SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ નવભારતના ભાગ્યવિધાતા શાવકશા : બધાં શાસ્તર એટલે ? ગોકુલ : શાવકશા, તમે તો માથે પડેલા મફતલાલ જેવા સો- બધાં શાસ્તર એટલે ભૂગોર, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ. શાવકશા : હા, અંગ્રેજી ભણવા માટે તો તેમણે આકાશ-પાતાળ એક કરેલાં. અમને વલ્લભભાઈ સાહેબ કહેતા, પેટલાદમાં અંગ્રેજીની ખાનગી નિશાલ ચાલતી, એમાં ભણેલા અને સાથે સાથે હાથે રાંધવાનું પણ શીખેલા. ગોકુલ : એ બધું તમે ગમે તેમ કો, પણ ઝવેરભાઈ, બધા ભાઈઓને છેતરમાં લઈ જાય તો જાતજાતનું ભણાવે. એક વિઠ્ઠલભાઈ ઈમાં અપવાદ. તાં કને ઝવેરભાઈ એટલે કે મોટા કહેતા રહેતા – “અલ્યા, આ અંગ્રેજી શીખવાવાળા-ટોપીવાળાને અહીંથી તગેડી મેલજો નહીં તો કને આખા દેહને હત્યાનાશ વાળવાના.” તો પોતાની ૧૮૫૭ના બળવામાં ઝાંસીની રાણીની કુમકે ગયેલા, તે વાતો કહેતા. ઈ તો ભણતર, પસે ગુજરાતી ચોપડા ઈને કરમસદમાં પૂરા કરેલા અને બાપાજીના મનમાં ઈમ કે ઈને કોઈ નેહારમાં મહેતાજી બનાવી દઈશું એટલે ગંગા ન્હાયા. શાવકશા : આ ગંગા જાયા એટલે શું, ગોકુલભાઈ ? ગોકુલ : એટલે પૂરું થયું, આખરી જાત્રા, જાણે તમે ઉદવાડા સુખડ ચઢાઈ આઓ ઈમ. ત્યારે શું, તમે પણ. શાવકશા : ઠીક, ઠીક, તમે તપી ન જાઓ. પેટલાદની વાત તમે જાણોચ આઠ દિવસના ખાવાનાનો સરસામાન એ પાંચ ભણનારા લેતા આવે, એક ઓરડી ભાડે રાખી એમાં બધા રહે, વારાફરતી રાંધે, અને એમ ભણે. વિદ્યાભ્યાસ અને વકીલાત ગોકુલ : ભાઈ તમારે પહો હતો જ કાં–કુટુંબ ગરીબ અને ઈ ગરીબીમાંથી બે ભાઈઓએ હિન્દુસ્તાનનું રાજ લીધું. શાવકશા : બે ભાઈઓએ ? ગોકુલ : અમનું સે, તે શાવકશા–વલ્લભભાઈ તો ડીપોટી વડાપ્રધાન હુધી પોંક્યા અને વિઠ્ઠલભાઈ તો તે પહેલાં અંગ્રેજી રાજ્યની લોકસત્તામાં પરમિટેડ થયા. શાવકશા : હા, હા, ભારે કરી બંને ભાઈઓએ તોગોકુલ : પાકી ગરીબીમાંથી રાહતો કાતર્યો. પગ હેંડતા જાય. નડિયાદથી કરમસદ ઠંડતા જાય–દાદીમા ખાવાનાની પાયલી આવે, અને તિયારે કરમસદ રેલપાટો નહીં તે હિંડતા જાય ! શાવકશા : પન મેટ્રિક નડિયાદમાં થયા. ગોકુલ : ૧૮૧૭માં તિયારે ઈમની ઉમ્મર બાવીસની. તે પહેલાં થોડો કાળ વડોદરામાં પણ ભણી આવેલા. અવાજ : પણ ગોકુલભાઈ, એમના સોળમે વર્ષે લગ્ન લેવાયાં, તે કહેવાનું તો ભૂલી ગયા. ગોકુલ : જો ભાઈ, તમે જે હો - તે – ઈમ તમે અમને એક પરણે હાંકો તે ન ચાલે. અમ, શાવકશા ? શાવકશા : હા ભાઈ, તમારા મનમાં એમ કે આ બે જણાને પેલા તમારા પ્લાજોટ કે માદ્યમમાં પકરી લાયાચ, એટલે તમે એમ ન માનતા કે તમે અમને ધારોચ તેમ નચાવી શકશો. અવાજ : ના રે ના, શાવકશા – તમે બે તો નસીબદાર વિદ્યાર્થીઓ, વલ્લભભાઈ સાહેબ સાથે ભણતરમાં. તે તમે એમની બાલપણની, કિશોરાવસ્થાની વાતો જાણો, તે અમને જાણવાની
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy