કે .), (૨) શ્રી શશિકાન્ત મોહનલાલ બદાણી, (૩) રામલાલ ઇન્દ્રલાલ જૈન, (૪) લાલા રતનચંદજી જૈન, (૫) શ્રી જ્ઞાનચંદજી જૈન, (૬) શ્રી ખજાંગીલાલ જૈન પરિવાર (કે. કે. રબ્બર) વગેરે પરિવારોએ વિપુલ આર્થિક યોગદાન આપીને વિદ્યાલયના સંરક્ષકપદનો સ્વીકાર કર્યો. ઇંગ્લેન્ડમાં ભારતના ઉચ્ચાયુક્ત ડૉ. લક્ષ્મીમલજી સિંઘવીએ વિદ્યાલયના મુખ્ય સંરક્ષકપદને સ્વીકાર્યું. એરમાર્શલ પી. કે. જેને સંસ્થાના ચેરમેન તરીકે શરૂઆતથી દીર્ધકાળ સુધી નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું. આ વિદ્યાલયનો શિલાન્યાસ કર્યા બાદ ઝડપથી કામ હાથમાં લઈને તા. ૧-૪-૧૯૯૩ના રોજ આ વિઘાલયને ચાલુ કરવામાં આવ્યું. તેમાં વિનોદબાલા સૂદને મુખ્ય અધ્યાપિકા તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. તેઓએ પાયાના પથ્થરરૂપ કામ કર્યું. તે જ રીતે શ્રી ડી. કે. જૈન ઓનરરી મેનેજર તરીકે બાળકોના સંસ્કરણનું તથા સંસ્થાનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે, જેથી વિદ્યાલયનો વ્યવસ્થિત વિકાસ થઈ રહ્યો છે. અહીયાં નર્સરી અને કે.જી ,ના વ્યવસ્થિત અભ્યાસ માટે અલગથી એક નર્સરી સ્કૂલ બનાવવામાં આવી છે, જેનો લાભ લાલા નરપતરાય ખેરાયતીલાલ (એન.કે.) પરિવારે લીધો છે. તેના ચેરમેન તરીકે શ્રી નરેન્દ્રકુમાર જૈન સુવ્યવસ્થિત કાર્ય કરી રહ્યા છે. ૨૯૪
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy