SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ દેશી અવાજ દેશી અવાજ નવભારતના ભાગ્યવિધાતા : શેનો ? : કે મિ. ગાંધીની આ ચાલબાજી છે. : ચાલબાજી ? : વાંચોને આ સરકારી બદદાનતનો સરક્યુલર. એ હોમ મેમ્બરના સેક્રેટરી હેલેટ પાઠવ્યો હતો. એનો સાર એમ છે કે મિ. ગાંધી હવે ગામડાંમાં જ ઈને કોંગ્રેસની બહાર રહીને સંગઠન કરશે. સરકારે વધારે જાગ્રત રહી, મિ. ગાંધી કે એના સાથીદારો બીજી લડત ન ઉપાડે એ તરફ ચોકી રાખવી પડશે. મિ. ગાંધી ગ્રામોદ્ધાર માટે ૨કમ માંગે તો સરકારે ના પાડવી. એમના મેળાઓમાં સરકારી અમલદારોએ ભાગ ન લેવો. મિ. ગાંધી ભારે ચાલાક અને વિચક્ષણ રાજદ્વારી નેતા છે, એથી સજાગ રહેવાની જરૂર છે. મિ. ગાંધી કોંગ્રેસમાંથી નીકળી ત્રણ બાજુએથી હુમલા કરશે, ત્યારે ધારાસભાના હિન્દી સભ્યો અંદરથી આપણાં દમનકારી પગલાં રોકવાનો બધો પ્રયત્ન કરશે. ઉપરાંત, દારૂબંધીની યોજના અમલમાં લાવવામાં પણ મિ. ગાંધીની પ્રજાને સુધારવાની નેમ રાખી, સરકારી તિજોરીમાં જ કાતનું નાણું ઓછું જાય, એ માટે તકેદારી રાખશે. : આ સરક્યુલરની ક્યારે જાણ થઈ ? : જેવો ખાનગી રીતે સરકારી દફતરોમાં પહોંચ્યો ત્યારે – : શી રીતે ? : એ સરદાર સાહેબ જાણે. એમની પણ ખાનગી વ્યવસ્થા હશે જ ને ! : હા, એમ બને. સરદાર સાહેબને ચારે કોરથી જાણ થતી હતી. ભારે હોશિયાર વ્યક્તિ. : એ તો બરાબર, પણ આ બ્રિટિશ સરકારના અમલદારો કેવા ? : દુષ્ટ, નાપાક ! મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૬૯ : અમલદારો તો પાકા અવળચંડા, પણ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાંની બધી પાર્ટીઓના સભ્યો પણ લુચ્ચા, દંભી, બેવચની, કહે કંઈ અને કરે જુદું. ધારાસભાની તા. ૨૧-૧-'૩૫ના રોજ બેઠક શરૂ થઈ, એમાં ભુલાભાઈ દેસાઈ કોંગ્રેસ પક્ષના આગેવાન હતા. એમણે સરકારને સારા પ્રમાણમાં ઉઘાડી પાડી. શરતચંદ્ર બોઝની અટકાયત, ખુદાઈ ખિદમતગારો ઉપર પ્રતિબંધ, હિન્દુસ્તાન અને બ્રિટન વચ્ચે બ્રિટનને લાભ થાય એવા ઉતાવળા કરારો, અને સરદાર સાહેબે, આગળ ઇશારો કર્યો, એમ એમનો ખાનગી પરિપત્ર મેળવ્યો. એટલે ટૂંકમાં બ્રિટનના કોન્ઝર્વેટિવ લિબરલ પક્ષ અને સનંદી અમલદારો બધાએ એક થઈ હિન્દ ઉપરના લોખંડી ચોકઠાને વધારે મજબૂત કરવાનાં પગલાં લીધાં ! કેવી ચાલાકી ! : અને મહાત્મા ગાંધીજીને ચાલાક કહે છે ! અવાજ : સત્તા ઉપર બેઠેલા કોઈને સત્તા છોડવી ગમતી નથી. એમાં હિન્દ જેવો લૂંટવા જેવો દેશ, પ્રજા ગુલામ, બ્રિટનના માલને ધારેલ ભાવે હિન્દમાં વેચી ખાઈ કરોડો રૂપિયાની આવક, કોણ છોડે ? દેશી : બરાબર છે, પણ અમારો કોઈ વિચાર કરે છે ખરું? અવાજ : અમારો એટલે, તમે કોણ છો-ભારતના જ પ્રજાજનને ? : ના, અમે દેશી રાજ્યના પ્રજાજન, બ્રિટિશ પ્રજા કરતાં વધારે દુખી. અવાજ : કેટલાંક દેશી રાજ્યોમાં ખરું, બધે નહીં. દેશી : બધે, ક્યાંક ઓછો ક્યાંક વધારે જુલમ, બ્રિટિશ હિન્દની વાત છાપાંઓમાં આવે, અમારી નહીં. અવાજ : દેશી રાજ્યોમાંયે છાપાંઓ તો છે જ. : છે. પણ ગાંધીજી અને સરદાર સાહેબ અમારાં દેશી રજવાડાંઓના પ્રશ્ન માટે કશું વિચારતા જ નથી. દેશી અવાજ દેશી અવાજ દેશી અવાજ દેશી
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy