SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે ત્યાં આંગળીને વેઢે ગણાય તેટલા મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીઓ ચરિત્ર આલેખનનો આગવો કસબ કુમારપાળ દેસાઈ પાસે છે. એમણે એમની લેખનકારકિર્દીનો પ્રારંભ ચરિત્રલેખનથી કર્યો અને આજે પણ વૈવિધ્યપૂર્ણ ચરિત્ર આલેખનો એમની પાસેથી મળતાં રહ્યાં છે. જુદી જુદી અનેક પ્રકારની વ્ય િત અને વિભૂતિઓ વિશેનાં ચરિત્રો મળે છે. ફિરાક ગોરખપુરી જેવા કવિપ્રેમચંદ વ્રજપાળ જેવા પૂર્વ આફ્રિકામાં જઈને ઉદ્યોગો વિકસાવનાર માનવતાપ્રેમી કે શારીરિક, આર્થિક અને માનસિક મુશ્કેલીઓ વચ્ચે પ્રબળ પુરુષાર્થથી ઝઝૂમીને વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યની રચના કરનાર યુ. એન. મહેતાનાં ચરિત્રો મળે છે. એ જ રીતે ભગવાન મહાવીર વિશેનું સંશોધનાત્મક ચરિત્ર અને બાળકોના બુદ્ધિસાગરસૂરિ’ જેવું બાળકોને અનુલક્ષીને લખાયેલું યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીનું ચરિત્રે નવી સૃષ્ટિનો અનુભવ કરાવે છે. જ્યારે રમતગમતક્ષેત્રે આગવી સિદ્ધિ મેળવનાર વીર રામમૂર્તિ, સી. કે. નાયડુ અને લાલા અમરનાથના લઘુચરિત્રો આપે છે. ‘મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર એ વીસમી સદીના અધ્યાત્મપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીનું સચિત્ર ચરિત્ર છે તો એની સાથોસાથ ૧૦૮ જેટલાં લાઘવપૂર્ણ ચરિત્રો ‘જિનશાસનની કીર્તિગાથામાં મળે છે. આ બધાં ચરિત્રોની વિશેષતા એ છે કે અત્યંત પ્રવાહી, પ્રાસાદિક અને હૃદયસ્પર્શી શૈલીમાં એ લખાયેલાં છે. કુમારપાળ દેસાઈનાં ચરિત્રોની વિશેષતા એ છે કે પ્રાચીનકાળનાં ચરિત્રોથી માંડીને અર્વાચીન કાળની વ્ય િતઓ વિશેનાં ચરિત્રો પ્રાપ્ત થાય છે. ચરિત્રલેખનનો પ્રારંભ થાય છે લાલગુલાબથી. ૧૯૬૫માં પ્રગટ થયેલા પોતાના પ્રથમ પુસ્તક “લાલગુલાબથી કુમારપાળ દેસાઈને ખ્યાતિ મળી ગઈ. પુસ્તકના પ્રારંભે એ સમયના ગુજરાતના કેળવણીપ્રધાન ડૉ. ભાનુપ્રસાદ પંડયાએ એની પ્રસ્તાવનામાં લખ્યું. કુમારપાળ ચરિત્રનિબંધોના લેખક છે. એમણે એવાં ચરિત્રો પસંદ કર્યો છે કે જેમનાં વ્યક્તિત્વ ખરેખર અનુકરણીય બની રહે. એવા ભવ્ય વ્ય*િ તત્વવાળા, ઉદાત્ત ભાવનાવાળા અને દેશ માટે કશુંક કરી ગયેલા આ સમાજના મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે એવા લોકોને પસંદ કરીને એમણે ચરિત્રો લખ્યાં છે. ચરિત્રગ્રંથોવિષયક એમનું પ્રદાન પણ ખરા અર્થમાં ગુજરાતી સાહિત્યમાં અત્યંત મહત્ત્વનું છે. છે બળવંત જાની હf ચરિત્ર સાહિત્ય
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy