SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશપુંજના રાજવાળે સંપ્રદાયવાળાને જ નહીં, પરંતુ અઢારે આલમના લોકોને પ્રેમની કડીએ જોડનારી વાત્સલ્યમૂર્તિએ વિદાય લીધી. એવી વાત્સલ્યમૂર્તિ કે જેમના જીવનની ક્ષણેક્ષણ ધર્મજાગૃતિથી શોભતી હતી, જેમની અહિંસાની ભાવના અને સત્યની ખોજ સહુના હૃદયમાં જિજ્ઞાસા જગાવતી હતી. ધર્મતત્ત્વમાં અડગ શ્રદ્ધા, ધર્માચરણમાં દઢતા અને પ્રાણ દઈને પણ પ્રતિજ્ઞાનું પાલન કરવાની સમર્પણશીલતા એમનામાં હતી. એક બાજુ અનેકવિધ ધર્મકાર્યોની વચ્ચે માનવકલ્યાણની ભાવના પ્રગટ થતી હતી, તો એમની અધ્યાત્મસાધના દ્વારા વીતરાગ પ્રીતિ દેખાતી હતી. એક બાજુ આનંદઘનની મસ્તી હતી, તો ક્યારેક આત્મવલ્લભની ફકીરી હતી. આવી મહત્તરાજીની ક્રાંતદર્શી સાધુતા નવાં-નવાં ધર્મમય કાર્યો કરીને યુગોને પ્રેરણા આપી ગઈ. એમને શત શત વંદના. પ્રેરણાની પાવનમૂર્તિ ખેરાયતીલાલજી જૈનનાં તૈલચિત્રોનું અનાવરણ ક્રમશઃ પદમકુમાર અભિનંદનકુમાર જૈન અને શ્રી નરપતલાલ ખેરાયતીલાલ જૈન પરિવાર દ્વારા થયું. અંતમાં પૂ. મહત્તરાજીની ઇટાલિયન માર્બલમાં તૈયાર થયેલી નેત્રાનંદકારી પ્રતિમાં અને ચરણપાદુકાની પ્રતિષ્ઠાવિધિની શુભઘડી આવી. પૂ. ગુરુદેવો અને મહત્તરાજીના જયધોષની સાથે શ્રી જેઠાભાઈના માર્ગદર્શનમાં સર્વશ્રી નરપતરાય ખેરાયતીલાલ જૈન પરિવાર દ્વારા આ વિધિ ઉલ્લાસપૂર્વક સંપન્ન કરાવવામાં આવી. એની સાથોસાથ મહત્તરાજીની ચરણપાદુકાઓ પણ શ્રી રામલાલ ઇન્દ્રલાલ પરિવાર દ્વારા સ્થાપિત કરાવવામાં આવી. આ અવસરે શ્રાવકરત્ન શ્રી રાજ કુમાર જૈનને ‘સમાજરત્ન'ની પદવી એનાયત કરવામાં આવી અને એ ઉપરાંત અષ્ટપ્રકારી પૂજન કરીને સમારોહની સમાપ્તિ થઈ. જમ્મુથી કન્યાકુમારી સુધી અને મુંબઈથી કૉલકાતા સુધી પાંચ હજાર વ્યક્તિઓનો વિશાળ સમુદાય આ સમારોહમાં ઉપસ્થિત રહ્યો. આ પ્રસંગે આયોજિત ધર્મસભામાં મુખ્ય અતિથિ તરીકે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સુંદરલાલ પટવા, હરિયાણાના નાયબ સ્પીકર શ્રી ફકીરચંદ અગ્રવાલ તથા અનેક સંસ્થાઓ અને સંઘના અગ્રણીઓ ઉપસ્થિત હતા. મુખ્ય અતિથિ શ્રી સુંદરલાલ પટવાએ કહ્યું કે મહત્તરાજીનું તપોમય અને સાદગીભર્યું જીવન આપણામાં અહિંસા અને માનવતા પ્રતિ સમર્પિત ભાવ રાખવાની પ્રેરણા આપે છે. વલ્લભસ્મારકની સાથોસાથ સહુએ પોતાના અંતઃકરણમાં પ્રેરણાની પાવનમૂર્તિ જેવા મહત્તરાજીની મૂર્તિનું સ્થાપન કર્યું. સહુના દિલમાં એક બોજ હતો, કદી સારી જમીં હો કાગજ, સમુંદર હો સાથી કા, ફિર ભી લીખા નહીં જા સકતા, સદમાં ઉસકી જુદાઈ કા. એક ઝળહળતી આત્મજ્યોતિનો પ્રકાશ સહુની વચ્ચેથી વિદાય પામ્યો. એક તેજસ્વી વ્યક્તિત્વની પ્રભા ક્યાંક વિલીન થઈ ગઈ. એ અમૃતસમી વાણી, એ આંખોમાં નીતરતી કરુણા, એ ચહેરા પર ચમકતો વિનોદ હવે જોવા નહીં મળે એવો વસવસો સહુની ભીતરમાં ક્યાંક બેઠો હતો. માત્ર ભિન્ન મત, ગચ્છ કે
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy