SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ નવભારતના ભાગ્યવિધાતા ડૉ. શાહ : પેલા ખેલો કરનારા મોંમાંથી આગના ભડકા કાઢતા, ધગધગતા અંગારાની પથારી ઉપરથી ચાલ્યા જતા, હાથમાં દેવતા પકડતા, તો કહે છે કે, હાથ ઉપર કંઈ ચોપડતા, કે એવી શંકાઓ રજૂ થાય છે. મેં જોયા નથી, પણ એવા પ્રયોગો વિશે વાંચ્યું છે. એમાં તરકીબ તો ખરી જ. કદાચ યોગની ક્રિયા પણ હોય. ડૉ. મહેતા : મૂળ વાત એક, અને આપણે ચર્ચા-સભામાં એ જ મુદ્દા ઉપર ભાર મૂકવાનો-વિલ, વિલ પાવર માણસમાં મનોબળ હોય તો ભલભલાં કામ કરી શકે, ભલભલી વેદના સહન કરી શકે. ડૉ. શાહ : સુવાવડોમાં એમ જ થાય છે ને, ડૉ. મહેતા ? ડૉ. મહેતા : કરે ક્ટ, સ્ત્રીઓની સહનશક્તિ માટે તો અનેક દાખલાઓ મળશે. ડૉ. શાહ : પણ આ તો પુરુષની. અસામાન્ય. ડૉ. મહેતા : અસામાન્ય પુરુષની, અસામાન્ય વાત. મિસ. શાહ. ડૉ. શાહ : જુઓ ડૉ. મહેતા. આપણે જરા પણ હિંમત હારવાની નથી. આ સભા નાના ખંડમાં છે. નિષ્ણાતો ત્યાં હાજર હશે અને લંડન તાર કર્યો છે, એટલે ડૉ. પટેલ અને ડૉ. દેસાઈ જરૂ૨ આવી પહોંચશે યા આવી ગયા હશે. પછી આપણા સૌના હાથ મજબૂત થશે. ડૉ. પટેલ બહુ જાણીતા અને જાતઅનુભવી છે. એટલે ભલેને એ લોકો ચા-નાસ્તાના મેળાવડાઓમાંય એ પ્રસંગે શંકા ઊભી કર્યા કરે. આપણે ચારે એક મતે એક પછી એક, વિગતો રજૂ કરીશું, એટલે જુઓ ગમ્મત. ડૉ. મહેતા : એ લોકોની શંકા તો એટલી જ છે ને કે, સાધારણ યા મોટાં પરેશનો ક્લોરોફોર્મ આપ્યા વિના ન થઈ શકે. સહનશક્તિ ડૉ. શાહ : ના ડૉ. મહેતા, એમ જનરલ ચર્ચા યા જનરલ પ્રસ્તાવ નથી. જ્યારે અમે વલ્લભભાઈ પટેલનું નામ દઈને વાતો કરી, ત્યારે એમનાં આંગળાં માથા ખંજવાળવા મંડ્યા. અમે કહ્યું કે, કિસ્સો લંડનમાં બન્યો, એટલે તો વધારે મચકાયા. ડૉ. મહેતા : એમ કે ? એવી ગપો હિન્દુસ્તાનમાં ચાલી શકે, એમના અતિ પવિત્ર સત્યવાદી લંડન શહેરમાં ન ચાલી શકે. ડૉ. શાહ : એમ જ . ચાલો, પણે ચર્ચા-સભામાં ઘંટડી વાગતી હોય એવું લાગે છે. ચાલો. (પ્રમુખ બીજા સભ્યો સાથે પ્રવેશે છે.) પ્રમુખ : આપણે અહીં જ સભા ભરવાની છે. આપની રજાથી હું પ્રમુખસ્થાને બેસું છું. ગઈ કાલની એ જ ચર્ચા આપણે શરૂ કરીએ. ઇંગ્લેન્ડના બેત્રણ ડૉક્ટર સાહેબોએ એક કિસ્સાની બાબતમાં થોડી શંકા રજૂ કરી. ડૉ. શાહ : માફ કરજો , પ્રમુખ સાહેબ, થોડી શંકા નહીં, પૂરા શંકાએ સાહેબ આખી વાતને બનાવટી જ કહી કાઢી નાંખતા હતા. પ્રમુખ : ડૉ. મિસ શાહ, મારામાં વિશ્વાસ રાખો. હું તો તટસ્થ ડૉક્ટર ડૉ. શાહ પ્રમુખ : પણ, આપ પણ અંગ્રેજ છો, માફ કરજો. : પણ ઇંગ્લેન્ડ છોડી હું હંમેશાં જિનીવામાં જ રહું છું. એટલે અરધો સ્વિસ પણ છું. માનો કે, એમણે પૂરી શંકા ઉઠાવી, તો આજે અમે તમને તમારી કેફિયત રજૂ કરવા પૂરી તક આપીએ છીએ. આપના લંડનથી નિષ્ણાત આવવાના હતા તે આવી ગયા ? (ડૉ. પટેલ પ્રવેશે છે.) : જી હા. હું ડૉ. પટેલ. હું આ કિસ્સા સાથે જાત-અનુભવથી સંકળાયેલ છું. ડૉ. પટેલ
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy