________________
૧૬૬
મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન
નવભારતના ભાગ્યવિધાતા શાસ્ત્રીજી : ના, ગોરાઓ જ, ગોરાઓને હજી સત્તા છોડવી નહોતી. સરદાર
સાહેબે આ બાબતમાં ચોખ્ખું જાહેરનામું બહાર પાડી જણાવ્યું કે આ બાબતમાં આપણે ભોળવાઈ જવાનું નથી. સજાગ છીએ, અને
સજાગ રહીશું. બીજો કોયડો વફાદારીના સોગંદનો ઊભો થયો. પૃચ્છક : વફાદારી-કોને ? શાસ્ત્રીજી : પ્રધાનો વફાદારીના સોગંદ લે, તે કોને વફાદાર રહે ? કિયા
રાજ્યને ? ભારતની પ્રજાને કે ઇંગ્લેન્ડમાં બિરાજમાન શાહી
તાજ ધરાવનારા બાદશાહને ? પૃચ્છક : ઓત્તારી, એ પણ બરાબર. શાસ્ત્રીજી : પણ એ પ્રશ્ન પણ પત્યો, પ્રધાનપદ સ્વીકારાયાં, એટલે તરત
જ ગુજરાત અને કર્ણાટકના ખેડૂતોની જમીન સરકારે ખાલસા કરી હતી. બીજાને ચોપડે જમા કરી દીધી હતી. કેટલીક વેચી નાંખી હતી, તે સરદાર સાહેબે પાછી અપાવી. તેમાં પણ ઓલો જૂનો અમદાવાદનો ઉત્તર વિભાગનો કમિશનર ગેરેટ આડો પડ્યો.
અવાજ દેશી
અવાજ
પૃચ્છક : હા, હા, ગેરેટ-એને અને સરદારને તો ઘણી વાર બાઝવાનું થતું
જ હતું. તો એ આડો પડ્યો એનું શું થયું ? શાસ્ત્રીજી : સરદાર સાહેબે એને સીધાદોર કરી મૂક્યો. પૃચ્છક : આ કમિશનરો, કલેક્ટરો આઈ. સી. એસો.હજી એવા જ
૨હ્યા હતા. શાસ્ત્રીજી : પેલી કહેવત છે ને કોઈ જાનવરની પૂંછડી વાંકી ને વાંકી જ
રહે. યાદ છે ? પૃચ્છક : ખરું કહ્યું તમે, આજે આ જાણ્ય, સરદાર ભક્તવત્સલ. ચાલો
જય જય.
; પાત્રો : અવાજ, દેશી પ્રજાજન, દેશી રજવાડાના બાપુઓ, ભગાભાઈ : ભાઈ ! સરદાર સાહેબને કોઈ નહીં પહોંચે ! : કેમ, શું થયું ? : વાંચોને આ કાગળ-૧૯૩૪ની મુંબાઈની મહાસભા મળી, પછી બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનને રાજ કીય સુધારા આપવા જાહેરાત કરી રહી હતી. હિંદમાં અને વિલાયતમાં એમની પાર્લામેન્ટમાં એટલે મહાસભાના ઘણા સભ્યો નવી ચૂંટાનારી ધારાસભામાં જવાનો આગ્રહ રાખતા હતા, ત્યારે ગાંધીજીએ મહાસભામાંથી આઘા થઈ જવાનો નિર્ણય જાહેર કર્યો. : પણ એમાં સરદાર ક્યાં આવ્યા ? : સરદાર ગાંધીજીના અંધ અનુયાયી ગણાતા હતા. એમણે જ
એકલાએ ગાંધીજીના એ વિચારને ટેકો આપ્યો. પરિણામ જાણો છો ? : ના. : ત્યાં બ્રિટિશ સરકાર હિન્દને સુધારા આપવા જાહેરાત કરે. અહીં હિન્દમાંના બ્રિટિશ અમલદારો પોતાના અધિકારીઓને ખાનગી સરક્યુલર મોકલે છે.
અવાજ
દેશી અવાજ