SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ દેશી અવાજ દેશી નવભારતના ભાગ્યવિધાતા : ભાઈ, અમે તો વખાના માર્યા શરૂઆતમાં બોલી ગયેલા. .: સરદાર સાહેબના મગજ પર એક રજવાડું નહોતું. ત્રણસો ચારસો રજવાડાં, એમાં કોઈ નાનાં કોઈ મોટાં, કુલ પાંચસો, હજી રાજ કોટનું પતે ત્યાં વડોદરા જાગ્યું. : પણ ત્યાં તો પ્રજા મંડળ હતું. : મુડદાલ હાલતમાં ઘણાં વર્ષોથી, પણ તે વડોદરા શહેર પૂરતું. ૧૯૩૦-'૩૫ની લડતો પછી એણે ગામડાંમાં નજર દોડાવી અને ૨૮-૧૦-'૩૮ની સભામાં સરદારે પ્રમુખસ્થાનેથી ભાદરણ ગામમાં ચોખ્ખી વાત સંભળાવી દીધી. ‘વડોદરા રાજ્ય , પ્રજામંડળનો વિશ્વાસ નહીં રૂંધી શકે.' ઉપરાંત સરદારે વડોદરા રાજ્યના ખેડૂતોની વધતી જતી આર્થિક દુર્દશા ઉપર અને ભારે જમીનમહેસૂલ ઉપર પ્રજાનું ધ્યાન દોર્યું. : હા, એ વાત તો સાચી. ખેડૂતની વાત આવી કે સરદાર વહારે ધાવાના જ . : એક અદ્ભુત ઉદાહરણ તો વડોદરા પાસે વરણામા ગામ પાસે સાડત્રીસ ગામના ખેડૂતો ઉપર અસહ્ય ત્રાસ વર્તી રહ્યો હતો ત્યાં હરણો રાખવામાં આવે, તે છે. : હરણો ? : હા, હરણો, તે ગમે ત્યારે ખેતરો ખૂંદે, અને ગમે તે ખાઈ જાય. આ હરણોના શિકાર થાય. મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૮૧ જેમ હંમેશાં બને છે તેમ, એમાં ભાડૂતી લોકો મારફત પથરાબાજી. ઝેરીલી પત્રિકાઓ, સરદાર તો બહારના માણસ છે, એવા અંગ્રેજી રાજ્યવાળા બોલતા તેવી જ ભાષા વાપરવામાં આવી. દેશી ? સભા થઈ ? અવાજ : ના. બીજે દિવસે અલકાપુરીમાં સભા થઈ. શ્રી સરદારને થેલી આપવામાં આવી, એમાંથી દફતરનું મકાન ખરીદાયું – તે જ વડોદરા શહેરમાંનું સરદાર ભવન અને હૉલનું નામ અબ્બાસ હોલ. : બારડોલીની લડતમાં પ્રખ્યાત થયા તે અબ્બાસ સાહેબ, વડોદરાના વડા ન્યાયાધીશ ! અવાજ, અવાજ દેશી અવાજ : હા. પછી ૧૯૪૦માં ધારાસભાની ચૂંટણીઓ થઈ એમાં પ્રજામંડળના સભ્યો સારા પ્રમાણમાં ચૂંટાયા. ત્યાં પણ સરદાર સાહેબે સારી દોરવણી આપી. એ પત્યું કે લીંબડીમાં વળી ઓર કૌભાંડ સરજાયું. રાજ કુટુંબને મોઢે ભારે મીઠાશ, પણ હૈયે એમાંનું કશું પણ પ્રજા માટે હેત નહીં. માનશો ? જુલમો તો એવા કરાવ્યા કે પ્રજાને હિજરત કરવાનો વખત આવ્યો. અહીં પણ ગુંડાઓનો ત્રાસ શરૂ થયો. સરદાર સાહેબે એ અત્યાચારોની તપાસ કરાવી. અને એમાં લીંબડીના કામકાજને રાજકોટની દમનનીતિથી પણ બૂરા ગણાવ્યા. સભાઓ ભરવાની ધમકીઓ ચાલી. સમાધાન કરવાની તો વાત જ નહીં, એવી આડાઈ. : તો શી રીતે પત્યું ? : ત્રણચાર વર્ષે પત્યું. રાજા અને કુંવરના અવસાન થયાં બાળકુંવર માટે રીજન્સી નીમી. : કોણે ? : હજી તો કરતા કરવૈયા – બ્રિટિશ જ છેને – આખરે ૧૯૪૪ અવાજ દેશી અવાજ અવાજ : કોણ શિકાર કરે ? : રાજા અને એના ગોરા મહેમાનો. એમને માટે આ આખો શિકારનો ખેલ–એમાં ખેડૂતો પણ રાજ્યના શિકાર થઈ પડ્યા. સરદાર સાહેબે વારંવાર ચેતવણી આપી. તા. ૨૦-૨-'૩૯ના રોજ વડોદરામાં સરદારનું પ્રજામંડળ તરફથી સન્માન; ત્યારે દેશી અવાજ
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy