SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ નવભારતના ભાગ્યવિધાતા મોતીનો હાર હતો. એટલે હાર છાપરા પર નાંખી સાપ ઊંચકી ઊડી ગઈ. ડોસીને સાપ સંઘરતા હાર મળ્યો, બોલો સરદાર, તમે શું કહો છો ? સરદાર : એક વાણિયાને ત્યાં સાપ નીકળ્યો. એને મારનાર કોઈ મળે નહીં, હિંસા થાય. એટલે એને પેલા સાપને તપેલા નીચે ઢાંક્યો. રાત્રે ચોર આવ્યો. એણે કુતૂહલથી તપેલું ઉઘાડ્યું, એટલે એને સાપ કરડ્યો. આમ એ ચોરી કરવા ગયો ત્યાં પંચત્વ પામ્યો. બાપુ : પણ હિંસા તો થઈને ? સરદાર : સાપનો ધર્મ જ કરડવાનો. ત્યાં એ શું કરે ? મહાદેવ : આ બે ખુલાસાઓ પરથી એક કાંકરે બે પક્ષી મારવાની પણ કહેવત પડી હશે. આપણે એ વિશે નરસિંહરાવ દિવેટિયાને પૂછીએ. મહાદેવ : આજની ટપાલમાં એક માણસે તદ્દન બાલિશ સવાલ પૂછયો છે. લખે છે આપણું ત્રણ મણનું શરીર લઈને આપણે ધરતી પર ચાલીએ, અને પગ થકી અનેક કીડીઓ ચગદાઈ જાય તે હિંસા શી રીતે અટકાવવી ? સરદાર : એને મહાદેવ ! લખો કે પગ માથા ઉપર મૂકીને ચાલે. મદા હેવ : લ્યો, આ એક જણ લખે છે કે એની વહુ કદરૂપી છે, એટલે એને ગમતી નથી. શું લખીએ ? સરદાર : લખો એને કે પોતાની આંખ ફોડીને એની સાથે રહે, એટલે દેખવું નહીં અને દાઝવું પણ નહીં. મહાદેવ : સરદાર સાહેબ ! આ જુઓને બાપુ હલકો ખાટલો મંગાવે છે, કાથાની દોરડીનો. સરદાર : કાથાની દોરડીના ખાટલા ઉપર તે કંઈ સુવાય ? ભક્તજન વલ્લભભાઈ ૧૬૩ મહાદેવ : પણ એ તો એના ઉપર જ સૂવા માંગે છે. બાપુ કહે છે કે બાળપણમાં એમને ત્યાં એવા જ ખાટલા વાપરતા. એમનાં બા એની ઉપર આદુ ઘસતાં. સરદાર : એ હું ન સમજ્યો. મહાદેવ : એ તો એમ કે આદુનાં અથાણાં કરવા હોય ત્યારે આદુને છરીથી સાફ ન કરતાં આ કાથીની દોરડી ઉપર જ ઘસે, એટલે છોતરાં બધાં સાફ થઈ જાય. સરદાર ; બરાબર, એટલે હું કહું છું કે એમના મૂઠી હાડકા ઉપરની ચામડી સાફ થઈ જશે, માટે એની ઉપર પાટી જ ભરાવો. મહાદેવ : સરદાર સાહેબ ! આ ડોક્ટર સાહેબ જોવા આવ્યા છે. તે કહે છે કે લૉર્ડ રેડિંગ વાઇસરોય સાહેબનો અંદાજ એવો છે કે આપણે રોજના સોળ લાખ રૂપિયા ભિખારીઓને ખવડાવવામાં ખરચીએ છીએ એનો બીજો કંઈ ઉપયોગ થઈ શકે તો સારું. સરદાર : હા, ડોક્ટર સાહેબ, એ સોળ લાખ કરતાં અનેક ગણા વધારે આપણે ડાકુઓ ઉપર ખરચીએ છીએ. વિલાયતથી અહીં આવેલા ગોરા ધાડપાડુ, ડાકુઓ કરતાં કંઈ સારા નથી. એનો ખર્ચ બચે તો કેટલો ફાયદો થાય ? બાપુ : તમે ડાક્ટરને ભગાડી જ મૂક્યો. ઠીક હવે તમારું સંસ્કૃત કેવું ચાલે છે ? સરદાર : વાસfસ નીfીન માં વસ્ત્રાલ કેમ નહીં વાપર્યું ? આ કંઈ રે ? शोभिनं अस्ति । બાપુ : આનો જવાબ તો રસ્કિન જેવા વિદ્વાન આપી શકે. કાલે રાત્રે તો તમે હવે ગીતાનો અભ્યાસ શરૂ કરવાના, ખરું ? સરદાર : ૩વી ચા ય ા પથાત્ યા વેવે કૃતાર્થે – હમ્ ઠીક, આપણે ખુરશી
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy