SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ આ સમયે અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા અને મહારાજીના જીવનકાર્યની ઝાંખી આપતાં પુસ્તકોનું પ્રકાશન પણ કરવામાં આવ્યું. સહુએ એમનાં કાર્યો સાકાર કરવા માટે તન, મન, ધન સમર્પવાની તૈયારી બતાવી. આ સમારોહમાં પરમ ગુરુભક્ત શ્રી શૈલેષભાઈ કોઠારીએ જણાવ્યું કે, “પૂ. મહત્તરાજીએ સંધ-સમાજ માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી છે. સમાજે આજે તેમની યાદમાં કોઈ નક્કર નિર્ણય લઈને ઊઠવાનું છે. તેમની એક સ્થાયી યાદ બનાવીને છૂટા પડવાનું છે. અહીંયા સમાજનાં, સંઘનાં અગ્રગણ્ય વ્યક્તિઓ બેઠાં છે. આપણે શ્રાવકોએ આ સ્મારકસ્થળ પર જ જૈનભારતી મૃગાવતીજીની યાદમાં કોઈ સંસ્થા બનાવવાનો નિર્ણય લઈને તેમના પ્રતિ સાચી શ્રદ્ધાંજલિ આપવાની છે.” અને તે પછી “જૈનભારતી મૃગાવતી વિદ્યાલય’ સ્મારકના પરિસરમાં જ બનાવવાનો નિર્ણય લેવાયો. વલ્લભ-સ્મારકના પ્રેરણાસ્ત્રોત સાધ્વીજીના જીવનને સહુએ આદર્શ તરીકે સ્વીકાર્યો. સાધ્વીશ્રી સુત્રતાશ્રીજીએ લુધિયાણામાં મહારાજી દ્વારા સ્થાપિત ઉદ્યોગકેન્દ્રને પુનઃ સક્ષમ બનાવવા તેમજ ગ્રંથભંડારોની જાળવણીની પોતાના વ્યાખ્યાનમાં જિ કર કરી. આની સાથોસાથ મહારાજીની ઇચ્છા પ્રગટ કરતાં પૂ. સાધ્વીશ્રી સુવ્રતાજીએ કહ્યું કે ઉત્તર ભારતમાં વસતા જૈન શ્રાવક-શ્રાવિકાઓને દૈનિક ધાર્મિક ઉપકરણોની જરૂર પડે છે. એમને પ્રભાવના કરવી કે તપનું ઉજવણું કરવું હોય, તો ક્યાંયથી ઉપકરણ મળતાં નહોતાં. આને માટે ખૂબ દૂરદૂર સુધી જવું પડતું હતું. આથી વલ્લભસ્મારકમાં એક એવું કેન્દ્ર ખોલવામાં આવે કે જ્યાં સરળતાથી સઘળાં જૈન ઉપકરણ ઉપલબ્ધ થાય. પૂ. મહારાજીની એ ભાવના અને વિદુષી સાધ્વીશ્રી સુવ્રતાજીની પ્રેરણાને પરિણામે શ્રી વલ્લભસ્મારક પરિસરમાં આવા એક કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. આ સમયે આ ધર્મસભામાં સ્મારકના માનદ્ મંત્રી અને સંપૂર્ણતયા સમર્પિત શ્રી રાજ કુમાર જૈને મહત્તરાજીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરતાં કહ્યું, આપણે સહુ સાથે મળીને મહત્તરાજી દ્વારા પ્રેરેલા કાર્યો સંપન્ન કરવા પુરુષાર્થ કરીએ. વલ્લભસ્મારકથી આરંભીને સાધ્વીજીએ કરેલાં અનેક કાર્યોને વેગ આપવા પ્રકાશપુંજના અજવાળે માટે સહુ કોઈ કટિબદ્ધ બન્યા અને એ પછી ૧૯૯૬ની પહેલી નવેમ્બરે વલ્લભસ્મારકમાં સાધ્વીજીની પ્રતિમા સ્થાપન કરવામાં આવી. આચાર્ય યશોદેવસૂરિજીએ ઈ. સ. ૧૯૫૬ માં શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલા ‘આચાર્યશ્રી વિજયવલ્લભ સ્મારક ગ્રંથ 'માં નોંધ્યું છે, ‘છેક બારમી સદીથી સાધ્વી-પ્રતિમાઓ મળે છે અને કદાચ એ એના પહેલાના સમયમાં પણ વિદ્યમાન હોવી જોઈએ.’ ૧૪૪૪ ગ્રંથોના રચયિતા મહાન આચાર્ય શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજની ચિત્તોડના કિલ્લા પાસે આવેલા સમાધિમંદિરની એમની ક૧ ઇંચની મૂર્તિના મસ્તક પર સાધ્વી મહત્તા યાકિનીની દર્શનીય મૂર્તિ પ્રાપ્ત થાય છે. ૧૫મી સદીમાં શ્રી વર્ધમાનસૂરિએ રચેલા ‘આચાર દિનકર ” ગ્રંથના તેરમા અધિકારમાં સાધ્વી પ્રતિમાની પ્રતિષ્ઠાના સંપૂર્ણ વિધિવિધાન આપવામાં આવ્યાં છે. વર્તમાન સમયમાં શ્રી નાકોડા તીર્થના મંદિરમાં સાધ્વીશ્રી સર્જનશ્રીજીની મૂર્તિ તથા દિલ્હી-મહેરોલીમાં સાધ્વીરના શ્રી વિચક્ષણ શ્રીજીની મૂર્તિ મળે છે. આ પરંપરામાં વલ્લભસ્મારકમાં સાધ્વી મહત્તાશ્રી મૃગાવતીજીની મૂર્તિ ૧૯૯૬ની ૧લી નવેમ્બરે બે દિવસના સમારોહની ઉજવણી સાથે વલ્લભસ્મારકની ગુફાના આકારની સમાધિમાં સ્થાપિત કરવામાં આવી. - વિદુષી સુશિયા પરમ પૂજ્ય સાધ્વી સુવ્રતાશ્રીજીની ઉપસ્થિતિમાં આ પ્રતિષ્ઠા-સમારોહ યોજાયો. અનેક સાહિત્યકારો, કલાકારો, વિદ્વાનો અને શ્રીસંઘના શ્રાવક-શ્રાવિકાઓની ઊછળતી ભક્તિનો અનુભવ થયો. બીજે દિવસે સવારે ૮-00 વાગ્યે વલ્લભ-સ્મારકના નવનિર્મિત મુખ્ય દ્વારની ઉદ્દધાટનવિધિ વલ્લભસ્મારકના અધ્યક્ષ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ, શ્રી દીપચંદ ગાર્ડ અને શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈના શુભહસ્તે થઈ. એ પછી મહારાજના સાંસારિક સબંધીઓ શ્રી શશીકાન્ત મોહનલાલ બદાણી પરિવારના સૌજન્યથી નિર્મિત હોલનું ઉદ્ઘાટન શ્રીમતી ઇન્દિરાબહેન શશીકાન્ત કર્યું અને દાનવીરશ્રી દીપચંદભાઈ ગાર્ડીના શુભહસ્તે શ્રી વીરચંદ રાઘવજી ગાંધી હૉલનું ઉદ્ઘાટન થયું. આ ઉપરાંત જે એમ.વી. સ્કૂલમાં શ્રી તેજપાલજી જૈન ધોડેવાલ તથા લાલા રજ પ
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy