SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૫ પ્રેરણાની પાવનમૂર્તિ લેખ-૨ સાધ્વી સંઘ -એક વિનંતી મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીનો આ વિનંતી પત્ર એક ઐતિહાસિક પત્ર છે. જૈન સમાજના શ્વેતાંબર સાધ્વી સમુદાયને અભ્યાસ, જ્ઞાનપ્રાપ્તિ અને શાસ્ત્રાભ્યાસ દ્વારા નવી દિશા ચીંધવાનો ખામાં પ્રયત્ન છે. પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટેની તીવ્ર ભાવના છે. એમના હૃદયની પારાવાર વેદના વિનંતી રૂપે સાકાર થઈ છે. વળી, દીક્ષાર્થી બહેન કે સાધ્વીજીના અભ્યાસને માટેની નક્કર યોજના પણ આ સીમાચિહ્નરૂપ વિનંતીપત્રમાં પ્રગટ થાય છે. ભગવાન મહાવીરનો સાધ્વીસંઘ ભૂતકાળથી વર્તમાન સુધીમાં અત્યંત વિશાળ રહ્યો છે અને હાલ વિશાળ છે. હજી ય સાધ્વી સંઘમાં નાની નાની ઉંમરની સાધ્વીઓનો ત્યાગ જોઈને જનમાનસે શ્રદ્ધાથી નમી પડે છે. નાની ઉંમરમાં કે યુવાવસ્થામાં અને તે પણ આજના ભૌતિક યુગમાં ‘ત્યાગ' કરવાનો અને સાધુમાર્ગ અપનાવવાનો મુખ્ય ઉદ્દેશ તો આત્મકલ્યાણ છે. આત્મકલ્યાણની સાધના માટે સમતા, સંયમ, સરળતા, નમ્રતા, વિવેક, અકિંચનતા અને આચાર-વિચાર આદિ ગુણોની જરૂર રહે છે. આ ગુણો જ આત્માર્થી સાધુતાની કસોટી છે. વિદ્વત્તા કે વખ્તત્વ આદિ ગુણો આત્માર્થી સાધુતાની બાબતમાં ગૌણ છે. એ સાચું છે કે આવી આત્માર્થી સાધુતામાં સ્વકલ્યાણના ઇરછુકો દ્વારા સંઘ, સમાજ , દેશ અને રાષ્ટ્રનું કલ્યાણ થાય છે, પરંતુ આ વર્ગ શિક્ષિત હોય તો આ કાર્ય ઘણી આસાનીથી થઈ શકે. આજના સમયમાં જનસમુદાયમાં વ્યાવહારિક શિક્ષણ વધી રહ્યું છે. શિક્ષણ અને જ્ઞાનવિજ્ઞાનનાં ક્ષેત્રમાં દુનિયા ઘણી પ્રગતિ સાધે છે. બીજી બાજુ આજના વિલાસી વાતાવરણમાં લોકોમાં આધ્યાત્મિક ભૂખ પણ પ્રગટી છે. શિક્ષિત ભાઈબહેનોમાં મોટા પ્રમાણમાં આસ્તિકતા હજુ પણ જોવા મળે છે. ધાર્મિક ભાવના પણ દૃષ્ટિગોચર છે. “કોઈ ઝુકાવનાર હોય, તો દુનિયા ઝૂકી જાય છે' એ કથન અનુસાર સાધ્વી સમુદાય દ્વારા ધર્મમાર્ગમાં જનસાધારણની રુચિ જગાડવા માટે, વ્યસનોથી મુક્ત કરવા માટે, આચાર-વિચાર અને ખાનપાનની શુદ્ધિમાં અગ્રેસર થવા માટે, સાદાઈ અને શ્રમની પ્રતિષ્ઠા સમજાવવા માટે, આદર્શ ગૃહસ્થાશ્રમની રચનાની પ્રેરણા આપવા માટે, સમાજને નિર્બળ કરનારી કુપ્રથાઓ અને બાહ્યાડંબરોની હાનિકારકતા સમજાવવાનું કાર્ય સાધ્વી સમાજને સોંપવું જોઈએ. સંઘ-સમાજ અને દેશની ઉન્નતિમાં જણાતા અહિત પ્રત્યે જાગૃતિ લાવવા માટે, ત્યાગને અપનાવીને આધ્યાત્મિક ઉન્નતિ વધારવાની પ્રેરણા આપવા માટે, સાંપ્રદાયિક સંકુચિતતાનો ત્યાગ કરીને વ્યાપક, વિશાળ, ઉદાર ભાવનાઓ જગાડવાનું મહત્ત્વ સમજાવવા માટે પણ સાધ્વી સમાજ કામ કરી શકે. પ્રભુના શાસનની સાચી સેવા કરવા માટે તેઓ સહુને પ્રેમપૂર્વક સમજાવી શકે. આનાથી વ્યક્તિ અને સમાજ બંનેને ઘણો લાભ થશે અર્થાત્ આ કાર્ય માતૃશક્તિ દ્વારા સરળતાપૂર્વક કરી શકાય. પૂજ્ય પંજાબ કેસરી યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પ્રાયઃ એમ કહેતા કે ‘આજ સુધી ધર્મની રક્ષા બહેનોએ કરી છે અને એ જ કરશે.' અને મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે, ‘જીવનમાં જે કંઈ પવિત્ર અને ધાર્મિક છે, એનું બહેનોએ વિશેષ પાલન કર્યું છે.' આ બધી બાબતોનો વિચાર કરતાં સાહજિક રીતે ખ્યાલ આવે છે કે ત્યાગમૂર્તિ સમ સતી-સાધ્વીઓ દ્વારા કેટલું મોટું કાર્ય થઈ શકે તેમ છે. સમગ્ર સાધ્વી વર્ગ જો વિદ્યા અને જ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિ સાધે અને એમના ચારિત્રબળમાં જ્ઞાન-વિદ્યાનું બળ પણ ઉમેરાય તો એમનામાં કેવું સુંદર તેજ પ્રગટ થાય. સાધ્વીજી મહારાજનો અભ્યાસ વધશે તો જ્ઞાન વધશે. સાચું જ્ઞાન અને સમજ વધશે, તો સાધ્વી લોકકલ્યાણનાં કાર્યો તથા સંઘ અને સમાજની ઉન્નતિનાં અનેક કાર્યો કરી શકશે. સમાજના અગ્રણીઓ કે સંઘના આગેવાનો આ દિશામાં ગંભીર પ્રયાસ કરે તો તેઓ ઘણું કામ કરી શકે તેમ છે. પૂ. આચાર્ય ભગવંતોના ચરણમાં નમ્ર વિનંતી છે કે ઉદારતાપૂર્વક આ બાબતમાં પોતાની આજ્ઞા ફરમાવેપૂજ્ય સાધ્વીજી મહારાજ સ્વયં પોતાની શિધ્યા-પ્રશિયા સાધ્વીજીને જ્ઞાનમાર્ગે આગળ ધપાવવાનો અને અભ્યાસી બનાવવાનો નિશ્ચય કરે. તેજસ્વી સાધ્વીજી પણ સ્વ-કલ્યાણ અર્થે પૂજ્ય ગુરૂદેવો અને સાધ્વીજીનાં ચરણોમાં નમ્રભાવથી આ વિશે નિવેદન કરે અને આ રીતે પર
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy