SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શાવકા અવાજ શાવકશા અવાજ શાવકશા અવાજ શાવકા અવાજ ક્ય અવાજ શાવકા અવાજ અવાજ : પણ તમે અમને તસ્દી આપવાવારા કોણ અમે સરદારના ભક્ત. : સરદારના ભક્ત ક્રિયા સરદાર વરી ? : : વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. ઓ તો એમ ભસી મરોની સરદાર કેઓ તે શું સમજ પરે. : જુઓ શાવકશા ! મહેરબાની કરી આ હાહાઠીઠીનો ખેલ નથી. તમારી સાથે નિશાળમાં ભણતા વલ્લભભાઈ મોટી ઉંમરે સરદાર તરીકે કીર્તિવંત થયા. તમે અને ગોકુલ બંને, એના નડિયાદમાં ભણવામાં સાથીદાર – અમારે જરા એમની એ અવસ્થાની વાતો તમારે મોઢે સાંભળવી છે. : નવભારતના ભાગ્યવિધાતા : પરલોકમાં અમે કેટલી આસાનીથી અમારાં સારાં કામોને લઈ આરામ ભોગવતા હતા, ત્યાંથી તમે અમને અહીં ઘસરી લાયા. સરદાર વલ્લભભાઈને ખાતર. : હો, તે હમણાં ચ્યોંથી એકાએક જાગ્યા ? એમના જન્મને સો વર્ષ થિયાં. ૩૧મી ઑક્ટોબર, ૧૯૭૪ના રોજ એમની જન્મતિથિ ગઈ. : : : : અરે અખારા કરો, ભૈ. વલ્લભભાઈની જનમ તારીખની તો એમને પોતાને પણ ખબર નહોતી. એ તો એમના મગજમાં જે આવી તે ટપકાવી દીધેલી. : એ ગમે તેમ : અમે તો એમણે લખી તે સાચી માનીને ચાલ્યા. શાવકશા, સરદાર વલ્લભભાઈના જન્મને સો વર્ષ થયાં, એ નિમિત્તે, અમે એમના જીવન વિષે કંઈક જાણવા માંગીએ વિદ્યાભ્યાસ અને વકીલાત ગોકુલ શાવકા ગોકુલ શાવકશા ગોકુલ શાવકા ગોકુલ ગોકુલ : હવે તમે અમને અહીં લાવી નોંખ્યા સે, ને કંઈ પુસો તો કહીશું. પણ શાવકશા કેસે તેમ ઝપાટાભેર પૂછો. તમે અમને અમના પસંદ કર્યા. : એ તો ભાઈ, મહાદેવ ભેગા પોઠિયા પણ પુજાય, એટલે આપણો વારો આયો. એ બી ઠીક. મોટ્ટા માણસની દોસ્તી રાખવાના, આ એમની સાથે ભનવાનાં આ ફલ – : ૫ છીએ. એમાં તમે બે એમના ભણવામાં સાથીદારો, અમને કંઈ મદદ નહીં કરો ? : : બાકી સાચ્ચું પૂછો તો વલ્લભભાઈ સાહેબ, નડિયાદમાં મારી સાથે ભનેલા, પન કરમસદ વડોદરામાં પન ભનેલા. અને નેસારમાં તો અલ્લયો ભણેલો. ઇ જે ભણ્યા તે તો દુનિયાની પોથીમાંથી ભણેલા. ઈને તો ઈમના બાપાજી ઝવેરભાઈએ છેતરમાં છેતીનો પાઠ ભણાવેલો. ભલભલાને એ ભનાવે, એને કોણ ભનાવી શકે–નિશાલમાં તો મસ્તી તોફાન કરેલાં—ભલભલા મહેતાજીની સાન ઠેકાણે લાવેલા—તમુને યાદ છે ગોકુલભાઈ, પેલા આપરા મહેતાજી શું કહેતા તે – હા, હા. ઈ કહેતો કે ભલા થૈને માંહોમાંહે ભણો. બધા માંહોમાંહો ભણો. : હા, પન તિયારે હું એનો માયનો સમજેલો જ નહીં અને આજે પણ સમજતો નથી. : તો હું સમજાવું. એવોએ મહેતાજી જાતે ઊઠાં હુધીનું જાણે તી સોકરાઓને કે' કે તમે તમારે અંદર અંદર હમજી જાઓ. ઈમ, બધાં શાસ્તર ચાલે.
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy