SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ સહનશક્તિ ડૉ. મહેતા : તમે પહેલી વાર જિનીવા આવ્યા. હું તો ત્રણચાર વાર અહીં આવી ગઈ છું. મને આ શહેર ઘણું ગમે છે. સ્વિત્સરલેન્ડમાં પેલે છેડે ઝુરિખ, આ છેડે જિનીવા. ડૉ. શાહ : પણ મોંળ્યાં અહીંથી નજીક, નહીં ? અહીં તો બધું જ પાસે પાસે. ડૉ. મહેતા : જરૂર, આપણે એકબે દિવસમાં જઈશું. આજનો એજન્ડા શું છે ? સહનશક્તિ : પાત્રો : મિસ ડૉ. શાહ, મિ. ડૉ. પટેલ, મિસ ડૉ. મહેતા, મિ. પ્રમુખ ડૉ. મહેતા : આ લોકોએ કમાલ કરી છે. આવડી મોટી કૉન્ફરન્સ, એમાં પ્રતિનિધિઓનાં નામો છાપ્યાં છે, તે આ આપણા એકલાની જ ફક્ત અટકો. ડૉ. શાહ ; હોય નહીં, જોઉં હા, ડૉ. મહેતા, ડૉ. શાહ અને લંડનથી આવવાના તેનાં નામો પણ, ડૉ. પટેલ, ડૉ. દેસાઈ. ડૉ. મહેતા : ડૉ. શાહ, આ તો હદ કહેવાય. ડૉ. શાહ : હદબદ કંઈ નહીં, કોઈ આપણને ગણતું જ નથી. આ જુઓ, બીજા બધાનાં નામો છે. ઇનિશિયલો પણ છે. આ તો શું, આપણે ત્યાં શાહ, મહેતા, દેસાઈ, પટેલના ઢગલાને જાણે ટેલિફોન બુક પકડી લખી દીધાં લાગે છે. ડૉ. મહેતા : એમ તો કાપડિયા, મરચંટ એવી પણ ઘણી સામાન્ય અટકો હોય છે. ડૉ. શાહ : ગઈ કાલે સબકમિટીમાં ચર્ચા થઈ કે, માણસની સહનશક્તિ કેટલી ? ફિઝિકલ અને ઇમોશનલ – અને એમાં બેત્રણ દાખલાઓ રજૂ થયા, ત્યારે મેં વલ્લભભાઈ સાહેબની વાત રજૂ કરી. તો એ લોકો માને જ નહીં. ડૉ. મહેતા : આ લોકો પણ માનશે. આપણે જરા અતિશયોક્તિવાળી વાતો કરીએ છીએ, એવી એમની માન્યતા છે. એટલે એ બધા ડૉક્ટરો શંકાની નજરે જ જુએ. પણ એ લોકો એમ નથી સમજતા કે, ક્લૉરોફૉર્મ તો હમણાં શોધાયું. તે પહેલાં કંઈક દરદીઓ વેદના સહન કરીને જ માંદગી વિતાડતા હતા ને ! ડૉ. શાહ : આપણે ત્યાં હિન્દુસ્તાનમાં પેટે ધગધગતા સળિયાના ડામ દેતા. અગ્નિમાં આંગળાં નંખાવતા, ભૂતપ્રેત વગેરે કાઢવા કંઈ તરકીબો થતી. ડૉ. મહેતા : જુલમ. ડૉ. શાહ : હા, જુલમ પણ કહેવાય. પણ થતા, સહેતા, અલબત્ત ! જાદુકળાની વાત જુદી. ડૉ. મહેતા : એટલે ? ડૉ. શાહ : હશે. સ્થળ સરસ છે. હવા મસ્ત છે, જિનીવા શહેર પણ રળિયામણું છે.
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy