SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ માયા વિ માયા કવિ માયા કવિ માયા કવિ માયા દિવ માયા કવિ નવભારતના ભાગ્યવિધાતા આ રંજાડ તો બહુ નાનો. પણ ચાલોને કબૂલ, કે તેં આડખીલીઓ નાંખી, પણ છેવટે તો અમારા સરદાર વલ્લભભાઈ જીત્યાને. સરદાર સાહેબે ગૃહખાતું લીધું ત્યારથી જ તો. : મેં બ્રિટિશ રાજ્યની રેસિડેન્સીને ચમકાવી દીધી. દફતરોમાં જૂનાં કાગળિયાંનો નાશ કરાવ્યો. : કેમ ? : કારણ જતે દિવસે એ દફ્તરો મધ્યસ્થ સરકારના હાથમાં જાય તો તે જેઓ આજે રાજ્યની સત્તા હાથમાં લઈ બેઠા છે તેઓની સામે જ જાતજાતના હુકમો, જાતજાતની નોંધ, જાતજાતની કેફિયતો, જાતજાતના આરોપો થાય, એટલે નાશ કરાવ્યા. : એમાં મોટા ભાગે જુઠ્ઠાણાં જ . : રાજ્યની સત્તાની સાઠમારી ચાલતી હોય ત્યાં સાચા-જૂઠાના કોઈ સવાલ કરતું નથી. : અમારા ગાંધીજી તો કરતા. રાજકોટના ઝઘડામાં બ્રિટિશ વાઇસરૉયે પ્રજાની તરફેણમાં આપેલો સર મોરિસ ગ્વાયરનો ચુકાદો પોતે જ માન્ય ન રાખ્યો. કારણ એ ઘટનામાં વીરાવાળાનો હૃદય પલટો નહોતો થયો. : ગાંધીજીની વાત જુદી છે. : એવી જ સરદારની. એમને તો કેટલાક ગાંધીજીના અંધ ભક્ત કહેતા. : તમે સરદારને એટલા બધા શક્તિશાળી કહો છો ? : જી હા. શક્તિશાળી અને ભાગ્યશાળી બંને. : ભાગ્યશાળી શી રીતે ? ત્રણ વાર તો જેલ થઈ, તબિયત બગડી. : શરીર છે, તે તબિયત તો બગાડે. પહેલાં બગડી, અને પછી થોડા વિલિનીકરણના કિસ્સાઓ માયા દિવ માયા કવિ માયા વિ માયા વિ ૧૮૯ બગડી, એમાં ફરીથી બગાડી એ બાબતમાં જેલનો વિચિત્ર ખોરાક અને ત્યાંની કઠિનાઈને લીધે જ બગડી. એની એમને જાણ એટલે તો એમણે સત્તા હાથમાં આવતાં જેલ-સુધારણા વિશે વિચાર્યું. અને ભાગ્યશાળી, કારણ જાતજાતના કમિશનર, કલેક્ટરો, હોમ મેમ્બરો અને ખુદ ગવર્નરોએ એમને હેરાનપરેશાન કર્યા, અને છેતર્યા. : સરદારને છેતર્યા ? : મુંબઈના ગવર્નરે બારડોલીમાં સંધિ કરી, શરતો નક્કી કરી અને પછી તોડી. બ્રિટિશ સરકારે કેટલા વચનભંગો કર્યા, એની યાદી કરીએ તો રામાયણ જેટલી લાંબી થાય. ઃ ફરી અતિશયોક્તિ ? : અમે તો કવિ, એટલે એમ જ કહીએ. તમે જ ગણોને ! : પણ ભાગ્યશાળી કેમ ? - છેલ્લા હિન્દના વાઇસરૉય લૉર્ડ વેવેલ. ત્યાં સુધી તો બનાવટ, જોરજુલમ, વચનોની આપલે, મધલાળની જાહેરાત, કોણીએ ગોળ, જાતજાતના ચાળા-કોંટા કરી હિન્દની પ્રજાને બનાવવાની પેરવી. ત્યાં સુધી તો બ્રિટિશ સરકાર અને પ્રજાની દાનત બદ. : બદદાનત ? : રામસે મેકડોનલ્ડની પણ, ચર્ચિલે તો ગાળો જ ભાંડી છે. વેવેલ પણ ફોજી ઑફિસર, સત્તા શી રીતે ટકે એની જ ચાલબાજી, પછી લૉર્ડ માઉન્ટબેટને તરત જ સરદાર સાહેબને ઓળખી લીધા. આ વ્યક્તિ ભાંગફોડમાં માનનાર નથી, સર્જનાત્મક વિચારસરણીની વ્યક્તિ છે. દિલ ઉંમરાવ છે. ખેડૂત જેટલું વિશાળ છે. દેશ માટે પ્રેમ છે. એથી દ્વેષ નથી. ભારત માટે જેને પ્રેમ, એ સૌને માટે સરદારને પ્રેમ.
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy