SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૪ મર્મવાણીનાં મોતી પૂ. શ્રી મહત્તરાશ્રીની મર્મવાણીનાં મોતી જીવનપ્રકાશ હાથમાંથી કોઈ લઈ જશે, પણ ભાગ્યમાંથી કોઈ લઈ શકતું નથી. બે હાથ, ઇમાન (સચ્ચાઈ) અને ભગવાન જેના દિલમાં છે, તે કદી ભૂખ્યો રહેશે નહીં. જેવું જીવનઘડતર કરવું હોય, તેવું કરી શકાય છે. આપણે કેવા બનવું છે, તે આપણે પોતે નક્કી કરવાનું છે. રથ તો ફરી મળી જ છે, પરંતુ સારથિ માર્ગથી ચલિત થઈ ગયો, તો મુશ્કેલી થઈ જશે. ગુરુમહારાજ આપણને પ્રકાશ આપે છે, પરંતુ ગતિ તો આપણે સ્વયં કરવી પડશે. આપણે હળીમળીને રહીએ, વહેંચીને ખાઈએ. વાણી મનુષ્યની ઊંચાઈનો માપદંડ છે. જો ગૃહસ્થાશ્રમ પ્રેમપૂર્ણ, શાંતિપૂર્ણ અને આનંદભર્યો ન હોય, તો બાકીના ત્રણ આશ્રમોને આપણે સારા કઈ રીતે બનાવી શકીશું ? જે બહારની ધન-સમૃદ્ધિ નથી વહેંચી શકતો, તે ભીતરની સમૃદ્ધિને કઈ રીતે જાણી શકશે ? જીવનમાં આચરણ જોઈએ, આચરણ વિનાના વિચારો કબાટમાં બંધ એવી વસ્તુઓ જેવા છે. પ્રથમ ગુરુના પ્રેમપાત્ર બનો, તો વિશ્વાસપાત્ર બનશો અને એ પછી કૃપાપાત્ર બનશો. સાચો પ્રેમ હશે તો વિશ્વાસ આવશે અને વિશ્વાસ હશે તો કૃપા આપમેળે વરસશે જ.. સહજ મળવું પ્રકૃતિ છે, માગવું વિકૃતિ છે, વહેંચવું સંસ્કૃતિ છે. સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની, ખીંચ લિયા સો રક્ત બરાબર, યહ ગોરખ કી વાણી. આપણે બધાએ ફાયર બ્રિગેડની જેમ ઉપશમ જળથી ઝઘડાઓનો અંત લાવવો જોઈએ. લોભી વ્યક્તિ કદી પ્રેમ ન કરી શકે, પ્રેમ તો ગમતાનો ગુલાલ કરવાનું, લ્હાણી અને વહેંચણી કરવાનું શીખવે છે. જે સર્વસ્વ આપી દેવા તૈયાર છે તે બધું મેળવી લે છે. જ્યારે બીજ પોતાનું અસ્તિત્વ ઓગાળી દે છે, ત્યારે વૃક્ષ બનીને બગીચાને હર્યોભર્યો કરે છે. મિટા દે અપની હસ્તિકો, અગર તૂ મર્તબા ચાહે, કે દાના પાકમેં મિલકર, ગુલે ગુલઝાર હોતા હૈ. જે દે છે તેને મળે છે, જે લૂંટાવે છે, તેના પર વરસે છે. જગતને સદાય આપવાનું શીખો, ક્યારેય માગવાનું ન શીખો. આપણે ક્વૉલિટી જોઈએ, ક્વૉન્ટિટી હોય કે ન હોય. ગુણસમૃદ્ધિ જેની બાજુ માંથી ચક્રવર્તી રાજાની સેના પસાર થઈ જાય તો પણ તેની ખબર ન પડે, તેવી એકાગ્રતા ધરાવતો વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આપણા હૃદયમાં અહિંસા હશે, તો સાધનોમાં પણ આવશે, બાકી માત્ર અહિંસાનાં સાધનોથી કંઈ નહીં વળે. સમતા, સરળતા અને સ્વાભાવિકતા એ ભગવાન મહાવીરસ્વામીના ધર્મનો સારે છે. દાન દેનારનું જીવન ફળ-ફૂલથી લચેલા વૃક્ષ જેવું પ્રફુલ્લ હોય છે. અનેક થાકેલા મુસાફરોને તે કેટલી બધી વિશ્રાંતિ આપી શકે છે ! સાધુતાનું શિખર વક્નત્વકળા અથવા વિદ્વત્તા એ સાધુતાનો માપદંડ નથી. આચારવિચારની શુદ્ધિ અને બ્રહ્મચર્ય એ સાધુતાના ગુણ છે. જો એમાં વધારામાં વિદ્વત્તા હોય, તો સોનામાં સુગંધ ભળી સમજો. વ્યાખ્યાન આપવું સાધુનો વ્યવસાય નહીં, કિંતુ સ્વાધ્યાય છે.
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy