SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ અવાજ દેશી અવાજ નવભારતના ભાગ્યવિધાતા : તોયે કેડલે રાજાને ભારે ઠપકો આપ્યો. દિવસભર ઠાકોર દીવાનને મળે જ નહીં એટલે દીવાન છેડાયો આખરે એને કઢાવવા વીરાવાળાએ પેંતરા રચ્યા. : પણ રેસિડન્સી અને વીરાવાળા વચ્ચે પણ ઊડી. : કોઈને પણ રાજકારણમાં અધમમાં અધમ કૂટનીતિ શીખવી હોય તો ઠાકોર સાહેબ, ગિબ્સન, કેડલ, વીરાવાળાના હવે જાહેર થયેલા પત્રો, અને એકેકની ચાલબાજીનો અભ્યાસ કરી લે, તો એ રાજ્ય-ખટપટમાં નિષ્ણાત થઈ જાય. પણ સરદાર સાહેબ સજાગ રહેતાં રાજકોટમાં લાઠીચાર્જ, ગોળીબાર, આખી પ્રજા જાગ્રત, રાજ્યની સામે—જો થઈ છે તે. ત્યારે જ સરદાર સાહેબ બોલ્યા હતા કે મુઠી જેટલું રાજકોટ આખા હિન્દને હલાવી નાખશે. એ સમયમાં રાજકોટ વિષેનાં પ્રવચનો વાંચીને અભ્યાસ કરવા જેવાં છે. એમની વાણી સાચી પડી. : પછી તો લડતે ઓર રંગ પકડ્યો. ચારે કોરથી બહેનો પણ પકડાવા રાજકોટ ઊમટી. : પછી તો જે તડાતડી ચાલી છે—ક્યાં રાજકોટ, ક્યાં અમદાવાદ, વચમાં ગાંધીજી સંડોવાય, કસ્તુરબા પકડાયાં, જેલ, અપવાસ, સત્યાગ્રહ. દિલ્હીના વાઇસરૉય. ત્યાંના ચીફ જસ્ટિસ સર મોરિસ ગ્લાયર સાથે કરારનામાં થાય, તે તૂટે, વીરાવાળા અને એજન્સી રાજરમત રમે; ઓ હો હો ! આ ચકચારભર્યો કિસ્સો, એ અંગે લડત, ખરેખર સરદાર કહેતા કે રાજકોટની આગ અને આંધી આખા હિન્દને જાગ્રત કરશે તે છેક ત્રિપુરા મહાસભાની બેઠક સુધી ધુંઆધાર ફેલાયો, ચાલ્યો, અને એમાં બે મહાન વ્યક્તિઓના જાન પણ જોખમાયા ! : તે કોણ ? : કેમ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા મોહનદાસ ગાંધી, મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૭૯ દેશી : એમ ? અવાજ : કેમ, સરદારનો જાન લેવાનું કાવતરું-એ અમરેલીમાં હતા ત્યાંથી રાજકોટ આવવાના હતા, તે રસ્તે એમને મારવાની યોજના ઘડાઈ જ હતી. દેશી : હા, હા, પણ રસ્તો બદલ્યો એટલે બચી ગયા. નહીં તો એમને મારવાના જ હતા. અવાજ : ગાંધીજી ઉપર રાજકોટમાં હલ્લો. એ તો જે એમને મારવા આવનાર હતા, એમનું એકલાનું જ એમણે રક્ષણ માંગ્યું. અને પેલાના હાથ ન ચાલ્યા. અહિંસાનો એ અભુત દાખલો છે. : એ તો એમની અહિંસાની કસોટી જ હતી. અવાજ : આમ રાજકોટ સત્યાગ્રહ તો ભારતમાં એક ઐતિહાસિક ઘટના બની ગઈ. છેવટે વીરાવાળા, કેડલ, ગિબ્સને અને ઠાકોર બધાના હાથ હેઠા પડ્યા. એથી તો સૌરાષ્ટ્રના બધા રાજાઓ સમય વર્તી ગયા અને સૌરાષ્ટ્રના શા માટે, હિન્દભરમાંના ઘણા રાજાઓને સમજણ પડી ગઈ. પેલા સૌરાષ્ટ્રના એક રાજવી કહેતા હતા, તે યાદ છે ને ? : હા, સરદાર સાહેબ માટે, ‘એક કરમસદના ઉઘાડપગા ખેડૂતને હાથે હું મારું રાજ્ય તારાજ થવા દઉં ?' અવાજ : બરાબર. અને એ જ રાજવીએ સરદાર સાહેબને એમના મોટાભાઈ તરીકે સ્થાપ્યા, અને પોતાની પડખે બેસાડી સન્માન કર્યું. ત્યારે ભાઈ, સમે સમો બળવાન છે. તમે દેશી રાજ્યોના સવાલની વાતો કરતા હતા. ત્યાં આ રાજકોટના દાખલાએ હાક વગાડી દીધી, એમાં ઠાકોર ધર્મેન્દ્રસિંહજી, વીરાવાળા, ખલનાયકો, ગાંધીજીની આકરી તપસ્યા અને અહિંસાની કસોટી; પણ સરદાર સાહેબની અખંડ ધીરજ અને કુનેહ છક કરી દે એવાં નીવડ્યાં છે. એ આખા પ્રકરણનો આ સાર છે. દેશી અવાજ દેશી અવાજ
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy